________________
૧૭૪
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૧
(તારા દૃષ્ટિ)
अधुना तारोच्यते । तदत्राहહવે તારા દૃષ્ટિ કહેવાય છે. તેનું વર્ણન હવે અહીં કહે છે
तारायां तु मनाक् स्पष्टं, नियमश्च तथाविधः ।
अनुदद्वेगो हितारम्भे, जिज्ञासा तत्त्वगोचरा ॥४१॥ ગાથાર્થ = તારા નામની બીજી દૃષ્ટિમાં કંઈક સ્પષ્ટબોધ, તેવા પ્રકારના યથાયોગ્ય નિયમ, હિતકારી કાર્યોના આરંભમાં અનુગ, અને તત્ત્વ જાણવાના વિષયવાળી જિજ્ઞાસા હોય છે. || ૪૧
ટીકા-તારથિ પુનર્જી લિમિત્કાદ-“મનજ઼િ અર્થ તમિતિ, અતઃ “નિયમર્શ तथाविधः" शौचादिरिच्छादिरूप एव, "शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ( योगसूत्र २-३२) इति वचनात् । तदत्र द्वितीययोगात्प्रतिपत्तिरपि मित्रायां त्वेतदभाव एव तथाविधक्षयोपशमाभावात् । तथानुद्वेगो हितारम्भे = પારષેિતક્ષહિતઃ મત: Uવ તિિદ્ધ / તથા' “જિજ્ઞાસા તત્ત્વોવરા'' अद्वेषत एव तत्प्रतिपत्त्यानुगुण्यमिति ॥४१॥
વિવેચન :-આ તારા નામની બીજી દૃષ્ટિમાં બોધ (એટલે દર્શન) મિત્રા દૃષ્ટિ કરતાં કંઈક વધારે સ્પષ્ટ હોય છે. મિત્રા દૃષ્ટિમાં બોધ તૃણાગ્નિકણની તુલ્ય હતો, અને આ તારાદષ્ટિમાં છાણાંના અગ્નિકણની ઉપમાવાળો બોધ હોય છે. જો કે બન્ને દૃષ્ટિમાં બોધ મંદવીર્યવાળો અને અલ્પજીવી જ હોય છે. પ્રગટ થતાંની સાથે જ લગભગ બુઝાઈ જવાવાળો હોય છે. તો પણ મિત્રા કરતાં તારામાં કંઈક વધારે સ્પષ્ટ હોય છે. જેમ કોઈ મંદબુદ્ધિવાળા માણસને કોઈ પદાર્થ કદાચ યાદ રહ્યો હોય તો પણ બુદ્ધિની મંદતા હોવાથી અલ્પકાળ પછી તે તુરત વિસ્મૃત થઈ જાય છે. મિત્રો અને તારા દૃષ્ટિમાં થયેલું જ્ઞાન પણ થયું ન થયું અને ચાલ્યુ જનારું હોય છે. ફક્ત મિત્રા કરતાં તારામાં કંઈક વધારે સ્પષ્ટ અને વધુ કાળ રહેવાવાળું હોય છે. તથા તૃણ અને છાણાંનો અગ્નિ અતિશય નિસ્તેજ અને દુર્બળ હોવાથી વસ્તુતત્ત્વને જોતાં જોતાં તો ચાલ્યો જ જાય છે. તેમ આ દૃષ્ટિકાળે જ્ઞાનદશા નિસ્તેજ અને દુર્બળ હોય છે. વિષય-કષાયોની બળવત્તરતા અદ્યાપિ ચાલુ જ હોય છે. પરંતુ મુક્તિ પ્રત્યે કંઇક અંશે અષ આવ્યો છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org