________________
૧૭૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૦ (૨) વચનોથી વિવિધ છંદવાળા, શ્રેષ્ઠભાવવાહી શ્લોકોથી સ્તુતિ પ્રાર્થના કરવા રૂપ હૈયાના ઉત્સાહ પૂર્વક નમસ્કાર કરવા.
(૩) પ્રદક્ષિણા આપવા પૂર્વક વિનય સહિત કાયાથી પ્રણામ કરવા તે.
(૪) એ જ પ્રમાણે ઉપકારી, પરમવૈરાગી સદ્ગુરુ પ્રત્યે પણ શ્રદ્ધા, પ્રીતિ, બહુમાન, ગુણોની સ્તુતિ રૂપી નમસ્કાર અને વંદનાદિ કરવા રૂપ પ્રણામ.
દેવ અને ગુરુ પ્રત્યે આવેલ બહુમાન, નમસ્કાર, અને પ્રણામાદિ આ ત્રણે સંશુદ્ધ હોય છે. સંશુદ્ધ એટલે કે અત્યંત ઉપાદેય બુદ્ધિપૂર્વક, સંસાર સુખની આહારાદિસંજ્ઞાઓનું વિષ્ક્રમણ કરનાર, અને પારભવિકાદિ સુખની અપેક્ષા રહિત એવાં પ્રણામાદિ હોય છે.
(૫) સંસાર પ્રત્યે અંતરંગ પરિણતિ પૂર્વક સહજ વૈરાગ્ય, ભવોગ.
(૬) યથાશક્તિ દ્રવ્યથી અભિગ્રહોનું ધારણ અને પાલન. પાપો પ્રત્યે હેયબુદ્ધિ થવાથી શક્તિને અનુસારે પાપોવાળા કાર્યોના ત્યાગના અભિગ્રહો.
(૭) મુક્તિનો અદ્વેષ છે. તેથી કંઈક પ્રીતિ થાય છે. આ કારણથી તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે મુક્તિની પ્રાપ્તિ તથા તેના માર્ગની પ્રાપ્તિ શાસ્ત્રાભ્યાસથી થાય છે. માટે શાસ્ત્રો ભણે, ભણાવે, લખે, લખાવે, વસ્ત્રપુષ્પાદિથી પૂજા કરે, પ્રભાવના કરે પ્રકાશિત કરે, ગુરુમુખે બહુમાનપૂર્વક શાસ્ત્રાર્થનું શ્રવણ કરે.
(૮) આ યોગબીજનું સેવન અથવા સંજોગો સાનુકૂળ ન હોય તો તે યોગબીજનું વારંવાર શ્રવણ કરે છે. યોગબીજના શ્રવણ પ્રત્યે અને તેને સમજાવનારા ગુરુ પ્રત્યે ભક્તિબહુમાન. તથા પૂર્ણ ઉપાદેયભાવની બુદ્ધિ, આ યોગબીજ જ બોધિબીજનાં કારણ છે. એમ મનમાં યોગબીજ પ્રત્યે પ્રીતિ જામે છે. વારંવાર આ યોગબીજના સેવન અને શ્રવણથી આ જીવનો ભાવમલ વધારે ને વધારે ક્ષય થતો જાય છે. અને જેમ જેમ ભાવમલ વધુ ક્ષય થતો જાય છે તેમ તેમ ચિત્તરૂપી ભૂમિ ચોખી થતી જાય છે. તેમાં યોગબીજની વાવણી સારી થતી જાય છે. આ બધું આ જીવને ચરમાવર્તમાં પણ બહુ કાલ ગયા પછી થાય છે. ચરમાવર્ત કાળે દુઃખી જીવો ઉપર અત્યંત કરૂણા, ગુણવાનું મહાપુરુષો ઉપર અદ્વેષ, અને સર્વત્ર ઉચિતાચરણનું સેવન એ ત્રણ લક્ષણો તે જીવમાં પ્રગટે છે. તેનાથી વધારે વધારે ભાવલિનો ક્ષય થતાં થતાં આ જીવની તથાભવ્યતા પાકે છે અને ચરમ યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ કરે છે. અને અવંચકત્રયની પ્રાપ્તિ, શુભનિમિત્તનો યોગ, અને સત્કામાદિ ગુણો પ્રાપ્ત થાય છે. જે આ આત્માને ગ્રંથિભેદની પાસે લાવીને મુકે છે. આ કરણ જો કે યથાપ્રવૃત્તકરણ છે. તો પણ અપૂર્વકરણની નજીક હોવાથી, અને અવશ્ય અપૂર્વકરણ થવાનું જ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અપૂર્વકરણ પણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org