________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૪
થતાં ત્યાગ કરે છે. જેમ જન્મ ધારણ કરે ત્યારે શરીર બનાવવા ઔદિરક અથવા વૈક્રિય વર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરે છે. અને મૃત્યુકાલે તે જ સર્વ પુદ્ગલોનો આ જીવ ત્યાગ કરે છે. આહારક અને તૈજસ વર્ગણાનાં પુદ્ગલો આહારકશરીર રૂપે તથા તેજોલેશ્યા અને શીતલેશ્યા સ્વરૂપે ગ્રહણ કરીને મૂકે છે. વળી શ્વાસોશ્વાસ લે ત્યારે શ્વાસોચ્છશ્વાસ વર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરે છે અને શ્વાસોશ્વાસ છોડતી વખતે તે જ પુદ્ગલોનું મોચન કરે છે. ભાષા બોલતી વખતે ભાષાવર્ગણાનાં પુદ્ગલોનું ગ્રહણ કરી ભાષાપણે પરિણમાવી છોડે છે. એ જ પ્રમાણે ચિત્ત્વનકાલે મનોવર્ગણા, કર્મબંધકાલે કાર્યણવર્ગણાનું ગ્રહણ-મોચન કરે છે. આ રીતે કોઇપણ એક જીવ સમસ્ત ચૌદ રાજલોક પ્રમાણ લોકાકાશમાં રહેલી આઠે વર્ગણામય સંપૂર્ણ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યને જુદા-જુદાપ્રયોજનથી કોઇ પુદ્ગલો ઔદારિકશરીરરૂપે, કોઇ પુદ્ગલો વૈક્રિયશરીરરૂપે, કોઇ પુદ્ગલો તૈજસશરીરરૂપે, કોઇ પુદ્ગલો ભાષારૂપે, કોઇ પુદ્ગલો શ્વાસોચ્છ્વાસરૂપે, કોઇ પુદ્ગલો ચિંતન-મનનરૂપે, અને કોઇ પુદ્ગલો કર્મ બાંધવા રૂપે ગ્રહણ કરીને મૂકે, એકપણ પુદ્ગલ ગ્રહણ-મોચનમાં બાકી ન રહે તેમ સર્વ પુદ્ગલોનું ગ્રહણમોચન કરતાં જેટલો કાળ જાય તેટલા કાળનું નામ બાદરદ્રવ્ય પુદ્ગલ પરાવર્તન કહેવાય છે. જેમાં અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી કાલ લાગે છે. આ જ સમસ્ત પુદ્ગલાસ્તિકાયનું ગ્રહણ અને મોચન આહારક વિના ઉપરોક્ત સાતમાંથી કોઇપણ એકરૂપે થાય અને તેમાં જેટલો કાળ લાગે તે સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલપરાવર્ત કહેવાય છે. સૂક્ષ્મ પુદ્ગલપરાવર્તન કરતી વખતે જે વિવક્ષિત એકરૂપે પુદ્ગલગ્રહણ કરવાની વિવક્ષા કરી હોય, તેમાં તે એક સિવાય શેષરૂપે પુદ્ગલોનું ગ્રહણ થવા છતાં તેની ગણના કરાતી નથી. તે પુદ્ગલોને ફરીથી વિવક્ષિત એકરૂપે જ ગ્રહણ કરવાં પડે છે. તેથી બાદર કરતાં સૂક્ષ્મમાં અનંતગુણો કાળ લાગે છે. આજ પ્રમાણે બાદર અને સૂક્ષ્મ ક્ષેત્રપુદ્ગલ પરાવર્તન, કાળપુદ્ગલ પરાવર્તન અને ભાવપુદ્ગલપરાવર્તન પણ થાય છે. એમ કુલ-૮ પ્રકારનાં પુદ્ગલ પરાવર્તો થાય છે. (જુઓ શતકનામા પંચમ કર્મગ્રંથ ગાથા ૮૬૮૭ા૮૮૫ )
૧૧૪
અહીં ચરમાવર્તમાં જે પુદ્ગલપરાવર્ત લેવાનું છે તે સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલપરાવર્ત જ સમજવાનું છે. ચૌદ રાજલોક વ્યાપી સમસ્ત લોકાકાશના સર્વ પ્રદેશોને ક્રમશઃ મરણ વડે સ્પર્શ કરતાં જેટલો કાળ થાય તેટલા કાળનું નામ સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત કહેવાય છે.
આ રીતે તેવા તેવા પ્રકારે તે તે વર્ગણાઓનાં પુદ્ગલોનું ગ્રહણ અને સન્ત્યાગ (મોચન) કરવા વડે કરાતાં પુદ્ગલોનાં આવર્તો તે પુદ્ગલાવર્ત કહેવાય છે. અનાદિ એવા આ સંસારમાં તથાભવ્યત્વ (તેવા પ્રકારની બહાર નીકળવાની યોગ્યતા) પાકે ત્યાં સુધીમાં કોઇ જીવનાં કેટલાંય પણ આ પુદ્ગલપરાવર્તો થાય છે. અર્થાત્ અનંત પુદ્ગલાવર્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org