________________
૧૫૫
ગાથા : ૩૪
યોગદૃષ્ટિ સમુચ્ચય આ રીતે દુ:ખી પ્રત્યે દયા આદિ લક્ષણોવાળો જીવ પ્રભૂત ભાવમલના ક્ષયવાળો અને ચરમાવર્તી જાણવો, મોહનીયકર્મનો ક્ષયોપશમ થવાથી (એટલે મોહ મંદ થવાથી) અવંચકભાવવાળા યોગાદિ પ્રાપ્ત થાય છે. અને અવંચક યોગાદિથી પુણ્યાનુબંધી પુણ્યના કારણે ઉત્તમ નિમિત્ત સંયોગ પ્રાપ્ત થાય છે. આવા પ્રકારના શુભ નિમિત્તોના સંજોગોથી પોતાનું વીર્ય (પોતાનો પુરુષાર્થ) આત્મહિત ભણી અને વિષયભોગોની નિવૃત્તિ ભણી વળે છે. તેને જ સદ્દવીર્ય (સત્ય પુરુષાર્થ) કહેવાય છે. આ રીતે શુભનિમિત્તોની પ્રાપ્તિ, અને તે નિમિત્તોનું ઉપાદાનની શુદ્ધિમાં મુંજન કરવું એ જ મહોદય કહેવાય છે. આવો આત્મા એ જ મહાત્મા બને છે. તે કાળક્રમે અવશ્ય પોતાનું કલ્યાણ સાધે છે. ૩૩ll. "अवञ्चकोदयात्" इत्युक्तं, अत एतत्स्वरुपप्रतिपिपादयिषयाऽऽह
અવંચક યોગાદિના ઉદયથી એમ ઉપર જે કહેવામાં આવ્યું છે. એથી એના સ્વરૂપને પ્રતિપાદન કરવાની ઇચ્છાથી જણાવે છે કે
योगक्रियाफलाख्यं यत्, श्रूयतेऽवञ्चकत्रयम् ।
साधूनाश्रित्य परममिषुलक्ष्यक्रियोपमम् ॥३४॥ ગાથાર્થ = શાસ્ત્રોમાં યોગ ક્રિયા અને ફળ નામનાં જે અવંચક ત્રય (ત્રિપુટી) સંભળાય છે તે સાધુ પુરુષોને આશ્રયી (સપુરુષોને આશ્રયી) ઇષ (બાણ) દ્વારા લક્ષ્યને વિંધવાની ક્રિયાની ઉપમા સમાન પરમ ઉત્તમ ત્રિપુટી છે. li૩૪
ટીકા - યોગક્રિયાના ચશ્મા શ્ર મવગ્નત્રયીને-રોગવિજી, क्रियावञ्चकः फलावञ्चकः" इति वचनात् । अव्यक्तसमाधिरेवैष तदधिकारे पाठात्, चित्रक्षयोपशमतस्तथाविध आशयविशेष इति । एतच्च "साधूनाश्रित्य"-साधवो मुनयः, “परं अवञ्चकत्रयम्" स्वरूपतस्त्वेतद् "इषुलक्ष्यक्रियोपमम्" शरस्य लक्ष्यक्रिया तत्प्रधानतया तदविंसवादिन्येव, अन्यथा लक्ष्यक्रियात्वायोगात् । एवं साधूनाश्रित्य योगावञ्चकस्तद्योगाविसंवादी । एवं तद्वन्दनादिक्रिया तत्फलं चाश्रित्यैष एवमेव द्रव्यत इति ॥३४॥
વિવેચન - યોગાવંચક, ક્રિયાવંચક, અને ફ્લાવંચક એ નામના ત્રણ અવંચક (અવંચકની ત્રિપુટી) શાસ્ત્રોમાં જે સંભળાય છે. તે અવ્યક્તસમાધિ જ છે કારણ કે “યોગાવંચક, ક્રિયાવંચક, અને ફલાવંચક એમ ત્રણ અવંચકભાવો છે” એવું શાસ્ત્રવચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org