________________
૧૬૧
ગાથા : ૩૬
યોગદષ્ટિ સમુચ્ચય प्रकृतवस्त्वपोद्वलनाय व्यतिरेकसारमाहપ્રસ્તુત વસ્તુ સમજાવવા માટે વ્યતિરેકની પ્રધાનતાવાળું ઉદાહરણ કહે છે
नास्मिन् घने यतः सत्सु, तत्प्रतीतिर्महोदया ।
किं सम्यग् रूपमादत्ते, कदाचिद् मन्दलोचन: ? ॥३६॥ ગાથાર્થ = જે કારણથી આ ભાવમલ ઘનીભૂત હોતે છતે સાધુપુરુષો પ્રત્યે મહોદયવાળી સત્યપ્રતીતિ (સાચી દૃષ્ટિ) થતી નથી. જેમ મંદલોચનવાળો પુરુષ રૂપને કોઈ દિવસ શું સમ્ય૫ણે જોઈ શકે ? અર્થાત્ ન જોઈ શકે તેમ ૩૬I
ટીકા-“નાઅિભાવમત્તે, “ વલ્લે, તઃ લુંસાથુ; “તપ્રતીતિઃ -સસ્પ્રતીતિર્મવતિ | વિવિશિષ્ટાદ-“પા' અમ્યુથિક્વેર | प्रतिवस्तूपमयाऽमुमेवार्थमाह "किं सम्यग् रूपमादत्ते?" लक्षणव्यञ्जनादिकात्स्न्र्येन ઋવિદ્ મન્વનર: 'ન્દ્રિયોષાત્રા વેલ્યર્થ. રૂદ્દા
વિવેચન :- આત્માનો ભાવમલ ક્ષીણ થયે છતે સત્કામાદિ, તેનાથી અવંચકત્રય, અને તેનાથી શુભનિમિત્તોનો સંયોગ. ઇત્યાદિ કાર્ય-કારણ ભાવના ક્રમથી સદ્ગુરુનો યોગ આદિ ઉત્તમ-નિમિત્ત આ જીવને મળે છે એમ પૂર્વની ૩૫મી ગાથામાં કહેવામાં આવ્યું છે. એ જ વાતનું સમર્થન કરવા વ્યતિરેકદૃષ્ટાન્ત (એટલે નિષેધાત્મક એવું વિરોધી ઉદાહરણ) સમજાવે છે. કે આ ભાવમલ જ્યારે આત્મામાં ઘનીભૂત હોય છે. ગાઢપ્રગાઢ હોય છે ત્યારે પ્રાયઃ પુરુષોનો સંયોગ જ થતો નથી, અને કદાચ થાય તો પણ મહોદય કરાવે (આત્માની કલ્યાણના માર્ગે ચડતી કરાવે) એવી સમ્પ્રતીતિ-શ્રદ્ધા થતી નથી. સદ્ગુરુ પ્રત્યે સાચો વિશ્વાસ-પ્રેમ જામતો નથી. આ જ મહાત્મા મારા આત્માના તારક છે. એવી સાચી દૃષ્ટિ ખીલતી નથી આ આત્માની અંદરની મલિનતા (કષાયોની તીવ્રતા) જ્યાં સુધી મોળી પડતી નથી ત્યાં સુધી સંતો પ્રત્યે સાચી શ્રદ્ધા થતી નથી, કદાચ કોઈ સંતનો યોગ થઈ જાય, કદાચ તે સંતની ઓળખાણ-પરિચય પણ થઈ જાય તો પણ સંસારસુખની પ્રાપ્તિમાં મંત્ર-તંત્ર-ઔષધિ અને જડીબુટ્ટીની શોધમાં જ તેમનો ઉપયોગ કરે છે. કારણ કે મોહજન્ય મલિનતા મોળી પડી નથી. સંસારસુખની અભિલાષા તીવ્ર છે. તેથી આવા ખોટે રસ્તે જાય છે. પરંતુ અભ્યદયાદિના (અભ્યદય એટલે પરંપરાએ મુક્તિહેતુ બને એવા પુણ્યાનુબંધી પુણ્ય માટે કે કર્મોની નિર્જરા) માટે આ પ્રતીતિ થતી નથી. યો. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org