________________
૧૬૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩૮
તથા અભવ્ય જીવ હોય ત્યારે આવા પ્રકારનાં યથાપ્રવૃત્તકરણ (નદી ગોલ-ઘોલન્યાયથી આવતા સ્મશાનીયા વૈરાગ્ય જેવો સહજ અલ્પવૈરાગ્યવાળો આત્મપરિણામ) ઘણી વખત આવી જાય છે. તેનાથી સાતકર્મોની સ્થિતિ આ જીવ હળવી કરે છે અને પુનઃ બાંધીને દીર્ઘ કરે છે. તેમ કરતાં કરતાં જેની તથાભવ્યતા પાકી ચૂકી છે. માત્ર ઉત્તરાર્ધ જેટલો જ ચરમાવર્ત કાળ વધુમાં વધુ જેનો બાકી છે એવા કોઈ આસન્નભવ્ય આત્માને પાછળ ગ્રંથિભેદ કરાવીને નિશ્ચિતરૂપે અપૂર્વકરણ કરાવે જ એવું જે યથાપ્રવૃત્તકરણ થાય છે. તે ને ચરમયથાપ્રવૃત્તકરણ કહેવાય છે. તેવા ચરમ યથાપ્રવૃત્તકરણના કાળે જ ઉપરોક્ત ભાવો આવે છે. કે જે યથાપ્રવૃત્તકરણનું સ્વરૂપ પૂર્વે દશમી ગાથામાં કહેલું છે. તેવા યથા-પ્રવૃત્તકરણમાંના ચરમકરણમાં આ ભાવો જીવને પ્રાપ્ત થાય છે. આ ઉત્તમ ભાવોની પ્રાપ્તિનો કાળ જણાવ્યો. હવે કયા કારણથી પ્રાપ્ત થાય છે! તે જણાવે છે કે
(૨) આત્માની અંદર અનાદિકાળનો જામેલો જે ભાવમલ છે તેનો ક્ષય થવાથી ઉપરોક્ત યોગ બીજ આવે છે આ જીવનો જેમ જેમ ભાવમલ ક્ષય થતો જાય છે તેમ તેમ તેની યોગ્યતા વધતી જાય છે. એટલે કે તથાભવ્યતા પાકે છે. તથાભવ્યતા બરાબર પાકવાથી શુભનિમિત્તો મળે છે. તેનાથી વધારેને વધારે ભાવમલ ક્ષય થતો જાય છે. ભાવમલ વધારે ક્ષીણ થવાથી સટૂણામાદિ યોગબીજ મળે છે. અને તેનાથી અવંચક ભાવ (યોગાવંચકાદિ) આવે છે. એમ દિન-પ્રતિદિન વધારેને વધારે ભાવમલ ક્ષય થતાં ચરમાવર્તનો પૂર્વ અર્ધકાલ પસાર થઈ જતાં ચરમ યથાપ્રવૃત્તકરણમાં જીવ પ્રવેશ પામે છે કે જેનું ફલ ગ્રંથિભેદ છે. અને તેના દ્વારા મુક્તિબીજ રૂપ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. આ ઉત્તમ ભાવોનું કારણ જણાવ્યું.
(૩) આ યોગબીજ કયા જીવને આવે છે ? તેનો ઉત્તર એ છે કે અત્યંત નજીક છે ગ્રંથિભેદ જેને એવા જીવને આ યોગબીજ આવે છે. ભાવમલ ક્ષીણ થતાં આવા પ્રકારનાં ઉત્તમ યોગબીજ મળવા દ્વારા આ જીવ હવે નિયમા ગ્રંથિભેદ કરે જ છે. ચરમાવર્ત, ચરમયથાપ્રવૃત્તકરણ, તથાભવ્યત્વનો પરિપાક અને અતિશય ભાવમલ રૂપ દોષનો ક્ષય આ જ્યારે થાય છે ત્યારે આ જીવની દૃષ્ટિ કંઈક ખૂલે છે. જે આ જીવ પૂર્વે સંસાર- સુખરસિક પુદ્ગલાનંદી હતો, તેથી આત્મ-હિત ભણી તેની દૃષ્ટિ બંધ જ હતી તે હવે કંઈક અંશે ખૂલે છે. અને આત્મ-હિત એ જ મારૂં યથાર્થ-સાચું કર્તવ્ય છે તેવી કંઇક નિર્મળ દષ્ટિ બને છે. પૂજ્ય આનંદઘનજી મ. કહે છે કે
ચરમાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક, દોષ ટળે વળી દૃષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વા (સંભવ૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org