________________
ગાથા : ૨૫ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૨૩ ધાન્યનું બીજ છે) તેવા અશાલિબીજમાંથી ગમે તેટલો કાળ જાય તો પણ શાલિના અંકુરા પ્રગટ થતા નથી, તેમ જે ઉપાદેયબુદ્ધિ રહિત છે. મોહજન્યસંજ્ઞાઓથી ઘેરાયેલું છે. અને ઉભયભવના સંસારસુખની ફલાભિસંધિવાળું છે. તેવા પ્રકારના મલીનભાવોથી મિશ્ર એવા કુશલિચિત્તાદિથી ગમે તેટલો કાળ જાય તો પણ યોગદશા પ્રગટ થવાના અંકુરા જીવમાં ઉગતા નથી. કારણકે તેવું ચિત્ત એ યોગબીજ નથી. જેમ બીજ વિના અંકુરા ન થાય, અને ઉલટા બીજથી પણ ધારેલા અંકુરા ન થાય, તેમ સાંસારિકભાવનાઓથી ભરપૂર કુશલચિત્તાદિ યોગબીજ નથી માટે તેમાંથી યોગના અંકુરા પ્રગટ થતા નથી.
તત્ત-આ ઉપરોક્ત વિશેષણોવાળું કુશલચિત્તાદિ રૂપ યોગબીજ જે આત્માએ હજુ રાગ-દ્વેષની ઘન-ગાઢ ગ્રંથિ ભેદી નથી તેવા મિથ્યાત્વી જીવને પણ મિથ્યાત્વની મંદતાના કારણે જ (કટુત્વની નિવૃત્તિના કારણે જ) તા ત્યારે જ= ગ્રંથિભેદ કરવાના કાળે થતા ચરમ યથાપ્રવૃત્તિકરણ સમયે જ પૂર્વ પતિ આ પ્રમાણે થાય છે. અર્થાત્ આવું =આવા પ્રકારનું ઉપરોક્ત વિશેષણોવાળું સંશુદ્ધ યોગબીજ ત્યાં જ આવે છે. કારણ કે ચરમ યથાપ્રવૃત્તકરણમાં આવેલા (અપૂર્વ-અને અપ્રતિહત એવા વૈરાગ્યના) સામર્થ્ય વડે તેવા પ્રકારનો મોહનીયકર્મનો ક્ષયોપશમ વિશિષ્ટ બળવાન્ થતો હોવાથી મંદમિથ્યાત્વનો ઉદય વિદ્યમાન હોવા છતાં પણ ઉપાદેય બુદ્ધિ આદિ ત્રણ ગુણોવાળું સંશુદ્ધ યોગબીજ તે કાળે પ્રાપ્ત થાય છે. જેમ સાતમા અપ્રમત્ત ગુણઠાણે વર્તતા મુનિમહાત્મા સંજવલન કષાયના ઉદયવાળા છે તેથી સરાગી છે. રાગદશા વિદ્યમાન છે. તો પણ તે રાગદશા અતિશય મંદ થયેલી હોવાથી તે મુનિ જાણે વીતરાગભાવને પામ્યા હોય ! તેવા હોય છે. અર્થાત્ અપ્રમત્ત મુનિ સરાગી જ હોવા છતાં (રાગમાત્રા અલ્પ-અલ્પતર હોવાથી) વીતરાગભાવ તુલ્ય કહેવાય છે. તેમ અહીં મિથ્યાત્વદશા હોવા છતાં પણ અતિશય મંદ મિથ્યાત્વ હોવાથી સંશુદ્ધ કુશલચિત્તાદિ યોગબીજ ઘટી શકે છે. માટે જ મિત્રા દૃષ્ટિમાં આવેલો આ આત્મા પરમાત્માની સાથે અનન્યભાવવાળો થઈને પરમભક્તિથી પરમાત્માની શ્રેષ્ઠ સાધના કરે છે.
यथाहुर्योगाचार्या:- “योगबीजचित्तं भवसमुद्रनिमग्नस्येषदुन्मजनाभोगः तत्सत्यति-शयशैथिल्यकारी प्रकृतेः प्रथमविप्रियेक्षा तदाकूतकारिणीसमुज्जासमागमोपायनं चेतस्तदुचित-चिन्तासमावेशकृद् ग्रंथिपर्वतपरमवज्र नियमात्तभेदकारि भवचारकपलायनकालघण्टा तद-पसारकारिणी समासेन"इत्यादि। अतः संशुद्धं ह्येतदीदृशमेतदिति जिनकुशलचित्तादि। एतच्च तथाविधकालादिभावेन तत् तत्स्वभावतया फलपाकारम्भसदृशमिति ॥२५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org