________________
ગાથા : ૩૭ યોગદષ્ટિ સમુચ્ચય
૧૬૩ રીતે આ યોગી મહાત્મા વૃત્તિમાત્રથી જ (ધૃતિમાત્રથી જ) આત્મહિતમાં પ્રવૃત્તિ કરે છે. [૩૭ll
ટીકા “અવ્યયઃ” ક્ષીપ્રાય: શ્ચિત્તલિઃ 'कण्ड्वादिभिः "न बाध्यते"-व्याधेरल्पत्वेन न बाध्यते । किं चेत्याह- "चेष्टते च-राजसेवादौ, "इष्टसिद्ध्यर्थं"-कुटुम्बादिपालनाय, एष दृष्टान्तोऽयमर्थोपनय इत्याह, वृ(५)त्यैव धर्मयोनिरूपया एतच्च "वृत्तिः (धृतिः) श्रद्धा सुखा famતિષ વિજ્ઞિિત થયોનાં:”રૂતિ વંદનાત્ | તનયા તુમૂતયા, “''. योगी तथाल्प-व्याधिपुरुषवत्स्थूराकार्यप्रवृत्तिनिरोधेन, "हिते" हितविषये दानादौ ચેષ્ટા રૂતિ રૂા.
- વિવેચન :- કોઈ પણ પ્રતિનિયત વસ્તુને સમજાવવા માટે બે જાતની યુક્તિ અને તેને અનુસરતાં બે જાતનાં દૃષ્ટાંત હોય છે. (૧) અન્વય, અને (૨) વ્યતિરેક, વિધાન ભાવે (હકારાત્મક ભાવે) જે સમજાવવું તે અન્વય કહેવાય છે. જેમકે જ્યાં
જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં ચેતના હોય છે અથવા જ્યાં જ્યાં ચેતના હોય છે ત્યાં ત્યાં જીવ હોય છે જેમકે દેવદત્ત-યજ્ઞદત્ત વગેરે, આ અન્વય કહેવાય છે. તત્ત્વ તત્ત્વમ્ એ અન્વયનું લક્ષણ છે. ન્યાયશાસ્ત્રમાં તેને અન્વય વ્યાપ્તિ કહેવાય છે. તથા નિષેધભાવે (નકારાત્મકપણે) જે સમજાવવું તે વ્યતિરેક છે. જેમકે જ્યાં જ્યાં જીવ ન હોય ત્યાં ત્યાં ચેતના ન હોય, અથવા જ્યાં જ્યાં ચેતના ન હોય ત્યાં ત્યાં જીવ ન હોય તે વ્યતિરેક. જેમકે ઘટ પટ ઇત્યાદિ તત્તે ત ત્ત્વમ્ એ વ્યતિરેકનું લક્ષણ છે ન્યાયશાસ્ત્રમાં તેને વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય છે. પૂર્વની ૩૬મી ગાથામાં વ્યતિરેકથી સમજાવવામાં આવ્યું કે જેમ મંદચક્ષુવાળો પુરુષ સમ્યગૂ પ્રકારે જોઈ શકતો નથી તેમ ભાવમલ ઘનીભૂત હોતે છતે આ જીવને સાધુપુરુષ પ્રત્યે સમ્યક્ પ્રતીતિ (શ્રદ્ધા) થતી નથી. એ જ વાત હવે અન્વયથી આ ગાળામાં સમજાવે છે કે
કોઇ પુરુષને શરીરમાં પ્રથમ ઝાઝો રોગ થયો હોય, તેના વિકારો વડે તે પીડાતો હોય, વૈદ્યો પાસે જઈ વારંવાર હિતકારી ઔષધ લઈને તેનું સેવન-પ્રતિપાલન કર્યું હોય, અને તે ઔષધસેવનથી જેનો રોગ નષ્ટપ્રાયઃ બની ચૂક્યો હોય લગભગ રોગ મટી ગયો હોય અલ્પમાત્રાએ જ તે રોગ હવે બાકી રહ્યો હોય તેવો, અલ્પવ્યાધિવાળો તે પુરુષ તે રોગોથી થતા વિકારો વડે જેમ બહુ પીડા પામતો નથી, ઉબકા આવવા, વમન થવું, બેચેની રહેવી, ખંજવાળ આવવી, કામકાજમાં સુસ્તી લાગવી, માથામાં ભાર ભાર લાગવું, અજીર્ણ થવું, ઇત્યાદિ વિકારો આવા અલ્પવ્યાધિવાળાને થતા નથી, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org