________________
૧૬૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
તત્ત્વપ્રીતિ કર પાણી પાએ, વિમલાલોકે આંજી જી ॥
લોયણ ગુરુ પરમાત્ર દીએ, તબ ભ્રમ જાયે સવી ભાંગીજી સેવો ભવિયાં વિમલ જિનેશ્વર ॥ શ્રી આનંદઘનજી
પ્રશ્ન :-પરંતુ આવા અંજન આંજનારા સદ્ગુરુનો યોગ ક્યારે મળે ! અને મળે તો પણ તેઓની સદ્ગુરુ તરીકેની ઓળખાણ ક્યારે થાય !
ગાથા ઃ ૩૪
ઉત્તર ઃઅન્ય હેતુ: પરમ: તથાભાવમનાલ્પતા-આવા ઉત્તમ સદ્ગુરુનો યોગ આ જીવની તેવા પ્રકારની ભાવમલની અલ્પતા થઇ હોય ત્યારે જ તે ભાવમલની અલ્પતાના નિમિત્તે જ મળે છે. આ આત્માની મોહજન્ય અંદરની મલિનતા જ્યારે અલ્પ થઇ હોય, મંદ પડી ત્યારે જ આવા સત્પુરુષનો સમાગમ થાય છે. એવા પ્રકારનાં ભાવપુણ્ય પ્રગટ્યાં હોય ત્યારે જ ઉત્તમ નિમિત્તો મળી આવે છે અઘાતીકર્મોની ૪૨ પ્રકૃતિઓનો જે ઉદય તે દ્રવ્યપુણ્ય કહેવાય છે અને ઘનઘાતી કર્મોનો અને વિશિષે મોહનીયકર્મનો જે ક્ષયોપશમ તે ભાવપુણ્ય કહેવાય છે. રત્નનો મલ જેમ જેમ દૂર થાય છે તેમ તેમ તેની કાંતિ-પ્રકાશ-ચળકાટ ઝળહળી ઉઠે છે. કાંતિ લાવવા માટે બીજો કોઇ પ્રયત્ન કરવો પડતો નથી. કારણકે જે મેલ હતો તે પરાયો હતો અર્થાત્ પર દ્રવ્યજન્ય હતો, પરંતુ કાંતિ તો સ્વયં સહજ પોતાની જ છે માત્ર ઉપર લાગેલ મેલ જ ૫૨-દ્રવ્યકૃત હોવાથી દૂર કરવાનો હોય છે. તેવી જ રીતે આ આત્માની મોહજન્ય (રાગાદિ કષાય જન્મ) અને અજ્ઞાનજન્ય મલીનતા જ પ૨ – દ્રવ્યકૃત હોવાથી તે દૂર કરવાની છે. તે જેમ જેમ દૂર થતી જાય છે તેમ તેમ આ આત્માની પરમાર્થ સાધવાની યોગ્યતા રૂપ કાંતિ અધિકને અધિક સ્વયં ઝળહળે છે. દૃષ્ટિનો પ્રકાશ અધિકાધિક ખીલી ઉઠે છે. કારણ કે તે સ્વદ્રવ્યજન્ય છે. અન્ય દ્રવ્યના યોગથી નથી.
આ રીતે આ આત્માની અંદર અનાદિકાલીન મોહની જે મલીનતા છે તે ધોવાતાં આ આત્મા નિર્મળ બને છે. તેની દૃષ્ટિ બદલાય છે. તેનાથી તેનામાં પરમાર્થ સાધવાની પાત્રતા પ્રગટે છે. પાત્રતા પ્રગટ થવા રૂપ ભાવપુણ્યોદય વધતાં લોહચુંબકથી જેમ લોહ ખેંચાય તેમ ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેંચાતો આવે છે. ત્યારબાદ તે ઉત્તમનિમિત્તોનું સતત વારંવાર સેવન કરતો કરતો પોતાની મલીનતાને વધુને વધુ ટાળતો સત્ય માર્ગે પ્રયાણ કરતો આ જીવ અંતે ૫રમાર્થપદની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે શુભનિમિત્તના સંયોગનું કારણ અવંચક ત્રય, અવંચક ત્રયનું કારણ સત્પ્રણામાદિ, અને તે સત્પ્રણામાદિનું કારણ ભાવમલની અલ્પતા છે. એમ પરસ્પર કાર્ય-કારણભાવ ગાથા-૩૩ થી ૩૫ ના આધારે જાણવો. ||૩૫॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org