________________
ગાથા : ૪૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૬૯ પ્રથમ ગુણસ્થાનકને જે ગુણસ્થાનક તરીકે કહેવામાં આવ્યું છે. તે મુખ્યત્વે એટલે કે ઉપચાર વિનાનું નામાભિધાન આ અવસ્થામાં જ ઘટે છે. કારણ કે આ અવસ્થામાં જ અન્તર્થનો યોગ સંભવે છે અર્થાત્ ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. તેથી ગુણસ્થાનક શબ્દનો જે અર્થ છે તે અર્થ આ કાલે સંભવે છે.
જો કે હજુ મિથ્યાત્વ ગયું નથી. સમ્યકત્વ પ્રગટ્યું નથી, તથાપિ ભાવમલનો બહુ ક્ષય થતાં ચરમાવર્ત, ચરમયથાપ્રવૃત્તકરણ, શુભનિમિત્તનો યોગ, સત્યભામાદિ, અવંચકત્રયાદિ ગુણોની પ્રાપ્તિ જે શરૂ થઈ છે. તે પ્રારંભ જ યોગમાર્ગના પ્રવેશનું ઉત્તમ મુહૂર્ત છે. સન્માર્ગે ચઢવાની યોગ્યતાનું મંગલકાર્ય છે. મુક્તિની શ્રેણીનું પ્રથમ સોપાન છે. મહાત્ યોગ- પ્રાસાદ રચવાના પાયાભૂત છે. યોગપર્વત ઉપર આરોહણનો પ્રથમ પ્રયાસ છે. આ રીતે આવા પ્રકારના ગુણો આવવાથી જીવની ચિત્તરૂપી ભૂમિ ચોકખી થાય છે. વાવણીને યોગ્ય બને છે. વૈરાગ્યરૂપી જલસિંચનથી પોચી (ઢીલી) બને છે. તેમાં પ્રાપ્ત થયેલા યોગબીજની વાવણી શરૂ થાય છે. ઉત્તમનિમિત્તોના સંયોગ રૂપી ખાતર-પાણીનો સંયોગ થાય છે. તેનાથી પરમાત્માની અને સદ્ગુરુની ભક્તિ પ્રગટે છે. ભવોગાદિ ગુણો વિકાસ પામે છે અને અંતે સમ્યકત્વાદિ ગુણોરૂપી ફળની પ્રાપ્તિ થઈને જ રહે છે.
આ મિત્રાદષ્ટિમાં આવતા ગુણો ઉપર અતિશય વિચાર કરવો આવશ્યક છે. આપણા આત્મામાં આવા ગુણો પ્રગટ્યા છે કે નહીં ! એમ આત્મનિરીક્ષણ કરવું અતિશય જરૂરી છે. જો આવા ગુણો પ્રગટ્યા ન હોય તથા ગુણો પ્રગટાવવા તરફ દૃષ્ટિપાત પણ ન હોય, અને પોતાના આત્માને સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર શ્રાવક-શ્રવિકા, તથા સંયમી માની લેવામાં આવે તો ક્રિયામાત્રના બાહ્યવ્યવહારથી જ તે તે ગુણસ્થાનક આવી જતું નથી, ગુણસ્થાનક તો ગુણોથી આવે છે. એટલે ક્રિયા સંબંધી બાહ્યવ્યવહારવાળા એ ગુણોની પ્રાપ્તિરૂપ નિશ્ચયની સદા અપેક્ષા રાખવી આવશ્યક છે. ક્રિયાસંબંધી બાહ્યવ્યવહાર ગુણપ્રાપ્તિનું નિમિત્ત અવશ્ય છે. પરંતુ નિમિત્તને પોતાનું કાર્ય કરવામાં જે યુજે તેને તે નિમિત્ત નિમિત્ત બને છે. જેમ કુહાડો છેદનનું નિમિત્ત અવશ્ય હોવા છતાં જે આત્મા કુહાડાને છેદનમાં જોડે તેને છેદ કરવા રૂપ કાર્ય કરી આપે છે. અને છેદનનું નિમિત્ત બને છે. તેમ બાહ્ય ક્રિયા સ્વરૂપ જે વ્યવહાર છે તે નિશ્ચયની સિદ્ધિમાં જોડે તેને જ બાહ્યવ્યવહાર નિમિત્ત બને છે. ફક્ત બાહ્યવ્યવહાર માત્રથી જ સંતોષ માની લેનારા જીવો અજ્ઞાની અને અહંકારી બની બ્રાન્ત જ રહે છે. વ્યવહાર એ નિશ્ચયની પ્રાપ્તિનું કારણ છે. અને નિશ્ચય એ વ્યવહારની શુદ્ધિનું કારણ છે. બન્ને પરસ્પર સાપેક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org