________________
ગાથા : ૨૯
૧૪૨
યોગદષ્ટિ સમુચ્ચય પ્રાપ્તિનું પરમ કારણ છે. આવા પ્રકારના અંતરંગ પરિણામ પૂર્વકનો બીજશ્રુતિ પ્રત્યેનો પરિશુદ્ધ એવો જે ઉપાદેય ભાવ એ પણ આત્માનો મહોદય કરનાર છે. ફળપ્રાપ્તિની ઉત્સુક્તા વિનાનો જે ઉપાદેય ભાવ તે પરિશુદ્ધ ઉપાદેયભાવ કહેવાય છે. યોગબીજનું સેવન, શ્રવણ, અને તેના પ્રત્યેનો ઉપાદેય ભાવ આ ત્રણે કર્મોની નિર્જરા થવા રૂપ ફળને આપે જ છે. તેમાં કંઈ સંદેહ છે જ નહીં. અને આ ભવ-પરભવ સંબંધી સાંસારિક પૌગલિક સુખોની અપેક્ષા આ જીવને હોતી જ નથી. તેથી ફળની ઉત્સુક્તા વિનાનો આ ઉપાદેયભાવ એ જ મહોદય કરાવનારો છે. મહોદય એટલે કે પુણ્યાનુબંધિ પુણ્ય બાંધવા દ્વારા મુક્તિ પામતાં પહેલાં જે કોઈ ભવો કરવા પડે તેમાં પણ આત્માને આત્માર્થતા સાધવામાં બાધા ન ઉપજે તે રીતે અલિપ્ત જ રાખે એવા આનુષંગિક ફળને (દેવલોકાદિનાં સુખોને) આપવા દ્વારા અભ્યદય થતાં થતાં (તેમાં જરા પણ ન લેપાવાથી) અંતે આ પરિશુદ્ધ ઉપાદેયભાવ એ મુક્તિ-પ્રાપ્તિનું પરમ સાધન બને છે. અલ્પકાળમાં જ મુક્તિ અપાવે છે.
યોગબીજનું સેવન, શ્રવણ કે છેવટે તેના પ્રત્યેનો ઉપાદેયભાવ (પક્ષપાત) પણ જે થયો છે. તે કંઈ નાનીસુની વાત નથી, ઘણી જ પ્રશસ્ત વાત છે. આત્માનું ઊર્ધ્વરોહણ શરૂ જ થયું સમજવું. માટે આ સેવન, શ્રવણ, અને તેના પ્રત્યેનો પરિશુદ્ધ ઉપાદેયભાવ એ પણ યોગબીજની વૃદ્ધિનો હેતુ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગબીજ સમજવાં.
આ રીતે મિત્રાદષ્ટિમાં આવેલા આત્માને નીચે મુજબ યોગબીજ આવે છે. (૧) વીતરાગ પરમાત્મા પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ. (૨) સદ્ગુરુ પ્રત્યે કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક પ્રણામાદિ. (૩) દેવની અને સદ્ગુરુની પૂજ્ય ભાવપૂર્વક સેવા-વૈયાચ્ચ, ભક્તિ, ઉપાસના. (૪) સહજપણે થતો (જ્ઞાનપૂર્વક) ભવનો ઉદ્વેગ. (૫) દ્રવ્યથી અભિગ્રહો કરવા, વ્રત-નિયમ કરવા, દેશવિરતિ-સર્વવિરતિ લેવી. (૬) સુંદર સિદ્ધાન્તો લખવા-લખાવવા, વાંચવા-વંચાવવા અને પ્રકાશિત કરવા-કરાવવા.
આ એકેક યોગબીજ પરમોત્તમ અમૃત છે. દેવની ભક્તિ, ગુરુની ભક્તિ અને શાસ્ત્રની ભક્તિ આ જ યોગપ્રાપ્તિના પરમ ઉપાયો છે. દેવ આપણા આત્માના સાધ્ય એવા શુદ્ધ સ્વરૂપના પ્રતિબિંબ રૂપ છે માટે ઉપકારી છે. ગુરુ પોતે સુંદર જ્ઞાન અને આચરણ વડે પરમાત્માનાં વચનોનું આપણને અમૃતપાન કરાવે છે. માટે ઉપકારી છે. અને શાસ્ત્ર એ પૂર્ણપણે મુક્તિ માર્ગની દિશાનું સૂચક છે. આ રીતે આ ત્રણે પદોની ભક્તિ એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org