________________
૧૪૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩૩ अनुकम्पाऽनुकम्प्ये स्याद्, भक्तिः पात्रे तु सङ्गता । અન્યથાથીતુ વાતૃU/મતિવારપ્રસાિ છે (૩. યશો. તાન દ્વા. દા.)
અર્થ - આ જીવ ઉચિતતાનું અનુસરણ કરતો હોવાથી અસ–વૃત્તિ થતી નથી. નિયમા સમ્પ્રવૃત્તિ જ થાય છે. આ જ નક્કી કર્મક્ષય (બહુ એવો ભાવમલક્ષય) મનાયો છે. (યોગબિંદુ-૩૪૦)
અનુકંપ્ય ઉપર અનુકંપા કરવી. અને પાત્રને વિષે ભક્તિ કરવી એ ઉચિત છે. દાતાઓની અન્યથાબુદ્ધિ અતિચાર લગાડનારી છે.
(ઉ. યશો. લા. ઠા.) આ પ્રમાણે દુઃખી જીવો ઉપર દયા, ગુણી પુરુષો ઉપર અષ, અને સર્વત્ર અવિશેષપણે ઔચિત્યાચરણ આ ત્રણ ગુણો એ જ ચરમાવર્તનાં અને પ્રભૂત ભાવમલક્ષયનાં લક્ષણો જાણવાં. આ બાહ્ય ચિહ્નો છે. આ ચિહ્નો ઉપરથી આ જીવ ચરમાવર્તમાં હશે એમ અનુમાન કરી શકાય છે. સંપૂર્ણપણે યથાર્થ તો કેવલી પરમાત્મા જ જાણી શકે છે. પરંતુ આપણે આપણા આત્માને શરમાવર્તમાં લાવવો હોય તો ઉપરોક્ત લક્ષણો મેળવવા પ્રયત્નશીલ થવું. દયાથી હૃદય કોમળ બનાવવું. પરદુઃખભંજક બનવું. ગુણીને જોઇને આનંદિત-પ્રમોદિત બનવું. આવો પુરુષાર્થ જ ભવનો પરિપાક કરે છે. અહીં કેટલાક નિયતિવાદી લોકો (ક્રમબદ્ધપર્યાયવાદી લોકો) એમ માને છે કે ભવપરિપાક થશે ત્યારે આપોઆપ શરમાવર્ત આવી જશે, જે કાળે જે થવાનું લખાયું છે તેમ થઈ જશે, બધા પર્યાયો ક્રમશઃ ગોઠવાયેલા છે જ. એમ માની પુરુષાર્થની હીનતા જણાવે છે. તે ઉચિત નથી. છબસ્થ આત્માઓ માટે પુરુષાર્થ જ પ્રધાન છે. શેષ ચાર કારણો ગૌણ છે. સમવાયી એવાં પાંચ કારણોમાં કર્મ ખપાવવા માટે છદ્મસ્થને પુરુષાર્થ પ્રધાન છે. અને ઔદયિક ભાવે વર્તતા કેવલીઓને નિયતિ પ્રધાન છે. માટે પુરુષાર્થને તોડવો નહીં. મગમાં પાકવાની યોગ્યતા હોવા છતાં ગેસ-પાણી આદિ આપવાનો પુરુષાર્થ કરીએ તો જ પાકે, માટીમાં ઘટની યોગ્યતા હોવા છતાં ચક્ર-ગુલાલ, અને દંડના પ્રયત્નથી જ ઘટ બને છે. માટે આત્માર્થી જીવે સ્વકલ્યાણમાં ગુણો પ્રાપ્ત કરવા પુરુષાર્થ જ પ્રધાન કરવો. જો કે નિયતિ પણ અંદર અવશ્ય કારણ હોય જ છે. છતાં તે નિયતિને કદાપિ મુખ્ય કરવી નહીં. ક્રમબદ્ધપર્યાયને અને નિયતિને પ્રધાન કરી પુરુષાર્થને જે લોકો ગૌણ કરે છે તે એકાન્તવાદી હોવાથી મિથ્યાદષ્ટિ છે. આવા મિથ્યાત્વમાં ફસાવું નહીં. પતશૈવમત:= જે કારણથી આમ છે એ કારણથી શું કર્તવ્ય છે તે જણાવે છે
एवंविधस्य जीवस्य, भद्रमूर्तेर्महात्मनः । शुभो निमित्तसंयोगो, जायतेऽवञ्चकोदयात् ॥३३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org