________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૫
હણનારી છે પરમાત્માની હાજરીમાં, તેમની સાધનાના કાળમાં આવી વાસના પ્રગટ થતી જ નથી. પતિ-પત્ની હોય તો પણ વડીલોની હાજરીમાં જેમ અવિવેકતાપૂર્વકનું વર્ઝન કરતાં નથી તેમ વીતરાગ પરમાત્માની સામે આ સાધક મોહની સંજ્ઞાઓ ઉપર સંયમપૂર્વક પ્રવર્તે છે. સાધનાના કાળે તો આ સંજ્ઞા હતપ્રાયઃ જ થઇ જાય છે. ગમે તેવી વેષ-ભૂષા કે શરીર-શોભાવાળાં સ્ત્રી-પુરુષો દર્શનાદિના અર્થે આવેલાં હોય તો પણ મન તે જોવા માટે લલચાય જ નહીં. કારણ કે ચિત્ત સાધનામાં જોડાયેલું છે.
તેથી જ ચોથી પરિગ્રહ-મમતા સંજ્ઞાપણ થતી નથી. કોઇપણ વસ્તુની ઇચ્છા જન્મતી જ નથી. જ્યાં સર્વ કર્મક્ષય-જન્ય મુક્તિ જ પ્રાપ્ત કરવી છે ત્યાં રૂપ-રસના ભપકાવાળા પૌદ્ગલિક સુખોની વાંછા કેવી ! એ જ રીતે આ સાધનામાં એવી એકાગ્રતા આવી જાય છે કે-ક્રોધ-માન-માયા-લોભ પણ થતાં નથી. આ કાળે તો ધર્માનુષ્ઠાનમાં જ તન્મયતાલયલીનતા આવી જાય છે. તથા અજ્ઞાની માણસોને અનુસરવા રૂપ, ગાડરીયા પ્રવાહમાં તણાવારૂપ, આંધળાની પાછળ આંધળો ચાલે તેવી ઓઘસંજ્ઞાનો પણ ત્યાગ કરે છે. તત્ત્વ સમજવા પૂર્વક પોતાના ઉત્સાહથી વર્તે છે. તથા લોકસંજ્ઞાનો પણ ત્યાગ કરે છે. લોકોને રંજિત કરવા, લોકને ખુશ કરવા, લોકોમાં સારું દેખાડવા માટેની લોકેષણાનો પણ ત્યાગ કરે છે. આ ધર્માનુષ્ઠાન લોકરંજન માટે નથી આત્મકલ્યાણ માટે છે. આત્માર્થ સાધવો હોય તો માનાર્થ ત્યજવો પડે, અને જો માનાર્થ હોય તો આત્માર્થ આવે જ નહી. આત્માર્થતા અને માનાર્થતા પરસ્પર વિરોધી છે. વળી લોકોનું રંજન પણ દુષ્કર છે. એકકાળે જે લોકો રંજિત હોય છે. એ જ લોકો કંઇક વાંકું પડતાં કાળાન્તરે વૈરી પણ બને છે. જે લોકો એકકાળે (તેમનો સ્વાર્થ સધાય ત્યારે) પ્રશંસાનાં પુષ્પો વેરે છે. ફૂલોના હારો પહેરાવે છે. તે જ લોકો કાળાન્તરે (જ્યારે તેમના સ્વાર્થને બાધા આવે ત્યારે) ગાળો આપે છે. નિંદા કરે છે. એટલે લોકરંજન એ સ્વાર્થયુક્ત હોવાથી અને વાસ્તવિક ન હોવાથી હેય છે. ઉપાદેય નથી. માટે આ દશે સંજ્ઞાઓને અટકાવવા પૂર્વક ધર્માનુષ્ઠાન કરે છે. જો આ સંજ્ઞાઓ યુક્ત ધર્માનુષ્ઠાન આ જીવ કરે તો ધર્માનુષ્ઠાન સુંદર હોવા છતાં પણ તે અનુષ્ઠાનો માત્ર અભ્યુદય માટે (પુણ્યબંધ માટે) જ થાય છે. જેનું ફળ માત્ર દેવભવ આદિ સંસારસુખો જ છે એટલે કે આવા પ્રકારનું ધર્માનુષ્ઠાન એ શુભયોગ હોવાથી સંસારસુખનો હેતુ બને તેવા પુણ્યને માત્ર બંધાવનાર અવશ્ય બને છે પરંતુ મોક્ષહેતુ બનતું નથી. કારણ કે સંપૂર્ણપણે શુદ્ધિ તેમાં નથી. જે ભવના ભોગો છે (સંસાર-સુખો છે) તેનાથી સર્વથા નિઃસ્પૃહ એવા આશય પૂર્વક કરાયેલું હોય, સંસારસુખોની અલ્પ માત્રાએ પણ અપેક્ષા જેમાં નથી એવું જે ધર્માનુષ્ઠાન છે. એ જ મુક્તિહેતુ છે. એમ પૂર્વે થઇ ગયેલા યોગાચાર્ય મહાપુરુષો કહે છે.
Jain Education International
૧૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org