________________
૧૩૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૬ જિનેશ્વર પરમાત્મા પંચપરમેષ્ઠીમાં સર્વશ્રેષ્ઠ છે તેથી તેમના પ્રત્યેનાં કુશલચિત્તાદિ એ પ્રથમ યોગબીજ છે. એવી જ રીતે પંચમહાવ્રતધારી, સંસારના સર્વથા ત્યાગી એવા આચાર્યાદિને વિષે પણ ઉપાદેયબુદ્ધિ આદિ ત્રણ વિશેષણોપૂર્વક માનસિક કુશલચિત્ત, વાચિક નમસ્કાર, અને કાયિક સંશુદ્ધ એવા પ્રણામાદિ એ ત્રણે પ્રકારનાં કાર્યો બીજા નંબરનું યોગબીજ જ છે. અરિહંતાદિની અપેક્ષાએ આચાર્યાદિ બીજા નંબરે છે તેથી તેમના પ્રત્યેનાં કુશલચિત્તાદિ બીજા નંબરનાં યોગબીજ છે. અહીં આચાર્યાદિ પદમાં કહેલ માઃિ શબ્દથી આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વી-જ્ઞાનાદિની અપેક્ષાએ રત્નાધિક પંન્યાસ-ગણિ-સાધુ વગેરે મહાત્મા પુરુષો સમજવા. આવા મહાત્માઓને વિષે પણ ઉદ્દેવ-આ જ કુશલચિત્તાદિ સંશુદ્ધ હોય તો જ એટલે કે ઉપાદેયબુદ્ધિ, સંજ્ઞાવિષ્ઠભણ અને ફલાભિસંધિ રહિત હોય તો જ તે બીજા નંબરનું યોગબીજ છે. મુક્તિપદની પ્રાપ્તિ કરાવે એવા યોગફળને ઉગાડનાર જ છે.
વીતરાગ જેમ ગમવા જોઈએ, તેમ વીતરાગની આજ્ઞાને અનુસારે ચાલનારા, જ્ઞાનાદિ રત્નત્રયીના આરાધક, સાંસારિક ભોગસુખના ત્યાગી, નિઃસ્પૃહ અને મહાવ્રતપંચાચાર-પંચસમિતિ આદિના પાલનહાર એવા આચાર્યાદિથી મુનિપદ સુધીના મહાત્માઓ પ્રત્યે પણ કુશલચિત્તાદિ પ્રાપ્ત થાય તો તે પણ યોગબીજ જ છે. કારણ કે વીતરાગ પરમાત્મા મુક્તિમાં ગયેલ હોવાથી વર્તમાનકાળે હિતમાં જોડનાર, પ્રેરણા આપનાર, અને અહિતથી વારનાર અર્થાત્ સારણા-વારણા-ચોયણા અને પડિચોયણા આદિ કરનાર ગુરુ જ છે. રસ્તો દેખાડનાર આચાર્યાદિ જ છે. માટે તેઓ પ્રત્યે પણ ઉપાદેય બુદ્ધિ, બહુમાન, ભક્તિભાવ, પૂજ્યભાવ, હાર્દિક સન્માન રાખવું. તેવા ઉંચા ભાવપૂર્વક તેમના ગુણો ગાવા, તથા કાયાથી શુદ્ધ પ્રણામાદિ કરવા, વિનય કરવો, ભક્તિ-સેવા-ઉપાસના કરવી એ પણ યોગબીજ જ છે. જેને રાજા ઉપર પ્રીતિ હોય, તેને રાજા પાસે પહોંચાડનારા મંત્રી આદિ ઉપર પણ પ્રીતિ હોય જ છે. બલ્ક સવિશેષ પ્રીતિ હોય છે. જેને ધનવાનું શેઠ ઉપર પ્રીતિ હોય છે તેને તેવા ધનવાનું શેઠનો મેળાપ કરાવી આપનાર ઉપર પણ પ્રીતિ હોય જ છે, બલ્ક સવિશેષ પ્રીતિ હોય છે. તેવી રીતે વીતરાગ પરમાત્મા જેને ગમે, વીતરાગ અવસ્થા જેને રુચે, તેને ત્યાં સુધી પહોંચાડવાનો માર્ગ બતાવનારા આચાર્ય આદિ ગુરુઓ પણ ગમે જ છે. તેમના ઉપર બહુમાન-પૂજ્યભાવ થાય જ છે. એટલું જ નહીં પરંતુ વર્તમાનકાળમાં સદેહે વિદ્યમાન હોવાથી અને હિતકારી બુદ્ધિપૂર્વક તત્ત્વ સમજાવનાર હોવાથી સવિશેષ રુચે છે.
ધર્મના સ્થાપક દેવ તરીકે જેમ અરિહંત પરમાત્માનું સ્થાન છે. તેવી જ રીતે તે ધર્મનું પ્રસારણ કરનાર ગુરુ તરીકે એટલે ધર્મગુરુ તરીકેનું સ્થાન આચાર્ય આદિ મુનિ ભગવંતોનું છે. એટલે ગૃહસ્થ જીવનમાં વર્તતા જ્ઞાની પુરુષો ધર્મતત્ત્વ સમજાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org