________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૫
સાંખ્યદર્શનના પ્રસિદ્ધ યોગાચાર્ય શ્રી પતંજલિ ઋષિના શબ્દોમાં યોગબીજનું વર્ણન કહીને ગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પોતે આ જ વાતને સ્પષ્ટ કરતાં પોતાના શબ્દોમાં જણાવે છે કે મત: સંશુદ્ધ હિ તત્ નિનશનાવિચિત્ત (થર્ મતિ) તત્ ફૈદશમ્ કૃતિ =આ કારણોથી ઉપાદેય બુદ્ધિ આદિ ગુણોવાળું સંશુદ્ધ થયેલું વીતરાગ પ્રભુ પ્રત્યેનું કુશલચિત્તાદિરૂપ આ યોગબીજ જે છે એ યોગબીજ આવા પ્રકારનું (એટલે કે સાંખ્ય દર્શનના પતંજલિ આદિ ઋષિઓ વડે કહેવાયેલા ભાવવાળું જ) હોય છે. અર્થાત્ જ્યારથી આ જીવને જિનકુશલચિત્તાદિ આવ્યાં ત્યારથી જ ભવો પાકીને ખરી જવાનો અને મુક્તિફળ મળવાનો પાક શરૂ થયો જ સમજવો. આ યોગબીજ એ મુક્તિની પ્રાપ્તિરૂપ ફળનો પાક શરૂ થવા તુલ્ય છે. જેમ ભાત બનાવવા કાચા ચોખા ગરમ પાણી સાથે ચૂલા ઉપર મૂક્યા ત્યારથી તેનો પાક શરૂ થયો, ફક્ત હવે આ પાકની ક્રિયા થવામાં તથાવિધ કાળ લાગે છે. કોઇ કાર્યમાં અડધો કલાક, કોઇ કાર્યમાં પોણો કલાક અને કોઇ કાર્યમાં એક કલાક થાય છે. પરંતુ કાળલબ્ધિ જોડાતાં તે કાર્ય થાય જ છે. કારણ કે પાકવાનું કાર્ય આરંભાઇ ગયું છે. અને પાકવાની પ્રક્રિયા શરૂ થતાં તથા કાળાદિ સામગ્રીની સહાય મળતાં પાકીને ભાતરૂપે બનવું એ તે તે કાચા ચોખા વગેરે દ્રવ્યોનો સ્વભાવ જ છે. એમ અહીં સમજવું. કાચા ચોખા ચડાવ્યા પછી તેને અનુકૂળ કાળાદિ લાગવા વડે તે તે ભાત આદિરૂપે પાકવાનો ‘ચોખા નામના દ્રવ્યનો' સ્વભાવ હોવાથી ચોખાના પાકનો જે આરંભ થયો તે ભાત રૂપ ફળ આપે જ છે. ગોટલી વાવી, ખાતર-પાણી આદિ સામગ્રી આપી, ત્યારથી જ આમ્રવૃક્ષ થવાનો અને આમ્રફળ આપવાનો પાક પ્રારંભાયો જ છે માત્ર તેને કાળવિલંબ આદિ લાગવાનાં છે. કાળપૂર્ણ થવાથી આમ્રફળ આપવાના તેવા તેવા સ્વભાવવાળું જ તે આમ્રબીજ છે. ઇત્યાદિ ઉદાહરણોની જેમ આ જીવને જ્યારથી આ યોગબીજ પ્રાપ્ત થયું ત્યારથી જ મુક્તિપદની પ્રાપ્તિ થવા રૂપ ફળના પાકનો પ્રારંભ થયો છે. માત્ર તેમાં તથાવિધ કાળવિલંબ આદિ લાગશે, અને તેવા પ્રકારની કાળ આદિ સામગ્રીની અપેક્ષા રાખવી એ પણ તેનો સ્વભાવ છે. માટે ફળપ્રાપ્તિ કાલક્રમે થાય છે. પરંતુ પાકનો પ્રારંભ અવશ્ય થઇ ચૂક્યો છે જેથી ફળ આપીને જ વિરામ પામશે. એમ જાણવું.
૧૨૮
આ પ્રમાણે પરમાત્મા પ્રત્યે કુશલચિત્ત, તેમને કરાતો વચનો દ્વારા નમસ્કાર અને તેઓને હૈયાના સદ્ભાવપૂર્વક કાયાથી કરાતા પ્રણામ, આ ત્રણે ઉપાદેય બુદ્ધિપૂર્વક, સંજ્ઞાઓના વિખંભણપૂર્વક તથા ફલાભિસંધિરહિત જો હોય તો તે સંશુદ્ધ યોગબીજ છે અને ભવચારકને પલાયન કરાવવામાં કાલઘંટા સમાન છે. ત્યારથી જ મુક્તિફળના પાકનો પ્રારંભ થયો છે. માત્ર ઉત્કૃષ્ટથી (વધુમાં વધુ) દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તન આદિ કાલલબ્ધિની અપેક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org