________________
ગાથા : ૨૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૩૯ (ર) પૂજના - શાસ્ત્રપ્રેમી પુણ્યાત્મા મોટી બાજોઠ ઉપર સુંદર-આકર્ષક વસ્ત્ર મૂકી તેના ઉપર પુસ્તક મૂકે છે પુષ્ય-વાસક્ષેપ આદિથી પુસ્તકની પૂજા કરે છે. મોટા સાપડા ઉપર વસ્ત્ર રાખી પુસ્તક મૂકે છે. સુંદર-આકર્ષક વસ્ત્રમાં પુસ્તક સાચવે છે. આ રીતે બહુમાનપૂર્વક શ્રુતજ્ઞાનની પૂજા કરે છે.
(૩) દાન - આત્માર્થી બીજા મુમુક્ષુઓને પુસ્તક ભણવા માટે આપે છે. શાસ્ત્રોની પ્રભાવના કરે છે. ભણેલું જ્ઞાન બીજાને ભણાવે છે. આપે છે. નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહભાવે અન્યને પણ વધારેને વધારે શ્રુતજ્ઞાન મળે તે રીતે પ્રવૃત્તિ કરે છે.
(૪) શ્રવણ - ઉત્તમ નિગ્રંથ મુનિનાં વ્યાખ્યાન સાંભળે છે. અથવા આત્માર્થીસમ્યજ્ઞાની-પરમવૈરાગી-મુમુક્ષુ આત્મા વડે કરાતું ધર્મશાસ્ત્રોનું વ્યાખ્યાન-પ્રવચન સાંભળે છે.
(૫) વાચના - ઉત્તમ સન્શાસ્ત્રોનું સતત વાંચન કરવું, તે પણ વિનય-વિવેકપૂર્વક કરવું. શરીરશુદ્ધિ-વસ્ત્રશુદ્ધિ અને મનશુદ્ધિ સાચવીને અત્યંત હાર્દિક બહુમાનપૂર્વક વાંચન કરવું. કારણ કે વારંવાર જ્ઞાનવાનું યોગીનો યોગ દુર્લભ છે. જ્ઞાનીનો યોગ મળે તો પણ સતત તેમનો વચનયોગ ચાલવો અશક્ય છે. તથા પોતાની સ્મરણ અને ચિંતન શક્તિ, તથા અનુપ્રેક્ષાશક્તિની વિશેષ વૃદ્ધિ માટે આ સાસ્ત્રોનું સ્વયં પણ વાંચન કરવું.
(૬) ઉગ્રહ - યોગવાહન અને ઉપધાનતપ આદિ શાસ્ત્રવિહિત વિધિપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કરવું, આ ક્રિયા જ્ઞાનપ્રાપ્તિ માટે જિતેન્દ્રિય થવા ઉપકારી છે. આયંબીલ આદિ તપ કરી મહામંગલકારી શાસ્ત્રાધ્યયન કરવું. કારણ કે જ્ઞાન એ દીપક છે. તેની પ્રાપ્તિ માટે તપ-ઉપધાન અને યોગવહન આદિ ક્રિયા આવશ્યક છે. તપ કરવા પૂર્વક ગુરુ મુખે પ્રાપ્ત થતી તે તે સૂત્રની અનુજ્ઞા એ મહાન્ હિતકારી છે. ગુરુની પરંપરાથી અને તપ-ક્રિયા પૂર્વક પ્રાપ્ત કરાતું જ્ઞાન એ જ ઉપકારક બને છે આત્માની પરિણતિ સુધારનાર બને છે. યોગોદ્વહન અને ગુરુમુખ વિના મેળવેલા જ્ઞાનથી બહુધા અનર્થ અને અનિષ્ટની સંભાવના રહે છે.
(૭) પ્રકાશના - યોગ્ય ઉત્તમ ભવ્યજીવમાં આપણે ગ્રહણ કરેલા આ શાસ્ત્રજ્ઞાનનું પ્રસારણ કરવું. ભણાવવું. પુસ્તકો પ્રકાશિત કરવાં, આત્માર્થી અન્યજીવોને તત્ત્વ સમજાવવું. નિરભિમાનપણે અનુગ્રહ બુદ્ધિથી આત્માર્થી જીવોને અવશ્ય આ જ્ઞાન આપવું.
(૮) સ્વાધ્યાય - આ જ શાસ્ત્રજ્ઞાનની વાચનાદિ લેવી અને આપવી, તે સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. (૧) સૂત્ર સિદ્ધાન્તના જાણકાર ગુરુ પાસે કર્મોની નિર્જરા માટે અને જ્ઞાન મેળવવા માટે વિનય સહિત ભણવું તે વાચના, (૨) પોતાના જ્ઞાનને નિઃસંદેહ કરવા માટે અને પોતાની શંકા-શલ્ય ટાળવા માટે વિનમ્રપણે ગુરુને પૂછવું તે પૃચ્છના, (૩) સ્મૃતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org