________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૬૫
ગાથા : ૩૮
ધર્મકાર્યમાં ધૃતિ-શ્રદ્ધા- સુખા-વિવિદિષા અને વિજ્ઞપ્તિ રૂપ પાંચ પ્રકારની આ વૃત્તિઓના કારણે એટલે શુભ વૃત્તિઓના પ્રભાવે જ સ્થૂલ-સ્થૂલ હિંસાદિ પાપનાં કાર્યો સ્વરૂપ અકાર્યને કરાવનારી વૃત્તિઓનો નિરોધ કરવા પૂર્વક દાન-શીયલ-તપ-ભાવનાદિ સ્વરૂપ આત્મહિતકારી કાર્યના વિષયમાં પ્રવૃત્તિ કરે છે. શુભકાર્યમાં ધીરજ- શ્રદ્ધા- સુખા-વિવિદિષા અને વિજ્ઞપ્તિ રૂપ વૃત્તિઓ વધવાથી તેનું બળ એવું વધતું જ જાય છે કે જેના લીધે હિંસા-જૂઠ-ચોરી આદિ સ્થૂલ મહાપાપોની પ્રવૃત્તિ રૂપ અકાર્યોમાં (ન કરવા લાયક કાર્યોમાં) પ્રવૃત્તિને તે અટકાવે છે અર્થાત્ આવી પ્રવૃત્તિઓ અટકી જ જાય છે. અને યથાશક્તિ દાન આપવા વડે પરોપકાર કરવાનું, સદાચાર પાલન વડે સ્વોપકારનું, બાહ્યઅત્યંત૨ તપના આસેવન વડે મૂર્છા-મમતા જીતવાનું અને સર્વજગતનું કલ્યાણ થાઓ એવી ઉત્તમોત્તમ ભાવના ભાવવાનું હિતકારી કાર્ય આ જીવ કરે છે. હિતકારી કાર્યમાં જ સતત વધુને વધુ પ્રવૃત્તિશીલ રહે છે. ૩૭ના
एतदनन्तरोदितमखिलमेव यदोपजायते तदभिधातुमाह
હમણાં કહેલ આ અવંચક યોગાદિત્રય વગેરે સર્વ વસ્તુઓ આ જીવને જે અવસ્થામાં પ્રાપ્ત થાય છે તે કહેવા માટે જણાવે છે કે
૫ ૨૮૫
ગાથાર્થ = ચરમ યથાપ્રવૃત્તકરણ આવે છતે ભાવમલ અલ્પ થવાથી આસન્ન છે ગ્રંથિભેદ જેને એવા આત્માને આ સમસ્તભાવો પ્રાપ્ત થાય છે. ॥ ૩૮॥
ટીકા - ‘‘યથાપ્રવૃત્તરને’’-પ્રા વ્યાવિિતસ્વરૂપે ‘‘મે’’ પર્યન્તવૃત્તિનિ 'अल्पमलत्वतः कारणात् “आसन्नग्रंथिभेदस्य " सतः, समस्तमनन्तरोदितं "जायते ઘઃ '' તદ્વિતિ રૂ૮॥
!!
""
यथाप्रवृत्तकरणे, चरमेऽल्पमलत्वतः । आसन्नग्रंथिभेदस्य, समस्तं जायते ह्यदः
11
ટીકાનુવાદ :- દુ:ખી જીવો ઉપર અત્યન્ત કરૂણા, ગુણવાન્ પુરુષો ઉપર અત્યન્ત પ્રીતિ, ઔચિત્યતા પૂર્વક આચરણનું આસેવન, શુભ નિમિત્તોનો સંયોગ, યોગાદિ અવંચકત્રયની પ્રાપ્તિ, ઇત્યાદિ ઉપરના શ્લોકોમાં કહેલ સર્વ ઉત્તમભાવોની પ્રાપ્તિ આ જીવને (૧) કયા કાલે થાય છે ? (૨) કયા કારણથી થાય છે? અને (૩) કેવા પ્રકારના જીવને થાય છે ? આ ત્રણ બાબતોનો આ ગાથામાં ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
(૧) આ જીવ અનાદિકાળથી અપરિમિત સંસારમાં જન્મ-મરણ કરતો રખડે છે. તેવા પ્રકારના ભવ્યજીવનો અચરમાવર્ત્તકાળ હોય કે ચરમાવર્તનો પૂર્વાર્ધકાળ હોય ત્યારે
For Private & Personal Use Only
www.jainelibrary.org