________________
ગાથા : ૪૧ યોગદષ્ટિ સમુચ્ચય
૧૭૭ शौचभावनया स्वाङ्गजुगुप्साऽन्यैरसंसर्गः । સત્ત્વશુદ્ધિઃ સૌમનસ્થાક્યાક્ષનોક્યતા છે (ઉ. ય. વિ. કૃત દ્વા. દા)
શૌચ ભાવના વડે પોતાના શરીરને અપવિત્ર વસ્તુઓનો ઉકરડો છે એમ માનીને જુગુપ્સા કરવી તે દ્રવ્યશૌચ, અને અન્યદ્રવ્યની સાથે અસંસર્ગ કરવો તે ભાવશૌચ જાણવો મનની એકાગ્રતા અને ઇન્દ્રિયોના વિજયની જે યોગ્યતા તે સત્ત્વશુદ્ધિ જાણવી.
) સંતોષ - નિર્લોભપણું-પ્રાપ્તસ્થિતિમાં સંતુષ્ટ રહેવું. જે કાળે જેવી સ્થિતિ હોય તેમાં સદા આનંદિત રહેવું. વધારે લોભ ન કરવો. કારણકે ઇચ્છા એ આકાશની સમાન અનંતી છે. મોટો ખાડો છે. કદાપિ પુરાવાનો નથી. જેમ જેમ લાભ થાય તેમ તેમ લોભ વધે છે. નાહી નદી વહૂ અથવા ના નાદો તહ નોહો | જીવ તૃષ્ણાના તરંગોમાં જેમ જેમ તણાતો જાય છે તેમ તેમ વધુને વધુ કાદવમાં ખુંચતો જ જાય છે. ચક્રવર્તીની ઋદ્ધિ પણ આ જીવને ઓછી પડે છે. અને તે તૃષ્ણા હિંસા-જુઠચોરી આદિ પાપ કરાવે છે. માટે અહિંસા આદિ મૂળ યમ ગુણોને પાલવા માટે સંતોષાત્મક આ નિયમ પણ આવશ્યક છે.
(૩) તપ - કર્મોને તપાવે તે તપ તે બાહ્ય-અત્યંતર એમ બે ભેદે છે શરીરને તપાવે તે બાહ્યતા. ઉપવાસ-છઠ્ઠ-અટ્ટમ, ઉણોદરી આદિ જે આહારના ત્યાગ રૂપ તપ છે. તે શરીરને શોષનાર હોવાથી બાહ્યતપ કહેવાય છે. આ તપ કરવાથી શરીર અપ્રમાદી, સ્વસ્થ, અને નિરોગી રહે છે. સમય વધુ મળવાથી સ્વાધ્યાયાદિ વધારે કરી શકે છે. આરંભ-સમારંભ ઓછા થાય છે અને જ્ઞાન-ધ્યાનની વૃદ્ધિ થાય છે. એટલે આ બાહ્યતપ અત્યંતર તપની પુષ્ટિ કરનાર છે. તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ અને સ્વાધ્યાય વગેરે અભ્યતર તપ છે. વિષય-કષાયોને દબાવવા તે અત્યંતર તપ કહેવાય છે. આ બન્ને સમ્યજ્ઞાનપૂર્વક યથાશક્તિ જો આદરવામાં આવે તો હિંસા-જુઠ-આદિ પાપો ઓછાં થતાં યમોને પુષ્ટિ મળે છે. અહીં આ વાત બહુ ધ્યાન રાખવા જેવી છે કે આહારની મમતા-મૂર્છા ઓછી થાય, સ્વાધ્યાય આદિની વૃદ્ધિ થાય, વિકાર-વાસના-વિકથા અને કષાયોનો નાશ થાય તે રીતે સમજણપૂર્વક તપ કરવો જોઈએ, અજ્ઞાનથી, રીસથી, હથી, મોટાઈ દેખાડવા, કે દેખાદેખી આદિથી કરીએ તો કર્મનિર્જરા થતી નથી. મોહને મારવા માટે જ આ તપ આવશ્યક છે. કહ્યું છે કે
यत्र रोधः कषायाणां, ब्रह्मध्यानं जिनस्य च ।
જ્ઞાતિવ્ય તત્તપ: શુદ્ધ મવશિષ્ટ તુ નનમ્ | શ્રી અધ્યાત્મસાર ! યો. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org