________________
૧૬૨ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩૭ આ જ વાતનું સમર્થન પ્રતિસ્પર્ધી વસ્તુની ઉપમા વડે ગ્રંથકાર કરે છે કે મન્દલોચનવાળો પુરુષ એટલે કે જેની આંખમાં મોતીયો, ઝામર આદિ કોઈને કોઈ દોષ છે અથવા હીનતેજ છે એવી આંખવાળો પુરુષ શું કદાપિ રૂપને સમ્યગૂ પ્રકારે જોઈ શકે છે? લક્ષણ- વ્યંજન વગેરેના સંપૂર્ણપણાનડે રૂપને શું નિહાળી શકે છે? અર્થાત્ ન જ નિહાળી શકે, તેમ અહીં સમજવું, સારાંશ એ છે કે મંદ લોચનવાળો પુરુષ રૂપને જોઈ તો શકે છે. પરંતુ તે રૂપનું લક્ષણ (સ્વરૂપ) કેવું છે ! રૂપમાં જેટલી શ્વેતતા, કૃષ્ણતા, પીતતાદિ હોય તેટલી શું દેખાય ? અર્થાત્ ન જ દેખાય, માત્ર ઝાંખું ઝાંખું જ દેખાય, રૂપનું યથાર્થ લક્ષણ જેવું રૂપ છે તેવુ રૂપનું સ્વરૂપ મંદલોચનવાળાને ન દેખાય, તથા “વ્યંજન એટલે વિષય,” રૂપ બરાબર ન દેખાવાથી તે રૂપવાળો જે પદાર્થ (વિષય) છે. તે પણ યથાર્થપણે ન જ દેખાય, એમ લક્ષણથી (સ્વરૂપથી) અને વજનથી (વિષયથી) રૂપ અને રૂપવાન્ પદાર્થ યથાર્થપણે મંદલોચનવાળો પુરુષ ઇંદ્રિયદોષથી જોઇ શકતો નથી, તેવી જ રીતે ભાવમલ જેનો ઓછો થયો નથી, અને તેથી જેનાં અંતરચક્ષુ ખુલ્યાં નથી એવો જીવ પુરુષને બરાબર સ્વરૂપથી ઓળખી શકતો નથી, સપુરુષ તરીકે પરિચય કરી શકતો નથી. સાચો સંબંધ જ પામતો નથી તો પછી તેમના પ્રત્યે પ્રીતિ-વિશ્વાસ કે પ્રતીતિ થવાની વાત તો સંભવે જ ક્યાંથી ! શાસ્ત્રમાં બીજું પણ આવું જ એક દષ્ટાન્ત છે કે જેમ પાંગળો માણસ ઉંચા વૃક્ષની શાખાનો સ્પર્શ કરી શકતો નથી, તેમ તીવ્ર ભાવમલવાળો પુરુષ પુરુષોને સપુરુષ તરીકે પીછાણી શકતો નથી. પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. શ્રી કહે છે કે
सत्सु सत्त्वधियं हन्त, मले तीव्र लभेत कः । __ अङ्गल्या न स्पृशेत् पङ्गः, शाखां सुमहतस्तरोः ॥ द्वात्रिंशद्वात्रिंशिका ॥३६॥ अधुनान्वयसारमधिकृतवस्तुसमर्थनार्यवाह
ઉપરની ગાથામાં વ્યતિરેકની પ્રધાનતાએ પ્રતિસ્પર્ધી ઉદાહરણથી આ પ્રસ્તુત વિષયનું જેમ સમર્થન કર્યું. તે જ રીતે હવે અન્વયની પ્રધાનતાએ પ્રસ્તુત વસ્તુનું જ સમર્થન કરતાં સમજાવે છે કે
अल्पव्याधिर्यथा लोके, तद्विकारैर्न बाध्यते ।
चेष्टते चेष्टसिद्ध्यर्थं, वृ (धृत्यैवायं तथा हिते ॥३७॥ ગાથાર્થ = સંસારમાં જેમ અલ્પ વ્યાધિવાળો પુરુષ તે વ્યાધિના વિકારો વડે પીડા પામતો નથી, અને પોતાના ઈષ્ટકાર્યની સિદ્ધિ માટે પ્રવૃત્તિ કરે છે. તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org