________________
૧૫૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩૪
નથી. માટે સદ્ગુરુને પણ સદ્ગુરુ તરીકે ઓળખી, તેઓનો તે રીતે પરિચય કરી આત્મલક્ષ્ય સાધવામાં તેમનો યોગ જોડવો તે જ યથાર્થ યોગાવંચકતા છે. ખોટા રૂપીયાથી અને ખોટા રૂપીયાને સાચો રૂપીયો માનવાથી જેમ ફળ પ્રાપ્તિ થતી નથી. તેમ સાચા રૂપીયાને પણ સાચા રૂપીયા તરીકે ન સમજતાં જો ખોટા રૂપીયા તરીકે સમજીને ફેંકી દેવામાં આવે તો પણ ફલ પ્રાપ્તિ થતી નથી. માટે સાચા રૂપીયાથી જ અને તેને પણ સાચા રૂપીયા તરીકે જાણીને આદરવાથી જ ફળ પ્રાપ્તિ થાય છે એમ સદ્ગમાં પણ સમજવું. આ યોગાવંચકતા કહેવાય છે. આવી યોગાવચંકતા હોય તો જ ક્રિયા અને ફળની અવંચકતા પ્રાપ્ત થાય છે. જો યોગ જ વંચક હોય તો વંદનાદિ ક્રિયા અને તેનું ફળ પણ વંચક જ આવે છે. પરિચય પાતક ઘાતક સાધુ શું, અકુશલ અપચય ચેત, ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત. (સંભવ.) શ્રી આનંદઘનજી
જો મૂલ પાયો જ ખોટો માંડ્યો હોય, તો પ્રાસાદ પણ ચણી શકાતો નથી. તો મોટી ઇમારત તો ચણાય જ કેમ ! ટકે જ નહીં, તેવી જ રીતે સદ્ગુરુનો યોગ જ ન હોય, અથવા કુગુરુને સદ્ગુરુ માની લીધા હોય, અથવા સદ્ગુરુનો યોગ થવા છતાં તેને સદ્ગુરુ તરીકે ઓળખ્યા ન હોય તો ક્રિયા અને ફળ અવંચક ક્યાંથી આવે! પારસમણિ મળ્યો જ ન હોય, અથવા પત્થરને પારસમણિ માની લીધો હોય, અથવા પારસમણિ મળવા છતાં તેને પારસમણિ તરીકે ઓળખ્યો ન હોય માત્ર પત્થર તરીકે જ ઓળખ્યો હોય તો લોહને સુવર્ણ બનાવવા રૂપ કાર્યસિદ્ધિ જેમ થતી નથી તેમ અહીં સમજવું. ત્રીજી ભાવના રે સમકિત પીઠ જો દઢ સહી, તો મોટો રે ધર્મ પ્રાસાદ ડગે નહીં. પાયે ખોટે રે મોટો મંડાણ ન શોભીએ, તેહ કારણ રે સમક્તિ શું ચિત્ત થોભીએ.
(સમ્યત્વની સઝાય પૂ. યશોવિજયજી). આ રીતે ભદ્રમૂર્તિ એવા તે મહાત્માને શુભનિમિત્તોના સંયોગનું કારણ એવો સદ્દગુરુનો યોગ, વંદનાદિ ક્રિયા અને તજન્ય ફળ આ ત્રણભાવની ત્રિપુટીરૂપ “અવંચક” ભાવનો ઉદય થવાથી તેના કારણે શુભનિમિત્તોનો સંયોગ પ્રાપ્ત થાય છે જે અવશ્ય મુક્તિની પ્રાપ્તિનું કારણ બને છે. અહિં શુભનિમિત્તોના સંયોગનું કારણ અવંચકોદય ગાથા. ૩૩/૩૪માં જણાવ્યો. પરંતુ તે અવંચકોદયરૂપ ત્રિપુટીનું કારણ શું તે જાણવું પણ જરૂરી છે. તે હવે પછીની ગાથામાં જણાવે છે. ll૩૪ll एतदपि यन्निमित्तं तदभिधातुमाह
આ “અવંચકતા” પણ જે નિમિત્તોથી આવે છે તે નિમિત્તો જણાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org