________________
૧૩૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૭
માર્ગે આગળ વધે છે. આ રીતે સહજ સ્વાભાવિક વૈરાગ્ય-ભવોગ એ ચોથું યોગબીજ છે “યો વીનમ્” આવું પદ મૂલ ૨૭મા શ્લોકમાં નથી. પરંતુ ૨૩મા શ્લોકમાંથી તે પદ અહીં વર્તે છે. જેથી વાક્યરચનાની સંગતિ થાય છે.
હવે પાંચમું યોગબીજ ગ્રંથકારશ્રી સમજાવે છે કે સત્પાત્રોને આહાર, ઔષધ, વસ્ત્ર આદિ આપવાને આશ્રયીને અભિગ્રહનું (નિયમનું) પાલન કરે. એટલે કે કોઈ પણ અતિથિની ભક્તિ કરીને જ જમવું. આહારાદિનું દાન કરીને જ ભોજન કરવું. ઇત્યાદિ દ્રવ્ય આશ્રયી અભિગ્રહ જાણવો એ પણ યોગબીજ છે. જે આત્માએ ગ્રંથિભેદ કર્યો હોય તેવા આત્માને જ મોહનીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થવાથી ભાવાભિગ્રહ આવે છે. આવા પ્રકારનો ભાવાભિગ્રહ અભિન્નગ્રંથિવાળા જીવને અસંભવિત છે. આ મિત્રાદષ્ટિવાળો જીવ હજુ અભિન્નગ્રંથિવાળો હોવાથી અહીં દ્રવ્યાભિગ્રહનું ગ્રહણ કર્યું છે.
જે મુનિઓ દેહની મૂછ વિનાના છે. આત્મધ્યાનમાં મગ્ન છે. દેહ એ પોતાના સંયમમાં સાધનભૂત હોવાથી તેને ટકાવવા માટે જ આહાર-વસ્ત્ર-પાત્ર ધારણ કરે છે. સતત સ્વ-પર-ઉપકાર-પરાયણ છે એવા સત્પાત્રોને યોગ્ય સમયે યથાશક્તિ વિધિપૂર્વક આહારાદિનું દાન કરવાના અભિગ્રહો રાખવા. અને પાળવા તે સુંદર ફળને આપનાર છે. જેમ યોગ્ય સમયે યોગ્ય ભૂમિમાં એક નાનું બીજ પણ વાવ્યું હોય તો કાળ જતાં મહાવૃક્ષ બને છે. ઘટાદાર છાયા અને અનેક ફળો આપે છે તે દરેક ફળોમાં અનેક બીજ આવે છે તે દરેક બીજ વાવવાથી પુનઃ અનેક ફળો અને અનેક બીજો આવે છે. એમ મહાધાન્યરાશિ નીપજે છે. આ જ રીતે એક સત્પાત્રમાં યોગ્ય અવસરે આપેલું અલ્પ દાન પણ તેમનો દેહનિર્વાહ થતાં ગામાનુગામ વિહાર કરવા દ્વારા અનેક જીવોને ધર્મ પમાડે છે. ધર્મ પામેલાને સ્થિર કરે છે. વૃદ્ધિ કરે છે પુનઃ તે જીવો બીજા અનેકને ધર્મ પમાડે છે. એમ પરંપરા ચાલે છે. માટે સત્પાત્રનું દાન અનેક લાભનું કારણ બને છે.
તથા દીન- દુઃખી – દરિદ્રી આત્માઓને પણ યોગ્ય સમયે અનુકંપા દાન કરવું, કરુણા કરવી, એ પણ અન્ય જીવોમાં બીજાધાનનું કારણ હોવાથી, પ્રવચનની પ્રભાવના હોવાથી, પરોપકારનો હેતુ હોવાથી, અને શુભ આશયવિશેષ હોવાથી યોગબીજ છે. આ જ અર્થને અનુસરીને તીર્થંકર મહાપુરુષોએ પ્રવ્રયા પૂર્વે એક વર્ષ સુધી સંવત્સરી દાન આપ્યું હતું. અને પ્રભુશ્રી મહાવીર સ્વામીએ બ્રાહ્મણને અર્ધવસ્ત્રનું દાન કર્યું હતું. ઉપાધ્યાય શ્રીયશોવિજ્યજી મ.શ્રીએ દ્વાત્રિશત્કાત્રિશિકામાં કહ્યું છે કે
धर्माङ्गत्वं स्फुटीका, दानस्य भगवानपि । अत एव व्रतं गृह्णन, ददौ संवत्सरं वसु ॥ (दानद्वात्रिंशिका)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org