________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૭
औषधादि- समादानमधिकृत्य, भावाभिग्रहस्य विशिष्ट क्षयोपशमभावरूपस्याभिन्नग्रंथेरसम्भवाद् द्रव्याभि-ग्रहग्रहणम् । तथा सिद्धान्तमाश्रित्यार्षं न तु कामादिशास्त्राणि, किमित्याह "विधिना "- न्यायात्तधनसत्प्रयोगादिलक्षणेन, જિમિત્યાહ-‘‘તેલનાવિ =’-યોનવીનમનુત્તમમિતિ ॥૨૭॥
વિવેચન :ભવ પ્રત્યે ઉદ્વેગ થવો, કંટાળો આવવો, તિરસ્કાર થવો એ ચોથું યોગબીજ છે. કારણ કે અર્થ-આ સંસાર જન્મ-જરા-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ-ઇષ્ટવિયોગઅનિષ્ટસંયોગાદિથી ભરપૂર ભરેલો હોવાથી તેના પ્રત્યે ઉદ્વેગ થવો એ ચોથું યોગબીજ છે. આ ઉદ્વેગ સહજ (સ્વાભાવિક) જ્ઞાનપ્રભાવથી સંસારની અસારતા જાણીને થયેલો હોવો જોઇએ, પરંતુ ઇષ્ટપદાર્થના વિયોગાદિના દુ:ખમાત્રથી થયેલો હોવો જોઇએ નહીં. ધન-પુત્ર-પત્ની આદિના વિયોગકાલે પણ સંસાર અસાર (ખારો ઝે૨) લાગે છે. પરંતુ જ્ઞાન વિના તે વૈરાગ્ય દુ:ખગર્ભિત હોય છે. અનુકૂળતા પ્રાપ્ત થતાં પુનઃ આ સંસાર મધ જેવો મીઠો પણ લાગવા માંડે છે માટે ઇષ્ટવિયોગાદિથી જ્ઞાન વિના જે ઉદ્વેગ થાય છે તે અહીં ન સમજવો.
વાસ્તવિકપણે તો તે આર્તધ્યાનનો જ એક પ્રકાર છે. તેમાં ભારોભાર મોહ જ છૂપાયેલો છે. અન્યત્ર કહ્યું છે કે -“વર્તમાનકાળમાં પ્રાપ્ત થયેલા દુ:ખથી જે નિર્વેદ થાય છે તે એવા પ્રકારનો દ્વેષમાત્ર છે પરંતુ વૈરાગ્ય નથી' માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દ્વારા જે ભવ ઉદ્વેગ થાય તે જ યોગબીજ જાણવું. આ યોગદૃષ્ટિવાળા આત્માને આ સંસાર જન્મ-જરા-મ૨ણ-રોગ-શોક-ભય આદિ દુઃખોથી ભરેલો જ દેખાય છે. કોઇ જીવ આ દુઃખોથી છૂટી શકતો નથી. પૌદ્ગલિક સુખ ક્ષણમાત્ર છે. જ્યારે તેની ઉપાધિ દીર્ઘકાળ ચાલનારી છે. આયુષ્ય વિજળીના ચમકારા જેવું છે. સંપત્તિઓ પ્રાપ્તિમાં, સંરક્ષણમાં, અને વિયોગમાં દુ:ખદાયી જ દેખાય છે. તેથી સંસાર પ્રત્યે અણગમો જ પેદા થાય છે. જ્ઞાનપૂર્વકનો યથાર્થ સાચો વૈરાગ્ય થાય છે. અને તે યોગીબીજ છે. કહ્યું છે કે
૧૩૫
જન્મ જરા મરણે કરી એ, એ સંસાર અસારતો,
કર્યાં કર્મ સહુ અનુભવે એ, કોઇ ન રાખણહાર તો. (પુણ્યપ્રકાશનું સ્વતન)
આ સંસારની પ્રીત-સગાઇ પણ જુટ્ઠી-માયાવી અને સ્વાર્થાંધ છે. તેમનું કાર્ય ન થાય તો પ્રીત-સગાઈ ટકતી નથી. યૌવન વાદળ સમાન છે. આખું જીવન ક્ષણભંગુર અને ચંચળ છે. આવો જ્ઞાનગર્ભિત સહજ વૈરાગ્ય આ જીવને થાય છે. સંસારમાં ચારે તરફ ભયો, ઉપાધિઓ અને દુઃખો જ દેખાવાથી છુટવા ઇચ્છે છે. સાચી મુક્તિની અભિલાષા સ્ફુરે છે. સત્ય મુમુક્ષુ બને છે અને મોક્ષના ઉપાયોનો ગવેષક બને છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org