________________
ગાથા : ૪૧ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૭૯ ભાવમલ કંઈક કંઈક મંદ થયો છે. તેથી ધર્મક્રિયા કરવામાં ઉગ (કંટાળો-દ્વેષ) લાગતો નથી. જેને ધનનો રાગ હોય છે તેને જે ક્રિયાથી ધનપ્રાપ્તિ થાય છે. તે ક્રિયા કરવામાં જરા પણ થાક અને કંટાળો લાગતો નથી તેમ આ દૃષ્ટિવાળા જીવને મુક્તિનો અપ થવાથી રાગ કંઈક અંશે પ્રગટ્યો છે તેથી મુક્તિદાયક ધર્મક્રિયામાં ખેદ (થાક) અને ઉગ (કંટાળો) આ બન્ને દોષો. વિના ઘણા જ પ્રેમથી હોંશે હોંશે અદમ્ય ઉત્સાહથી પ્રવૃત્તિ કરે છે. જ્યારે યોગદષ્ટિ ન આવી હોય ત્યારે ધર્મક્રિયા કરવા મન ઉત્સાહિત થતું નથી કદાચ ક્યાંય ધર્મક્રિયા કરવી પડે, જોડાવું જ પડે તો પણ રાજવેઠની જેમ જીવ જલ્દી કરે છે ઝટપટ પતાવે છે હૈયામાં અણગમો હોય છે અને આ મિત્રા-તારા દૃષ્ટિ આવ્યા પછી આ ધર્મકાર્યથી જ મારી મુક્તિ થવાની છે એમ સમજતો તે જીવ પરમપ્રેમથી પ્રવર્તે છે. કર્મક્ષયનું આ જ પરમ સાધન છે. આનાથી જ મારું આત્મહિત થવાનું છે. આવી ધર્મપ્રવૃત્તિથી મારું સંસાર-પરિભ્રમણ ટળવાનું છે. ઇત્યાદિ - સમજતો પ્રેમ-ભક્તિ-બહુમાનપૂર્વક ધર્મક્રિયા કરે છે. પ્રભુની ભક્તિ-વંદન-પૂજન વધતા એવા વીર્ષોલ્લાસથી કરે છે. સદ્ગુરુની સેવા-વૈયાવચ્ચ, આહારાદિનું પ્રદાન, શાલિભદ્રના જીવે પૂર્વભવમાં જેમ કર્યું હતું તેમ સદ્ભાવથી કરે છે. કયાંય કંટાળતો નથી. દ્વેષ કરતો નથી, પ્રથમ દૃષ્ટિમાં ખેદ ન હતો, અને આ બીજી દૃષ્ટિમાં ઉગ હોતો નથી. પ્રથમ દૃષ્ટિમાં મંદ ક્ષયોપશમ છે એટલે માત્ર ખેદ એક જ દોષ ન હોય, એટલે તે અખેદ (થાક ન લાગવો) હોય છે. જ્યારે આ બીજી દૃષ્ટિમાં કંઈક વધારે મોહનીયનો ક્ષયોપશમ છે. તેથી ખેદ તો નથી પરંતુ ઉદ્વેગ પણ નથી, એમ બન્ને દોષો ન હોવાથી અખેદ અને અનુગ હોય છે.
ધર્મતત્ત્વ જાણવાની ઇચ્છારૂપે જિજ્ઞાસા ગુણ આ દૃષ્ટિમાં પ્રગટે છે. આત્માનો ઉપકાર કરે એવું સાચું ધર્મતત્ત્વ જાણવાની ઉત્કંઠા, ઇચ્છા થાય છે. ઇંતેજારી વધે છે. તાલાવેલી લાગે છે. જેમ ચાતકપક્ષી મેઘને ઇચ્છે, તરસ્યો પુરુષ પાણીને ઇચ્છ. મારવાડ જેવો સૂકો પ્રદેશ હોય, ગ્રીષ્મઋતુનો સમય હોય, અને તરસ્યો થયેલો પુરુષ પાણીપાણી ઝંખે, ચોતરફ શોધાશોધ કરે, તેમ ધર્મતત્ત્વ જાણવા માટે આ દૃષ્ટિવાળો જીવ દોડાદોડ કરે છે. તત્ત્વ જાણવાની યથાર્થ ભૂખ લાગે છે. આ તત્ત્વપિપાસાથી યોગની કથામાં, યોગીની કથામાં અને યોગમાર્ગ બતાવે એવા ગ્રંથોમાં ઘણો જ પ્રેમ જન્મે છે. તેવા પ્રકારના અધ્યાત્મરસપોષક ગ્રંથો વાંચવા-વંચાવવામાં જરા પણ ઉદ્વેગ થતો નથી, અધિકને અધિક રસ જ જાગે છે. યોગમાર્ગ સમજાવનારા યોગીજનો પ્રત્યે ભક્તિ-બહુમાન જન્મે છે. તેથી કોઈ પણ જાતના સ્વાર્થ વિના, કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વિના તેઓની સેવા-વૈયાવચ્ચ કરે છે. અને યોગીજનને સાનુકૂળ થવા પ્રયત્ન કરે છે. પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org