________________
૧૮૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૨ દૃષ્ટિમાં યોગમાર્ગ ઉપર અદ્વેષ ગુણ જન્મ્યો હતો, તેનાથી બીજી દૃષ્ટિમાં તત્ત્વશુશ્રુષા ગુણ ઉત્પન્ન થાય છે. જેને જ્યાં દ્વેષ ન હોય, તેને ત્યાં કાલાન્તરે પણ પ્રીતિ થાય જ છે તેથી તત્ત્વ સાંભળવાની તરસ લાગે છે. તૃષાતુર હોય તેને જલપાન અમૃતતુલ્ય જીવાડનાર બને છે. પરંતુ તૃષા જ ન લાગી હોય તો જલપાન તરફ ઇચ્છા થતી નથી. તેની જેમ જ્યાં સુધી તત્ત્વ જાણવાની તૃષા જ ન લાગી હોય, ત્યાં સુધી ધર્મશ્રવણ તરફ ભક્તિભાવ જન્મતો નથી.
આ રીતે પારલૌકિક (પરભવ સંબંધી) આત્મહિતકારી કાર્યના આરંભમાં આ દૃષ્ટિવાળો જીવ અખેદ સહિત છે એથી જ અનુગ થાય છે. જ્યાં થાક ન લાગે ત્યાં કંટાળો આવતો જ નથી. અખેદ હોવાથી અનુગની પ્રાપ્તિ થાય છે. તથા પ્રથમદૃષ્ટિમાં અદ્વેષગુણ પ્રગટ્યો છે. એ અદ્વેષ ગુણ પ્રગટવાથી જ તેને અનુકૂળ આ જિજ્ઞાસા ગુણ આવે છે. જ્યાં જેને અદ્વેષ દ્વિષાભાવ) થાય છે ત્યાં તેને વધારે ને વધારે ઉંડા ઉતરવાની ઉત્કંઠા થઇ જ આવે છે. માટે અદ્વેષ થવાથી તત્પતિપાત્રતે અદ્વેષની પ્રાપ્તિ દ્વારા જ તેને અનુકૂળ આ જિજ્ઞાસાગુણ પ્રગટે છે. આ રીતે આ તારાદષ્ટિમાં (૧) બોધ કંઈક વધુ સ્પષ્ટ હોય છે. (૨) તે બોધ ગોમયાગ્નિકણોપમ હોય છે. (૩) યમની ઋદ્ધિ-વૃદ્ધિ કરનારા પરિમિત કાલભાવી તથાવિધ નિયમો હોય છે. (૪) હિતકારી ધર્મકાર્યમાં અખેદ સહિત અનુગ હોય છે અને (૫) અષના કારણે ધર્મતત્ત્વ જાણવાની પરમ જિજ્ઞાસા હોય છે. ll૪૧ अस्यां दृष्टौ यदन्यद्गुणजातं भवति तदाहઆ તારાદષ્ટિમાં બીજા જે ગુણોનો સમૂહ પ્રગટ થાય છે તે જણાવે છે.
भवत्यस्यां तथाऽच्छिन्ना, प्रीतिर्योगकथास्वलम् ।
शुद्धयोगेषु नियमाद्, बहुमानश्च योगिषु ॥४२॥
ગાથાર્થ = તથા આ તારાદેષ્ટિમાં યોગકથાઓ પ્રત્યે અસ્મલિત એવી પ્રીતિ થાય છે. અને શુદ્ધયોગવાળા યોગીઓ ઉપર નિયામાં બહુમાનભાવ પ્રગટે છે. ૪૨
2 - “મવ '' દછી “તથા તેના પ્રારા “છિન્ન” ભવप्रतिबन्धसारतया प्रीतिर्योगकथास्वलमत्यर्थं तथा शुद्धयोगेष्वकल्कप्रधानेषु "नियमाद्" नियमेन बहुमानश्च-योगिषु भवति ॥४२॥
વિવેચન :- આ દૃષ્ટિમાં વર્તનારા જીવોને ઉપર ૪૧મી ગાથામાં જે જે ગુણો કહ્યા, તે તે ગુણો તો પ્રગટ થાય જ છે. તદુપરાંત બીજા પણ બે ગુણો પ્રગટ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org