________________
૧૧૦
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૩
ગાથાર્થ = (૧) જિનેશ્વર પરમાત્મા પ્રત્યે શુભભાવવાળું ચિત્ત, (૨) તેઓને નમસ્કાર કરવો, (૩) અતિશય શુદ્ધ પ્રણામાદિ તેઓને કરવા આ ત્રણ અનુત્તમ (પરમશ્રેષ્ઠ) યોગબીજ છે. સંર૩||
ટીકા - “નિનેy''માવર્લૅન્જ “સુન્ન ચિત્ત-"તેષાદમાવેન પ્રત્યાતિ, अनेन मनोयोगवृत्तिमाह । “तन्नमस्कार एव च" जिननमस्कार एव च तथा मनोयोग-प्रेरित इति, अनेन तु वाग्योगवृत्तिम्। “प्रणामादि च"-पञ्चाङ्गादिलक्षणं । आदि शब्दाद्-मण्डलादिग्रहः । “संशुद्ध"-इत्यसंशुद्धव्यवच्छेदार्थमेतत् । तस्य सामान्येन यथाप्रवृत्ति-करणभेदत्वात्तस्य च योगबीजत्वानुपपत्तेः । एतत्सर्वमेव सामस्त्यप्रत्येकभावाभ्यां "योग-बीजं"-मोक्षयोजकानुष्ठानकारणम् “अनुत्तमम्" इति सर्वप्रधानं विषयप्राधान्यादिति ॥२३॥
વિવેચન - યોગનાં બીજ ત્રણ છે. જે અહીં મિત્રાદેષ્ટિમાં પ્રાપ્ત થાય છે. (૧) જિનેશ્વર પરમાત્મા પ્રત્યે કુશલ ચિત્ત, (૨) સ્તુતિ બોલવા દ્વારા તેઓને કરાતું શીર્ષનમન તે નમસ્કાર, અને (૩) પાંચ અંગો નમાવવા પૂર્વક કરાતો પ્રણામ. આ ત્રણ અનુત્તમ (પ્રધાન-શ્રેષ્ઠ) યોગનાં બીજ છે.
જેઓએ મૂલથી સર્વથા રાગ-દ્વેષ અને અજ્ઞાનનો નાશ કર્યો છે. સંપૂર્ણ વીતરાગાવસ્થા પ્રાપ્ત કરી છે. અને ત્રણે લોકના સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના સર્વપર્યાયોના ભાવો સાક્ષાત્ જાણ્યા છે. પૂર્ણપણે સર્વજ્ઞ થયા છે. એવા અરિહંત પરમાત્માને જિન કહેવાય છે. તે જિનેશ્વર પરમાત્મા પ્રત્યે ચિત્તનું કુશલપણું થવું. ચિત્તમાં શુભભાવનું નીપજવું તે પ્રથમ યોગબીજ છે. અનાદિકાલીન મિથ્યાત્વમોહના ઉદયથી એકેન્દ્રિય આદિના અનેક ભવોમાં પરમાત્મા જેવું કોઈ નામ સાંભળ્યું જ ન હતું, અને પંચેન્દ્રિયના કોઈ કોઈ ભવોમાં કદાચ સાંભળ્યું હશે તો પણ સ્ત્રીરોગી અને શસ્ત્રધારી એવા કુત્સિત દેવોમાં આ જીવે પરમાત્મપણાની બુદ્ધિ કરેલી છે. વીતરાગપરમાત્મા પ્રત્યે તો વૈષ-અરુચિ-નાખુશીભાવ જ વસ્યું છે. કારણ કે વીતરાગ ભગવાન્ વીતરાગ હોવાથી શું લાભ આપવાના છે ? આવી બુદ્ધિના કારણે ત્યાં દ્વેષ જ હતો. તે દ્વેષ ટાળીને તેમના પ્રત્યે પૂજ્યભાવ પેદા થવો, હૃદયમાં બહુમાન થવું, ભક્તિનો ભાવ પ્રાપ્ત થવો એ જ કુશલચિત્ત કહેવાય છે. કોઈ પણ એક પદાર્થ પ્રત્યે જ્યાં સુધી ઠેષ હોય છે. ત્યાં સુધી તેમના પ્રત્યે પ્રીતિ-ભક્તિ-બહુમાન-પૂજ્યભાવ આવતો નથી. તેથી અહીં આ જિનેશ્વર પરમાત્મા પ્રત્યે દ્વેષાદિનો દ્વષ-અરુચિ-તિરસ્કાર-નાખુશીભાવનો) અભાવ થવાથી પ્રીતિભાવ-ભક્તિભાવ-પૂજ્યભાવવાળું જે ચિત્ત બને છે. તે પ્રથમ યોગબીજ છે. કે જે મનની શુદ્ધિને જણાવે છે. અને તેનું કુશલચિત્ત એવું નામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org