________________
૧૩૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૮ (૭) પ્રકાશના, (૮) સ્વાધ્યાય, (૯) ચિંતના, અને (૧૦) ભાવના એમ લેખનાદિમાં લખાયેલા આદિ શબ્દથી સમજવું. ll૨૮
ટીકા - “નૈવન' સત્યુતવેષખૂનના પુષ્પવસ્ત્રામિ, ‘તાન'. પુસ્તકે, “શ્રવ' વ્યાપદ્યાનાથ, વારના'' સ્વયમેવો), “ હ”-વિધિપ્રદi મર્ચવ, “પ્રજાના'' ગૃહીતી મધ્યેષ “મથ સ્વાધ્યાય-વાઘનાદિ ચૈવ, વિનાના પ્રસ્થાર્થતઃ ગર્ચવ, “માવતિ z"તોરવ યાત્રી નિતિ યો: રટા
વિવેચન :-(૧) લેખના = પરમાત્મા, અને સંસારની નવવિધ બાહ્ય અને ચૌદ પ્રકારની અત્યંતર ગ્રંથિરહિત એવા ગુરુ જેટલા આપણા ઉપકારી અને ઉપાય છે તેટલાં જ ઉપકારી અને ઉપાસ્ય ધર્મશાસ્ત્રો પણ છે. પંચમકાળના પ્રભાવે સ્મૃતિભ્રંશ થતો જોઈને પૂજ્ય શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણે જૈનાગમશાસ્ત્રોને પુસ્તકારૂઢ કર્યા છે. આજ સુધી અનેક મહાન્ પુણ્યશાળી લોકોએ આવા સ્વ-પર ઉપકારક પરમશ્રુતજ્ઞાનની ઉપાસના કરવામાં પોતાની લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે. વારંવાર આવા ગ્રંથો લખાતા રહે, છપાતા રહે, પ્રકાશિત થતા રહે તો જ તેના આલંબને આપણામાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ સંભવિત છે. પૂર્વાચાર્યોએ ઘણો પરિશ્રમ કરીને આ ગ્રંથો લખ્યા છે. શ્રાવકો દ્વારા લખાવાયા છે. તો જ આ વિષમકાળે ચતુર્વિધ શ્રી સંઘને પરમપવિત્ર શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બનેલ છે. જૈન સમાજમાં સંઘ-ઉજમણું-ઉપધાન-નવકારશી ઇત્યાદિ ધર્મકાર્યોમાં જેમ લક્ષ્મીનો સદુપયોગ કરાય છે તેમ પુસ્તકો શાસ્ત્રગ્રંથો લખાવવાં એ પણ શાસનપ્રભાવનાનું પરમ અંગ છે. જ્ઞાન એ સ્વ-પર પ્રકાશક ગુણ છે. ઉંચી કવૉલીટીના કાગળો-પુંઠાં-બાઇન્ડીંગકરાવવું જરૂરી છે જેથી ગ્રંથ દીર્ધાયુષી બને, આકર્ષક બને, જોતાં જ વાંચવાનું મન થઈ જાય એવું લેખન કરાવવું, એ પણ યોગબીજ છે.
યોગદષ્ટિમાં પ્રવેશેલો આત્મા પોતાના ઉપર અને પર ઉપર શ્રુતજ્ઞાનનો પરમ ઉપકાર છે એમ સમજી યોગ્ય પાત્ર જીવોમાં વધુને વધુ પ્રભાવના કરવા ઇચ્છે છેકારણ કે આ જીવને સંસારની કટુતા જણાઈ છે. મુક્તિનો રાગ પ્રગટ્યો છે. મુક્તિની તીવ્ર અભિલાષા જાગી છે. અને તેનો માર્ગ શાસ્ત્રથી જ જણાય છે. માટે શાસ્ત્ર ઉપર બહુમાન પ્રગટે છે. તે સમજે છે કે આ શાસ્ત્ર એ જ ભવ-વ્યાધિને દૂર કરવામાં ઔષધ છે. પરોપકાર કરવા-કરાવવા દ્વારા પુણ્યબંધનું પરમકારણ છે. સર્વવ્યાપી ચક્ષુ સમાન છે. સર્વ પ્રયોજનનું સાધન છે. માટે સક્શાસ્ત્રો લખાવવાં તે યોગબીજ છે.
"पापामयौषधं शास्त्रं, शास्त्रं पुण्यनिबन्धनम् । વક્ષઃ સર્વત્ર શાā, શાä સર્વાર્થતાથનમ્ ' યોગબિંદુ |રિરપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org