________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩૨
જે હવે પછીની ગાથામાં કહેવાશે. જેમ ધૂમથી વહ્નિ કલ્પાય છે તેવી રીતે હવે કહેવાતાં તે લક્ષણોથી જીવનું ચરમાવર્તમાં આગમન અને પ્રભૂતભાવમલનો ક્ષય કલ્પાય છે. ૩૧। यदुदाहृतं तदभिधातुमाह
૧૪૬
ચરમાવર્તવર્તી બહુ ભાવમલ-ક્ષયયુક્ત જીવનાં જે લક્ષણો કહેવાનું પૂર્વગાથામાં કહ્યું છે તે જણાવતાં કહે છે કે
=
ગાથાર્થ (૧) દુ:ખી જીવો ઉપર અત્યંત કરુણા, (૨) ગુણવાન્ પુરુષો પ્રત્યે અદ્વેષ, (૩) સર્વ સ્થાને સામાન્યથી ઉચિતપણે આચરણ આ ત્રણ લક્ષણ ચરમાવર્તી બહુ ભાવમલ ક્ષયી એવા જીવનાં જાણવાં ॥૩૨॥
दुःखितेषु दयाऽत्यन्तमद्वेषो गुणवत्सु च । ઔચિત્યાક્ષેવનું ચૈવ, સર્વત્રવાવિશેષતઃ ॥રૂર॥
ટીકા - ‘દુ:હિતેષુ’-શરીરાવિના દુઃહેન, ‘‘ત્યાત્યન્ત’માનુશયમિત્યર્થ:, ‘અદ્વેષો’-મત્તર:, વૈવિત્યાન્ન-‘‘મુળવસ્તુ ચ’’ વિદ્યાવિષ્ણુયુક્તેષુ, ‘‘ઔત્રિત્યાસેવન ધૈવ’' શાસ્ત્રાનુસારેળ, ‘‘સર્વત્રવ'' દ્રીનારી, ''અવિશેષત: ''-સામાન્યેન રૂર્
44
વિવેચન : - (૧) પ્રથમ લક્ષણ એ છે કે શરીરાદિના દુઃખોથી જે જે જીવો દુ:ખી દેખાય છે. તેના ઉપર અત્યન્ત કરુણા-દયા ઉપજે, કોઢ-કેન્સર, ટીબી આદિ શારીરિક રોગોથી જે દુઃખી હોય, તથા દરિદ્રતા-દૌર્ભાગ્ય-ચિંતા-શોક-ભય આદિ માનસિક દુ:ખોથી જે જે જીવો દુ:ખી હોય તે જીવોને જોઇને તેમના ઉપર અત્યન્ત દયા-અનુકંપા થાય તે પ્રથમ લક્ષણ જાણવું. પોતાને દુ:ખ થયું હોય તો જેમ શરીર કંપી ઉઠે, તેવી રીતે બીજાનું દુઃખ જોઇને પોતાને કંપ થાય તે “અનુકંપા” કહેવાય છે. શરીરના કોઇ એક ભાગમાં વેદના-પીડા થવાથી શરીરના બીજા ભાગોમાં જેમ પીડા-વેદના થાય છે. તેમ બીજાનાં દુઃખો જોઇ પોતાને પીડા-વેદના થાય તે અનુકંપા-કરુણા કહેવાય છે. તેઓનાં દુઃખોને દૂર કરવા યથાશક્ય તત્પર થાય, તન-મન-ધનથી તેઓનાં દુ:ખોને દૂર કરવા પ્રયત્ન કરે તે જ સાચી કરુણા કહેવાય છે. પ્રભૂતભાવમલ ક્ષય થયાનું આ પ્રથમ લક્ષણ જાણવું. આવી પરદુઃખો પ્રત્યે જેને કરુણા ઉપજી હોય તે પરને દુઃખ આપવા કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની પણ હિંસા કરવા કેમ પ્રેરાય ? “અહિંસા પરમો ધર્મ:” તેના હૈયામાં વસ્યો હોય, જ્યાં જ્યાં પ્રવૃત્તિ કરે ત્યાં ત્યાં જયણાપૂર્વક પ્રવર્તે અને બીજાનાં યથાશક્ય દુ:ખ ભાંગે તે પ્રથમ લક્ષણ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org