________________
ગાથા : ૨૯ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૪૧ ટીકા -“જનકૃત ર” યથોલતગોવરીયામ્ “સંવેગાત” શ્રદ્ધાવિશેષાત્ તિપત્તિઃ 'વખેત-ડ્રત્યેવંરૂપા, “સ્થિરાયા''તથાવિત્તિ બન્યવિશ્રોતરિક્ષભાવેન “તપત્યિમવચ્છ' વી નથુત્યુપાયમવિશ, “દ્ધિ ” નૌસ્તુભ્યાभावेन, “महोदयः"-अत एवानुष्वङ्गिकाभ्युदयतो निःश्रेयससाधनादिति ॥२९॥
વિવેચન - ઉપર કહેલાં છ યોગબીજનું જીવનમાં સેવન (આચરણ) થાય તો સૌથી સારી વાત છે. પરંતુ આ દૃષ્ટિમાં આવેલા જીવો હજુ પ્રાથમિક કક્ષાના હોવાથી બધા જીવો દ્વારા આ યોગબીજનું સેવન થાય જ એવો નિયમ નથી, પ્રતિબંધક તત્ત્વોના કારણે આ યોગબીજનું સેવન કદાચ ન થાય, તો પણ યોગબીજ પ્રત્યે અત્યન્ત પક્ષપાત હોય છે. અને તેથી આ યોગબીજનું વારંવાર શ્રવણ કરવાનું મન થાય છે. યોગબીજની કથા-વાર્તા સાંભળ્યા જ કરીએ એવો વર્ષોલ્લાસ પ્રગટે છે. આત્મા આ યોગબીજની વાર્તા-શ્રવણ કરવામાં લયલીન બની જાય છે. અને તેથી “આ એમ જ છે” એવી અપૂર્વ પ્રતિપત્તિ-શ્રદ્ધા-માન્યતા હૃદયમાં પ્રગટે છે. ભાવાવેશવાળો આત્મા બને છે. અંતરમાં યોગબીજ પ્રત્યે પરમ પ્રેમ ફૂરાયમાન થાય છે. ગુરુજી જે સમજાવે છે તે કેવું અમૃતવચન છે ? એમ સમજીને “તત્તિ” આ એમ જ છે ઇત્યાદિ ઊંડા ઉદ્ગાર મુખે નીકળી જાય છે. યોગબીજના શ્રવણકાળે પણ આત્મા નાચી ઉઠે છે. અંગે અંગે રોમરાજી ખીલી ઉઠે છે. હૈયામાં હર્ષ માતો જ નથી, એવી શ્રદ્ધા-રુચિ પેદા થાય છે.
વળી આ પ્રતિપત્તિ સ્થિર આશયવાળી હોય છે. દિન-પ્રતિદિન તે ભાવની વૃદ્ધિ જ થાય છે. આવેલો યોગબીજનો આ રંગ કદાપિ ઘટતો નથી, તથાવિય તેવા પ્રકારના યોગબીજના રાગથી અતિશય રંગાયેલા રિકવન્ય ચિત્તનો જે આ પ્રવાહ છે. તેની વિસોતસિકા (પાછા મોહદશા ભણી જવા)નો અભાવ હોવાથી જે બાજુ વળ્યો છે તે બાજુ એકધાર્યો સ્થિર આશયથી વિહ્યા જ કરે છે. યોગબીજના શ્રવણમાં ધીરેધીરે વધુ રંગ લાગતો જ જાય છે. તે કદાપિ ઉલટું વહેણ બદલતો નથી. યોગબીજના શ્રવણનો રંગ સંસારની મોહવાસના ભૂલાવી દે છે. અને મુક્તિની અભિલાષા રૂપ સંવેગ ભાવ તીવ્ર બનાવી દે છે.
તેમજ યોગબીજનું સેવન, અને યોગબીજનું શ્રવણ જેમ આદરવા યોગ્ય છે તેમ પ્રતિકૂળ સંજોગોના કારણે ધારો કે સેવન અને શ્રવણ શક્ય ન હોય (અર્થાત્ સમય-શરીરસ્વાથ્ય અને ગુરુનો યોગ ન હોય) તો પણ તેના પ્રત્યેનો ઉપાદેયભાવ એટલે આ જીવનમાં જો કંઈ આદરવા જેવું હોય તો આ યોગબીજની શ્રુતિ અને સેવન જ આદરવા યોગ્ય છે. તે જ સંવેગ-નિર્વેદની વૃદ્ધિ કરનાર છે. બોલિબીજની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org