________________
૧૭૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૧ કષ્ટ કરો, સંયમ ધરો, ગાળો નિજ દેહ | જ્ઞાનદશા વિણ જીવને, નહીં કર્મનો છેહ ને સવાસો ગાથાનું સ્તવન I. જો કષ્ટ મુનિમાર્ગ થાવે, તો બળદ થાય સારો રે | ભાર વહેતો તાવડે તપતો, ખમતો ગાઢ પ્રહારો રે સાડા, ત્રણસોનું સ્તવન | દુર્બળ નગ્ન ને માસ ઉપવાસી, પણ જો માયા રંગ ! તો પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ | સાડા, ત્રણસોનું સ્તવન |
(. . યશોવિજયજી મ.) (૪) સ્વાધ્યાય- ઉત્તમ સલ્ફાસ્ત્રોનું વાંચન, મનન, પરિશીલન કરવું અધ્યાત્મ શાસ્ત્રોનું વધારે વાંચન કરવું, સભા સમક્ષ આત્મપરિણતિપૂર્વક તેવા ગ્રંથો વાંચવા, આત્મદષ્ટિ કેળવવી, દેહાધ્યાસ છોડી દેવો, દેહથી આત્મદ્રવ્ય ભિન્ન ચૈતન્યમયમૂર્તિ રૂપ છે. એમ આત્મચિંતન કરવું.
(૫) ઈશ્વરપ્રણિધાન-પરમાત્માના સ્વરૂપનું ચિંતન-મનન-કરવું. પરમાત્મા શુદ્ધ-બુદ્ધનિરંજન-વીતરાગ-સર્વજ્ઞ છે જેવો ઇશ્વરનો આત્મા છે. તેવો જ મારો આત્મા પણ સત્તાગતગુણોથી છે. માત્ર તેઓ તે દશાને પામી ચૂક્યા છે. મારે પામવાની બાકી છે. એટલે મુખાદિની શુદ્ધિ કરવા જેમ દર્પણ રાખવામાં આવે તેમ સાધ્ય સાધવા માટે આ ઈશ્વરનું આલંબન લેવાનું છે. તેમના જેવા થવા માટે લક્ષ્યરૂપે તેમનું પ્રતીક છે. માટે તેમની ભક્તિ-બહુમાન, સ્તવનો ગાવાં, ચિંતનમાં લયલીન બની જવું, એવી ભાવનાયુક્ત ક્રિયા જ સાંસારિક હિંસાદિ પાપોથી બચાવનાર છે. કર્મોની નિર્જરા કરાવી મુક્તિપદ આપનાર છે. લોહચુંબક જેમ લોઢાને ખેંચે છે. તેમ ઈશ્વરની ભક્તિ મુક્તિને ખેંચે છે. કહ્યું છે કે
વેગળો મત હુજે દેવ ! મુજ મન થકી, કમળના વનથકી જિમ પરાગો. ચમકપાષાણ જિમ લોહને ખેંચસે, મુક્તિને સહજ તુઝ ભક્તિરાગો.
પૂ. યશો. વિ. મ. સાડા ત્રણસોનું સ્તવન ઢાળ સત્તરમી આ પાંચ નિયમો છે. તે પાંચ યમ માટે મદદગાર ઉત્તરગુણ રૂપ છે. મિત્રા દૃષ્ટિમાં યમ હતા. પરંતુ તેવો વિશિષ્ટ ક્ષયોપશમ ન હોવાથી નિયમગુણ ત્યાં આવતા નથી. જ્યારે આ તારાદષ્ટિમાં યમ તો હોય જ છે ઉપરાંત નિયમ પણ હોય છે. માટે આ પાંચ પ્રકારના નિયમની પ્રતિપત્તિ અહીં સંભવે છે.
આ તારા દૃષ્ટિકાળે હિતકારી કાર્યમાં ઉદ્વેગ દોષનો (કંટાળો લાગવો તેનો) અભાવ હોય છે. યોગમાર્ગની શરૂઆત થઇ છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયકર્મરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org