________________
ગાથા : ૨૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૩૧
તરીકે “વિદ્યાગુરુ” કહી શકાય છે. પરંતુ ધર્મગુરુ તો સંસારના ત્યાગી મુનિ જ હોય છે. એટલે પંચપરમેષ્ઠિમાં ત્યાગીનું જ સ્થાન છે. તેથી જે ગૃહસ્થાશ્રમી હોય અને અમે તો ભાવથી નિઃસ્પૃહ છીએ. દ્રવ્યલિંગી સાધુઓ કરતાં સારા છીએ. મનમાં એમ માની અપવાદ રૂપે સેવાતાં સાધુઓનાં નાનાં છિદ્રોને મોટાં કરી પોતે ભાવલિંગી છે. એમ માની ધર્મસ્થાનોના નાયક બને છે. ધર્મગુરુ તરીકે પોતાને માને છે અને મનાવે છે તે ઉચિત નથી. જો કંચન-કામિનીની સાથે રહીને ભાવલિંગી સાધુ થવાતું હોત તો બાહ્યત્યાગી થવાની જરૂરિયાત જ ક્યાં રહે છે ? ભરત ચક્રવર્તી, ઇલાચી. ચિલાતી અને પૃથ્વીચંદ્રરાજા આદિનાં ઉદાહરણો જે આપે છે તે પણ ઉચિત નથી. કારણ કે અપવાદે બનેલા દાખલાને રાજમાર્ગે લેવાતા નથી.
મનમાં અધ્યાત્મ હોવા છતાં પણ વ્યવહારથી સંસારના ત્યાગી એવા આચાર્ય ઉપાધ્યાય અને સાધુને જ પ્રધાન કરી તેઓની નિશ્રાએ જ ધર્મારાધન કરવું જોઇએ. તેઓમાં કેવળ દોષ માત્ર દેખીને તેઓથી ઉભગી જઈને સ્વતંત્રપણે નવા સંપ્રદાયો ચલાવવા તે “સાધુમાર્ગનો” ઉચ્છેદ કર્યા બરાબર છે તેથી આચાર્યાદિ પ્રત્યે જે કુશલચિત્તાદિ છે તે પણ યોગબીજ છે. જૈન શાસનમાં પંચ પરમેષ્ઠીમાં આચાર્યાદિ ત્યાગીનું ગુરુ તરીકે સ્થાન છે પરંતુ અધ્યાત્મી એવા પણ ગૃહસ્થનું સ્થાન નથી.
વિવિશિષ્ટપુ કેવા વિશેષણવાળા આચાર્યાદિ પ્રત્યે કુશળચિત્તાદિને યોગબીજ કહેવાય છે? તો જણાવે છે કે “ભાવયોગી” એવા આચાર્યાદિને વિષે કુશલચિત્તાદિ હોય તો જ તે યોગબીજ કહેવાય છે. ભાવથી (અંતરાત્મપરિણામથી) જેમનામાં યોગદશા પ્રગટી છે. આચાર્યાદિ પદના બાહ્ય અને અત્યંત ગુણો જેમનામાં પ્રગટ્યા છે. એવા ગુણીયલ, ભાવથી યોગદશા પામેલા, આત્માર્થતાના પરમરાગી, પરમાર્થપદના સાધક, એવા આચાર્યાદિથી મુનિપદ સુધીના મહાત્માઓ પ્રત્યે કુશલચિત્તાદિ રાખવાં તે આ આત્માને ઉપકારી છે. આત્મહિત કરનાર છે. યથાર્થ માર્ગે ચડાવનાર છે. ચડેલાને માર્ગમાં સ્થિર કરનાર છે અને આગળ વધારનાર છે માટે તેવા મહાત્માઓ પ્રત્યે કુશલચિત્તાદિને પણ યોગબીજ કહેવાય છે. પરંતુ દ્રવ્યાચાર્યને વિષે કુશલચિત્તાદિને યોગબીજ કહેવાતાં નથી. જેઓ માત્ર વેષથી જ સાધુ બન્યા છે. પરંતુ સાધુપણાના ગુણોનો જેમાં અભાવ છે. મુગલ-સુખના રાગથી (સારું સાધુપણું પાળ્યું હશે તો દેવલોકનાં સુખો મળશે એવા આશયથી) સાધુ બન્યા છે. માન-મોભા અને પ્રતિષ્ઠાના જેઓ ભુખ્યા છે. વિષય-વાસનાના જેઓ ગુલામ છે અથવા હૃદયથી જેને આ પરમાત્માનો માર્ગ ગમતો નથી માત્ર બાહ્યકારણોના વશથી વેષ લીધો છે. અને પોતાનાં મન ધાર્યા બાહ્ય કામો કરાવવા પૂરતો જ સાધુની છાપ પાડવા જ સાધુનો વેષ રાખ્યો છે તે સર્વ દ્રવ્યસાધુ-દ્રવ્યાચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org