________________
૧૬૮ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૦ જ (ચરમ યથાપ્રવૃત્તકરણ જ) ઉપચારથી અપૂર્વકરણ કહેવાય છે. નદીનો કાંઠો આવે છતે નદી આવી એ પ્રમાણે જેમ કહેવાય છે. તેમ અહીં પૂર્વકાળવર્તી કારણમાં ઉત્તરકાળવર્તી કાર્યનો ઉપચાર કરેલ છે. એમ યોગાચાર્ય પુરુષો કહે છે. ૩૯ इहैव गुणस्थानयोजनमाहઅહીં જ “ગુણસ્થાનક” શબ્દની વાસ્તવિક યોજના ઘટે છે તે સમજાવે છે.
प्रथमं यद् गुणस्थानं, सामान्येनोपवर्णितम् ।
अस्यां तु तदवस्थायां, मुख्यमन्वर्थयोगतः ॥४०॥ ગાથાર્થ = મિથ્યાદૃષ્ટિ નામના પ્રથમગુણસ્થાનકને જૈનશાસ્ત્રોમાં સામાન્યથી જે ગુણસ્થાનક એવું કહેવામાં આવ્યું છે. તેનો સાચો અન્વર્થ આ અવસ્થામાં જ મુખ્યપણે ઘટે છે. તેથી આ અવસ્થામાં જ તે મુખ્યત્વે ગુણસ્થાનક કહેવાય છે. ૪૦
ટીમ - પ્રથમમાં યદ્ મુસ્થાને મિથ્યાદિષ્ટયાર્થ, સામાજેનોપતિમાને, "मिच्छदिट्ठी सासायणाइ" इति वचनात् अस्यां तु तदवस्थायामित्यस्यामेव, मुख्यं निरुपचरितम् । कुत इत्याह-“अन्वर्थयोगतः"-एवं गुणभावेन गुणस्थानोपपत्तेरिति ૩વતા મિત્ર ૪૦ |
વિવેચન :- કોઈપણ વસ્તુનાં નામો સામાન્યથી બે પ્રકારનાં હોય છે. (૧) ગુણસંપન્ન નામ, અને (૨) ગુણરહિત માત્ર ઉપચારથી નામ. જેમ કે “દેવેન્દ્ર” આવું નામ દેવોના ઇંદ્રનું જો કહેવામાં આવે તો તેમાં દેવોનું ઇદ્રપણું છે અને કહેવાય છે તેથી તે ગુણસંપન્ન નામ છે. અન્વર્થના યોગવાળું નામ છે. જ્યારે કોઈ છોકરાનું દેવેન્દ્ર નામ રાખવામાં આવે તો તે છોકરો કંઈ દેવોનો ઇદ્ર નથી, માત્ર નામ જ રાખવામાં આવ્યું છે એટલે તેમાં અન્તર્થનો યોગ ન હોવાથી ગુણરહિત ઉપચારથી નામ કહેવાય છે.
એ જ રીતે આ જીવનું અનાદિકાળથી જે મિથ્યાદૃષ્ટિ નામનું પ્રથમ ગુણસ્થાનક કહેવાતું હતું તે ખરેખર ઉપચરિત હતું. કારણ કે તે કાળે ગુણસ્થાનક કહેવાય તેવા કોઈ ગુણો પ્રગટ થયા ન હતા. માટે તે કાળે આ નામ ઉપચરિતનામ હતું. હવે જ્યારે આ જીવ ચરમાવર્તિમાં અને ચરમયથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ્યો છે. ત્યારે એના મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક એવા નામમાં જે ગુણસ્થાનક શબ્દનો પ્રયોગ કરાયો છે. તે અન્વર્થના યોગવાળો હોવાથી, યથાર્થ હોવાથી, ઉપરોક્ત ભવોગ-અવંચકત્રયાદિ ગુણો પ્રગટ થયા હેવાથી ગુણસંપન્ન નામ છે. આ જીવ ઓઘદૃષ્ટિમાંથી મિત્રા નામની યોગદષ્ટિમાં આવે ત્યારે જ વાસ્તવિકપણે ગુણસ્થાનક કહેવાય છે. આગમમાં સામાન્યથી મિથ્યાદષ્ટિ નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org