________________
૧૫૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩૩ વડે જ પામવાનો હતો. પૂર્વે ત્રીજા ભવમાં માસક્ષમણના પારણે માસક્ષમણ કરવા રૂપ પુરુષાર્થ, ચરમભવમાં સાડા બાર વર્ષ ઘોર ઉપસર્ગ-પરિષહ સહન કરવા રૂપ પુરુષાર્થ, ધ્યાન, તપ, ચારિત્ર સેવવા રૂપ પુરુષાર્થ દ્વારા જ મહાવીરપણાના પર્યાયને પામવાના હતા, એ વાત કેમ ભૂલી જવાય છે? મહાવીર પ્રભુ દીક્ષાકાળે ચાર જ્ઞાનવાળા (અને જન્મકાળે ત્રણ જ્ઞાનવાળા) જ્યારે હતા ત્યારે પણ પોતાના કેવળજ્ઞાનપર્યાયને નિયતપણે જાણતા હોવા છતાં દીક્ષા લેવાનો, અને તપ-ધ્યાન-ચારિત્ર પાળવાનો પુરુષાર્થ કેમ આદર્યો! માટે નિયતિ પણ પુરુષાર્થાદિ કારણો સાપેક્ષ જ નિયત છે. એકાંતે નિયતિ પણ નિયત નથી પાંચ કારણોમાં આપણે નિયતિને પણ અવશ્ય માનવાની જ છે પરંતુ પુરુષાર્થને સાથે રાખીને માનવાની છે. એકલી નિયતિને પ્રધાન કરવી જોઈએ નહીં. એવી જ રીતે નિમિત્ત સાપેક્ષ એવું ઉપાદાન જ કાર્ય સાધક છે. કેવળ એકલું ઉપાદાન કાર્ય સાધક નથી જ, વ્યવહાર સાપેક્ષ એવો નિશ્ચય ઉપકારક છે. કેવળ એકલો નિશ્ચય ઉપકારક નથી. એ રીતે આવો કોઇપણ એકાન્તવાદનો માર્ગ આત્માને ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરનાર છે. એવી જ રીતે ઉપાદાન સાપેક્ષ નિમિત્ત, અને નિશ્ચય સાપેક્ષ એવો વ્યવહાર ઉપકારક છે. સ્યાદ્વાદી-આત્માઓને બન્ને નયો સાપેક્ષપણે જ ઉપકારી હોય છે. આ બાબતમાં પૂર્વના મહાત્મા યોગીપુરુષોનાં વચનો પ્રમાણભૂત આ પ્રમાણે છેકારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ છે પણ કારણ વિણ કારજ સાધીએ રે ! એ નિજ મત ઉન્માદ (સંભવ.) આનંદઘનજી. કારણ સે કારજ સીધે હો, એહ અનાદિકી ચાલ | લલના | દેવચંદ્ર પદ પાઈએ હો, કરત નિજભાવ સંભાલ | લલના || શ્રી દેવચંદ્રજી કર્તા કારણ યોગ કારજ સિદ્ધિ લહેરી | કારણ ચાર અનૂપ કાર્યાથી તેહ ગહેરી (અણમો શ્રી અરનાથ) શ્રી દેવચંદ્રજી ઉપાદાન ઉપાદાન પરિણતિ નિજ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન | પુષ્ટ અપુષ્ટ દુવિધ તેં ઉપદિશ્યો રે, ગ્રાહકવિધિ આધીન છે (મુનિસુવ્રત) શ્રી દેવચંદ્રજી નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત વાણી | પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી છે (પ્રણમો) શ્રી દેવચંદ્રજી
- આ રીતે ઉપાદાન અને નિમિત્ત એમ બન્નેની તથા નિશ્ચય અને વ્યવહાર એમ બન્ને નયોની અપેક્ષા રાખવી. પરંતુ એકાન્ત એકની પ્રધાનતા ન કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org