________________
૧૧૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૫
ગ્રંથિભેદ કરવા દ્વારા નજીકના જ કાળમાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. આ અવસ્થા સમ્યજ્ઞાનની પૂર્વ(કાળ)રૂપે છે. તેથી જ પ્રભુ અને પ્રભુભક્તિ ગમી જાય છે. રુચિ જાય છે. સંશુદ્ધચિત્તનું આ પહેલું લક્ષણ છે.
(૨) તથા આહારાદિ દશવિધ સંજ્ઞાઓની અટકાયત કરવા પૂર્વકનું આ કુશલચિત્ત સંશુદ્ધ કહેવાય છે. હવે કહેવાતી આહારાદિ દશવિધ સંજ્ઞાઓ મોહનીયકર્મના વિપાકોદય રૂપ છે. મોહનીયનો ઉદય મંદ કરી ક્ષયોપશમ કરવાથી અને તે ક્ષયોપશમ ચિત્ર-વિચિત્ર હોવાથી પરમાત્મા અને તેમની ભક્તિ-સાધના એવી ગમી જાય છે કે તે કાલે આહારાદિ દશવિધ સંજ્ઞાઓના ઉદયની મંદતાવાળું આ કુશલચિત્ત બની જાય છે. સાધનાના કાળે તો આહારાદિની સંજ્ઞા ઉછળતી જ નથી. પરંતુ તેના સંસ્કારથી તે સાધના સિવાયના કાળે પણ આ આહારાદિ સંજ્ઞાઓનું બળ નિર્બળ બની જાય છે. તે સંજ્ઞા દશ પ્રકારની કહી છે ઋષિ મહાત્માઓનાં વચન આ પ્રમાણે છે કે
- હે ભગવાન્ ! સંજ્ઞા કેટલા પ્રકારની કહી છે ! હૈ ગૌતમ ! દશ પ્રકારની છે. (૧) આહાર સંજ્ઞા, (૨) ભયસંજ્ઞા, (૩) મૈથુનસંજ્ઞા, (૪) પરિગ્રહસંજ્ઞા, (૫) ક્રોધસંજ્ઞા, (૬) માનસંજ્ઞા, (૭) માયા સંજ્ઞા, (૮) લોભસંજ્ઞા, (૯) ઓઘસંજ્ઞા, અને (૧૦) લોકસંજ્ઞા. આ દશવિધ સંજ્ઞાઓથી સંયુક્ત એવા આશય (ચિત્ત)વાળું ધર્માનુષ્ઠાન સુંદર હોય તો પણ અભ્યદય માટે (પુણ્યબંધ માટે સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે) થાય છે. પરંતુ સંપૂર્ણ પરિશુદ્ધિ (વિશુદ્ધિ)ના અભાવે નિઃશ્રેયસની (મુક્તિની) અવાપ્તિ (પ્રાપ્તિ) માટે થતું નથી. કારણ કે ભવના ભોગોથી નિઃસ્પૃહ એવા આશયથી (પ્રમવ)-કરાયેલું જો આ અનુષ્ઠાન હોય તો એ જ મુક્તિ- પ્રાપ્તિનો હેતુ બને છે. એમ યોગી મહાપુરુષો કહે છે.
પરમાત્મા પ્રત્યે અને તેઓએ કહેલાં ધર્માનુષ્ઠાનો પ્રત્યે ઉપાદેયભાવથી એવો રાગ થાય છે કે તે ભક્તિ-સાધના કે ધર્માનુષ્ઠાન જ્યારે કરાતું હોય ત્યારે આહારની લોલુપતા ટળી જાય છે. ભૂખની ભ્રમણા જ ભાંગી જાય છે. કેટલો કેટલો સમય તેમાં વીતી જાય તો પણ આહારાદિની સ્મૃતિ થતી નથી, આહારની સંજ્ઞા-મમતા અટકી જાય છે. ભોજન કર્યું, ન કર્યું કે તુરત ધર્માનુષ્ઠાનમાં જોડાઈ જાય છે. આહારના સ્વાદને માણવાની કે પ્રશંસા-નિંદા કરવાની વાત તો કેવી ? આ પ્રમાણે પ્રભુની સાધના ગમી જાય છે કે
જ્યાં આહાર ભૂલી જવાય છે. વીતરાગ પરમાત્મા પ્રત્યેનો પરમરાગરૂપ બનવાનું સાથીદાર મળવાથી સાધનાકાળે કોઇનો ભય લાગતો નથી, ભય જ જાણે ભય પામ્યો હોય તેમ ભાગી જાય છે સર્પાદિનો ઉપસર્ગ આવે તો પણ ચાલુ સાધનામાં નિર્ભય જ રહે છે. ત્રીજી સંજ્ઞા મૈથુનની છે. વિષયવાસનાની તો વાત જ કેવી ! આ સાધના જ વિષયવાસનાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org