________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
હૃદયમાં પૂજ્યભાવ-ભક્તિભાવ આવ્યા પછી તેવા પ્રકારની ભક્તિભાવનાથી ભરપૂર મનના અદમ્ય ઉત્સાહના બળે નીકળતો સ્તુતિ-પ્રાર્થના અને ગુણગાન ક૨વા રૂપ અભૂતપૂર્વ વચનોચ્ચાર તથા તે બોલવા પૂર્વક કરાતું શીર્ષનમન તે નમસ્કાર નામનું બીજું યોગબીજ છે. જેના પ્રત્યે દ્વેષ ટળ્યો, હૃદયમાં પ્રીતિ-ભક્તિ-બહુમાન જન્મ્યું, તેમના ગુણગાન સહજભાવે આવી જ જાય છે. કોઇપણ જાતની પ્રેરણા કરવી પડતી નથી. ગુણગાન આવ્યા વિના રહે જ નહીં, અંદર આવેલો પૂજ્યભાવ જ ગુણસ્તુતિ કરાવે છે. શુભભાવના યુક્ત મનોયોગથી પ્રેરાયેલો એવો આ શુભ વચનયોગ છે.
ગાથા : ૨૩
બે હાથ, બે ઢીંચણ, અને મસ્તક, એમ પાંચે અંગો ભૂમિને સ્પર્શાવવા દ્વારા પાંચે અંગે પ્રણામ કરવો, વળી તે પ્રણામ પણ સંશુદ્ધ-સમ્યગ્ પ્રકારે કરવો, હૃદયમાં ઘણો જ બહુમાનનો ભાવ રાખવા પૂર્વક ગુણસ્તુતિ ગાતાં ગાતાં જે હૈયાના ઉછરંગથી પંચાંગ પ્રણામ કરવો તે ત્રીજું યોગબીજ છે. અહીં પ્રણામની આગળ “સંશુદ્ધ” એવું જે વિશેષણ કહ્યું છે તે અસંશુદ્ધના વ્યવચ્છેદ માટે છે. કારણકે આવા અસંશુદ્ધ પ્રણામ આ જીવે ઘણીવાર કર્યા છે. મોહઘેલા ભક્તિભાવશૂન્ય, સંસારસુખપોષક, એવા પ્રણામ આ જીવે બહુવાર કર્યા છે. લજ્જાથી, માનમોભાથી, પ્રતિષ્ઠાની બુદ્ધિથી, કોઇ સુખની લાલસાથી પ્રણામાદિ ઘણીવાર કર્યા છે. તે બધા પ્રણામાદિ સામાન્યથી યથાપ્રવૃત્તિકરણ માત્ર સ્વરૂપ છે. સ્મશાનીયા વૈરાગ્ય તુલ્ય, ક્ષણજીવી અને આત્માની સાથે અસ્પર્શી છે. આવું યથાપ્રવૃત્તકરણ તો અભવ્યોને પણ ઘણીવાર થાય છે. ભવ્યજીવોને પણ અચરમાવર્તમાં ઘણીવાર આવે છે. તે કંઇ તેજસ્વી નથી, તેથી તેમાંથી યોગમાર્ગ પ્રગટ થતો નથી. આ કારણે આ અસંશુદ્ધપ્રણામાદિ જે છે તે યોગબીજ બનતું નથી. આ પંચાંગ પ્રણામ સંશુદ્ધ રીતે કરાય તે કાયશુદ્ધિરૂપ કાયયોગ જાણવો.
૧૧૧
કુશલચિત્ત એ પ્રથમ યોગબીજ મનની શુદ્ધિરૂપ છે. ગુણગાનાત્મક વચનોચ્ચાર રૂપ બીજું યોગબીજ એ વચનની શુદ્ધિ રૂપ છે. અને પંચાંગ પ્રણામાત્મક ત્રીજું યોગબીજ એ કાયાની શુદ્ધિરૂપ છે.
જે ૫૨માત્માએ સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું છે. કર્મોનાં સર્વ આવરણો જેઓએ દૂર કર્યાં છે. અને જેઓ ગુણનિધાન બન્યા છે-તેવા વીતરાગ- પરમાત્માની મન-વચન અને કાયાથી પ્રીતિ-ભક્તિ-સ્તવના-ગુણગાન કરવા અને ભાવપૂર્વક પ્રણામ કરવા એ મોક્ષપ્રાસાદ ઉપર ચડવાનું પ્રથમ પગથીયું છે તથા યોગમાર્ગની પ્રાપ્તિરૂપ વૃક્ષારોપણનું બીજ છે. પ્રભુની ભક્તિ એ મુક્તિ-સ્ત્રીની પ્રાપ્તિ કરાવવામાં વચ્ચે કામ કરતી એવી દૂતી (સખી) સમાન છે.
કોઇ કોઇ ભોળા લોકો, અહીં એમ કહે છે કે પ્રભુ તો વીતરાગ છે. ખુશ થવાના નથી, અહીં આવવાના નથી, તેમની ભક્તિથી આપણને શું લાભ ? તથા એકાન્તનિશ્ચયવાદીઓ આ ભક્તિને પરાવલંબી છે. પરભાવ દશા છે. કારણ કે પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org