________________
ગાથા : ૨૫
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૨૫ શક્તિને (બળને) શિથિલ કરનારું આ યોગબીજ છે. બન્ને અર્થોનો ભાવાર્થ લગભગ સમાન છે. યોગબીજની પ્રાપ્તિના પૂર્વકાળમાં વિષયસુખોની આસક્તિ ઘણી હતી, તેમાં જ આ જીવ રંગાયેલો હતો, લયલીન હતો, પ્રકૃતિનું (કર્મનું) જોર ઘણું હતું, તે સર્વ આ યોગબીજ આવવાથી શિથિલ થઈ ગયું છે. આ યોગબીજ વિષયસુખોની આસક્તિને અને પ્રકૃતિની (કર્મોની) શક્તિને શિથિલ કરનારું છે.
(ઉપરોક્ત બે વિશેષણો, અને હવે પછી સમજાવાતાં સર્વે વિશેષણો “યોવીનર" પદનાં જ છે. માત્ર વિશેષણને વિશેષ્યના અનુસાર લિંગ નથી વિત્ત શબ્દ નપુંસકલિંગ હોવા છતાં પણ તેનાં વિશેષણોમાં ક્યાંક પુલિંગ અને કયાંક સ્ત્રીલિંગ કરેલ છે. કારણકે સમાન જ લિંગ આવે એવો નિયમ નથી. જેમકે વેવા પ્રમાણમ્, ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ઇત્યાદિ યુક્તિ અહીં સ્વયં સમજી લેવી.)
(૩) પ્રઃ પ્રથમવિક્ષિાર અત્યાર સુધી આ આત્મા પ્રકૃતિને અનુકૂળ જોવાની દૃષ્ટિવાળો હતો, પ્રકૃતિની સાથે ગાઢમિત્રતા=અભેદબુદ્ધિ હતી, પ્રકૃતિનું કતૃત્વ-ભકતૃત્વજ્ઞાતૃત્વ-વગેરે પોતાનાં જ છે એમ આ જીવ માનતો હતો, પ્રકૃતિજન્ય વિષયસુખ અને સંસારને પોતાનો જ માની તેમાં જ આનંદ-ચમન કરતો હતો, પરંતુ આ યોગબીજ આવ્યું ત્યારે તેને ભાન થાય છે કે આ મારું સ્વરૂપ નથી, હું પ્રકૃતિથી પૃથક્ છું. પ્રકૃતિએ મને ભોળવ્યો છે. અંધારામાં રાખ્યો છે, પ્રકૃતિની સાથેની ગાઢ મિત્રતા તૂટી જાય છે. અભેદબુદ્ધિ ક્ષીણ થઈ જાય છે. અત્યાર સુધી જે પ્રકૃતિ વહાલી લાગતી હતી, તેના તરફ પ્રેમભરી દૃષ્ટિ હતી. તે હવેથી કડવી લાગે છે અને તે પ્રકૃતિ પ્રત્યે વિપ્રિય પ્રેમ વિનાની, કડવાશ ભરેલી, અણગમાવાળી ક્ષત્રિદૃષ્ટિ અહીંથી શરૂ થાય છે. આવી અણગમાવાળી દૃષ્ટિ શરૂ કરાવનારું આ યોગબીજ પ્રથમ છે.
(૪) તલાQતરિ=અત્યાર સુધી પ્રકૃતિનું બળ અધિક હતું, આ જીવ પણ તેના તરફ વ્હાલ કરતો હતો, તેના કહ્યા મુજબ જ વર્તતો હતો, પ્રકૃતિ-જન્ય સુખને પોતાનું માનીને જ તેના તરફ રાગી હતો, પરંતુ આ યોગબીજ આવવાથી, પ્રકૃતિની અસલી માયાકારી જાત જણાઈ જવાથી તેના પ્રત્યે વિપ્રિયંક્ષા (કડવી ઝેર ભરેલી દૃષ્ટિ) થયેલી હેવાથી તત્તે વિપ્રિયંક્ષાના જ માલૂd=રહસ્યને રિ પ્રગટ કરનારું આ યોગબીજ જાણવું. એટલે કે જેમ કોઈ મિત્ર ઉપર પ્રથમ સ્નેહ હોય, પરંતુ તેના તરફથી કરાયેલો વિશ્વાસઘાત દેખાવાથી વિપ્રિયંક્ષા થાય છે. અને પછી દિન-પ્રતિદિન તે વિપ્રિયંક્ષાવાળું ચિત્ત તેના તરફ વધુને વધુ શંકાશીલ બને છે. આંખ કરડાયેલી જ રહે છે. મનમાં ગુસ્સો વધે છે. બદલો વાળવાના ઘાટની રાહ જ જીવ જુવે છે. તેમ અહીં પ્રકૃતિ પ્રત્યે વિપ્રિયંક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org