________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૩૩
ગાથા : ૨૬
(૧) પુરુષં=પુરુષને જોવો, જેની વૈયાવચ્ચ કરવી છે તેમની ઉંમર કેટલી ! શરીરની પ્રકૃતિ કેવી ! શું અનુકૂળ છે શું પ્રતિકૂળ છે ! તેમનો સ્વભાવ કેવો ! શું કરવાથી તેઓ સંયમમાં વૃદ્ધિ પામશે અને સ્વ-પરનો વધુ ઉપકાર કરશે !
(૨) તસ્તુવયાર્ં = હું જે આહાર-ઔષધ-વસ્ત્રાદિ આપું છું તેનાથી તેમનો ઉપકાર જ થશે ને! તેમને કામ લાગે તેમ છે ને! તેનાથી તેઓને સાતા ઉપજે એમ છે ને! જેથી તેઓ સંયમ અને પરોપકાર વધારે કરી શકે એમ સાનુકૂળ છે ને! ઇત્યાદિ વિચારીને વૈયાવચ્ચ કરવી.
(૩) તા અવવાર =
ળં=મારા આહારાદિથી તેમનો અપકાર થાય તેમ તો નથી ને! અપચો અજીર્ણ થાય તેમ તો નથી ને! સ્વાદિષ્ટ ભોજન ઉપર મમતા, વસ્ત્રાદિ ઉપર મમતા વધે એવો અપકાર થાય તેમ તો નથી ને ! આપેલા ઔષધથી રીએક્શન આવે અને રોગ વધે એમ અપકાર થાય તેમ તો નથી ને! ઇત્યાદિ વિચારીને સેવા કરવી.
(૪) અપ્પો ય (ડવયામાં અવાર) ગાઝાં આ વૈયાવચ્ચ કરવાથી મારા આત્માને શું ઉપકાર થાય છે! મને યોગીની સેવાનો લાભ મળ્યો, સંસાર સમુદ્રમાંથી તરવાનો અવસર મળ્યો, આવી સેવા કરવાની તક ફરી મને ક્યારે મળે ! હું ધન્યભાગ્ય છું. એમ આત્મ-ઉપકાર સમજીને સેવા કરવી. તથા પોતાની નોકરી-ધંધાને એટલે કે આજીવિકાને ધક્કો ન લાગે, આરોગ્ય બરાબર સચવાય, દૈનિક ધર્મક્રિયાની હાનિ ન પહોંચે, ગુરુ આદિ પ્રત્યે દુર્ભાવ ન થઇ જાય, ઇત્યાદિ અપકાર ન થાય તે રીતે વૈયાવચ્ચ કરવી.
=
(૫) આળે જાવું =પરમાત્માની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. ગુરુજી આદિની સેવા-ભક્તિ કરતાં કોઇ અભક્ષ્ય-અનંતકાય ન આવી જાય, રાત્રિભોજનનો કોઇ દોષ ન લાગી જાય, નવકારશી-રાત્રિભોજનત્યાગાદિ વ્રતનો ભંગ ન થઇ જાય, વિજાતીયતાની પુષ્ટિ ન થઇ જાય તે રીતે પ્રભુની આજ્ઞાનુસાર સેવા કરવી.
સારાંશ કે ભક્તિ કરવી એ પ્રભુની આજ્ઞા છે. એમ માની વિવેકપૂર્વક ભક્તિ કરવી.
(૬) નિસંસો=આ ભવમાં ધનવાન્-પુત્રવાન્-દીર્ઘાયુષી થાઉં એવી કે માન-મોભાની આશંસા રાખ્યા વિના સેવા કરવી. પરભવમાં ચક્રવર્તી ઇંદ્ર કે વાસુદેવાદિની પદવી મળે એવી કોઇ પણ પ્રકારનાં પૌદ્ગલિક સુખોની અપેક્ષા રાખ્યા વિના આત્માર્થતા માટે જ સેવાભક્તિ કરવી.
આ રીતે છએ મુદ્દાઓનો પૂર્ણ વિચાર કરીને વિવેકપૂર્વક પોતાને અને પરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org