________________
૧૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૭ એમ ઉભયને ઉપકારક થાય એવી સેવા-ભક્તિ કરવી એ ત્રીજું વૈયાવચ્ચ નામનું યોગબીજ છે.
ઉપરની ગાથાનો ભાવાર્થ ધ્યાનમાં રાખીને ગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રી પણ આ ૨૬મી મૂલગાથામાં કહે છે કે “શુદ્ધાશયવિશેષથી” વૈયાવચ્ચ કરવી. વૈયાવચ્ચ કરનારા આત્માની ચિત્તવૃત્તિ-મનોવૃત્તિ-વિશેષ કરીને શુદ્ધ હોવી જોઇએ. શુદ્ધ મનની વૃત્તિમાં ઉપરોક્ત બધા જ પ્રકારો આવી જાય છે. સેવા કરનારાની શુદ્ધ એવી (નિર્મળ એવી) ચિત્તની ધારા-ચિત્ત પ્રવાહ દિન-પ્રતિદિન વિશેષ વિશેષ વૃદ્ધિ પામે એવી વૈયાવચ્ચ કરવી. શુદ્ધાશય વિશેષની વૃદ્ધિ થાય તેમ સેવા કરવી. “શુદ્ધાશયવિશેષ” શબ્દમાં આ છએ વિશેષણોનો સમાવેશ થઈ જાય છે. રિ૬/ अयं च तथाविधकालादिभावेनेत्युक्तप्रायं बीजान्तरमाह
આ શુદ્ધ આશયવિશેષ જ્યારે ભવોનો પરિપાક થાય, મુક્તિપદ આસન્ન થાય, દેશોનાર્ધવર્ત જેટલો જ કાળ બાકી રહે. ઇત્યાદિ તથાવિધ કાલાદિની સામગ્રી આવવા દ્વારા જ આવે છે. કાળપરિપાક થાય કર્મોની લઘુતા થાય, મિથ્યાત્વની મંદતા થાય. વગેરે ભાવો કાળાદિમાં લખેલા બદ્રિ શબ્દથી સમજવા. તથા આ જીવદ્રવ્યમાં ગ્રંથિભેદ અને સમ્યગ્દર્શન પામવાનો તેવો તેવો સ્વભાવ (આસન્નભવ્યતા) હોવાના કારણે જ આ શુદ્ધાશયવિશેષ આવે છે. અભવ્ય હોય અથવા દુર્ભવ્ય હોય તો આવો શુદ્ધાશય વિશેષ આવતો નથી. માટે જ ૨૫મી ગાથાની ટીકાની અંતિમ પંક્તિમાં “તથાવિધ કાલાદિભાવો પાકવા વડે અને જીવમાં રહેલા તેવા તેવા સ્વભાવો વડે આ યોગબીજ આવે છે” એમ આ બધી વાત ૩વતwયં=લગભગ કહેવાઈ ગઈ છે. તેથી હવે અન્ય યોગબીજ ગ્રંથકારશ્રી જણાવે છે
भवोद्वेगश्च सह जो, द्रव्याभिग्रहपालनम् ।
तथा सिद्धान्तमाश्रित्य, विधिना लेखनादि च ॥२७॥
ગાથાર્થ = સહજપણે થતો ભવોગ એ ચોથું યોગબીજ છે. દ્રવ્યોના અભિગ્રહ (નિયમો)નું પાલન એ પાંચમું યોગબીજ છે. અને સિદ્ધાન્તને આશ્રયી વિધિપૂર્વક લેખનાદિ સેવા છટું યોગબીજ છે. ll૨૭
ટીકા “મવોલેજ સંસારોળશ ખન્મપિતા મહત્યસ્થ, “સદન' नेष्टवियोगादिनिमित्तः, तस्यार्त्तध्यानरूपत्वात् । उक्तं च-प्रत्युत्पन्नात्तु दुःखानिर्वेदो द्वेष ईदृशः। न वैराग्यमित्यादि योगबीजमिति वर्तते । तथा "द्रव्याभिग्रहपालनं-"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org