________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૦
છે. એક વિના બીજો યોગ નિરર્થક છે. વકરો અને નફો” જેમ પરસ્પર સાપેક્ષ છે
તેમ અહીં સમજવું.
૧૭૦
વચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઇ રાચો. ધાર તરવારની (શ્રી આનંદઘનજી મ. કૃત સ્તવન)
આવા પ્રકારના મિત્રાદૃષ્ટિના ગુણો આવે તો જ વાસ્તવિક તે પ્રથમ ગુણસ્થાનક એ ગુણસ્થાનક કહેવાય છે. અને આત્મહિતનો વિકાસ કરવાનો ઉત્તમ યશ મળે છે. ગુણો આવે તો જ ગુણસ્થાનક ઉપર ચઢાય છે. કહ્યું છે કે
કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે । મુખ્યપણે તે ઇહાં હોય, સુજશ વિલાસનું ટાણું રે ॥ વી૨૦
Jain Education International
આઠ દૃષ્ટિની સજ્ઝાય (પૂ. ઉ. યશોવિજયજી મ.) ૪૦॥
મિત્રાર્દષ્ટિનું વર્ણન સમાપ્ત થયું.
For Private & Personal Use Only
www.jainelibrary.org