________________
૧૫૧
ગાથા : ૩૩
યોગદૃષ્ટિ સમુચ્ચય આત્મજાગૃતિ) જેમ જોઈએ તેમ બાહ્ય-અત્યંતર નિમિત્ત કારણો પણ અવશ્ય જોઇએ જ, આવું સ્પષ્ટ ચિત્ર છે. નાટક-સિનેમા તથા વિકારક વાતાવરણ વચ્ચે રહેલો આત્મા જેમ તે તે નિમિત્તોથી વિકારી બને જ છે. તેમ આ આત્માને નિર્વિકારી બનાવવા માટે નિર્વિકારી ભાવોના નિમિત્તની આવશ્યક્તા પણ છે જ, છતાં પણ આ કાળે કેટલાક ઉપદેશકો એકલા ઉપાદાનને જ કારણ માને છે અને નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત તો હાજર જ માત્ર રહે છે. ઉપાદાન જ કાર્ય કરે છે. આવી પ્રરૂપણા કરે છે. અને એવી પ્રરૂપણા દ્વારા આરાધકવર્ગને ઉત્તમ નિમિત્તોથી દૂર રાખે છે તે એકાન્તપક્ષ હોવાથી મિથ્યાત્વ છે. ઉન્માદ માત્ર જ છે. વળી કેટલાક ઉપદેશકો આવું કહે છે કે સર્વે આત્માઓ સિદ્ધ સમાન અનંત જ્ઞાનાદિ ગુણોવાળા છે. કંઈ જ કરવાની જરૂર નથી. આત્મા તો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા જ છે. શરીર જ ર્તા ભોક્તા છે એમ કહી જે ઉપદેશકો ધર્મક્રિયા કરવા રૂપ આરાધનાના નિમિત્તમાર્ગને વખોડે છે તે પણ મિથ્યાત્વ જ છે. સજીવો સિદ્ધની સમાન જે કહ્યા છે તે શક્તિની અપેક્ષાએ તિરોભૂત ગુણોની અપેક્ષાએ છે. પરંતુ આવિર્ભાવની અપેક્ષાએ નથી. આવિર્ભાવ તો કરીએ તો જ થાય છે. આવિર્ભાવ કરવાનો પુરુષાર્થ કરવો જ જોઈએ અને તે પુરુષાર્થ તથા તેના માટે શુભનિમિત્તાનો યોગ પણ આવશ્યક છે. જો શુભ નિમિત્ત સેવવામાં આવે તો જ ઉપાદાનની શુદ્ધિ થાય, કાદવમાં પડેલો સ્ફટિકનો ગોળો શક્તિથી શુદ્ધ હોવા છતાં કાદવવાળા સ્ફટિકને કોઈ ખીસ્સામાં મુકતું નથી, કાદવ ધોવો જ પડે છે ધોવા માટે નિમિત્તભૂત પાણી લેવું જ પડે છે. તેના ઉપર પાણી રેડવાનો પુરુષાર્થ કરવો જ પડે છે પછી જ સ્ફટિકનો ગોળો શુદ્ધ કહેવાય છે.
કાષ્ઠમાં બળવાની શક્તિ જરુર છે, તો પણ તેને અગ્નિનો સંયોગ કરવો જ પડે છે અગ્નિસંયોગ વિના કાષ્ઠ કદાપિ બળતું નથી, મગમાં સીઝવાની અને અગ્નિમાં સીઝવવાની શક્તિ જરૂર છે. તેથી તે બન્નેના સંયોગથી જ સીઝવાનું કાર્ય થાય છે. નિમિત્તભૂત અગ્નિ વિના પોતાની યોગ્યતા માત્રથી મગ કદાપિ સીઝતા નથી. આ રીતે ઉપાદાનમાં કાર્ય થવાની, અને નિમિત્તમાં કાર્ય પ્રગટ કરાવવાની શક્તિ છે જ, તો જ તે તે કાર્યના અર્થી જીવો તે તે ઉપાદાન અને તે તે નિમિત્તને સેવે છે. જો એકમાં જ કાર્યકરણ શક્તિ હોત તો અન્યનું ગ્રહણ કેમ કરત! તેલના પ્રયોજનવાળો તલ લેવા જેમ જાય છે, તેમ તલ લાવીને ઘાણીનો આશ્રય પણ કરે જ છે. જો તલમાત્રમાં જ તેલ હોય અને એકલા તલમાંથી જ તેલ સ્વયં નીકળતું હોય તો ઘાણીનો આશ્રય લેવાની શું જરૂર ? માટે ઉપાદાનની કાર્યમાં જેટલી આવશ્યક્તા છે તેટલી જ આવશ્યક્તા નિમિત્તમાં પણ છે જ, એટલું જ માત્ર નહીં પરંતુ (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org