________________
ગાથા : ૨૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૧૫
થયાં છે. અને થાય છે. તેમાંથી જ્યારે જે જીવની સંસારમાંથી નીકળી મુક્તિએ જવાની યોગ્યતા પાકે, તેનો મુક્તિગમનનો કાળ બહુ નજીક આવે ત્યારે થતું જે છેલ્લે પુદ્ગલપરાવર્ત તેને ચરમપુદ્ગલપરાવર્ત-કહેવાય છે. અહીં ચરમપદથી ચરમપુદ્ગલાવર્ત કહેલું જાણવુ. ભવોનો તેવો પ્રકારનો પાક થવો, ભવો પાકી જવા, સંસારમાંથી નીકળી જવાની યોગ્યતા પાકવી- તેને તથાભવ્યત્વનો પરિપાક કહેવાય છે. આ તથાભવ્યત્વનો પરિપાક થાય ત્યારે જ ચરમપુદ્ગલાવર્ત આવે છે. ચરમ પુલાવર્ત થવામાં તથા ભવ્યત્વો પરિપાક એ જ પ્રધાનકારણ છે.
ગ્રંથકારે જ યોગબિન્દુમાં કહ્યું છે કેयोग्यता चेह विज्ञेया, बीजसिद्धयाद्यपेक्षया । માત્મ: સદના ચિત્રા, તથાભવ્યત્વનત્યતઃ | શ્રી યોગબિંદુ ૨૭૮
તથાભવ્યત્વના પરિપાકથી જ આ જીવ ચરમપુદ્ગલાવર્તમાં આવે છે. અને જ્યારે ચરમાવર્તમાં આવે છે ત્યારે જ કુશલચિત્તાદિ ઉપરોક્ત યોગબીજ પ્રાપ્ત થાય છે. કારણ કે તથાભવ્યત્વનો પરિપાક થયેલ હોવાથી, ગયેલા ભૂતકાળની અપેક્ષાએ મુક્તિનગર કંઈક નજીક આવવાથી મિથ્યાત્વમોહનીયની કટુતા (કડવાશ-ઝેર-ભયંકરતાનો આવેશ) કંઈક અંશે નિવૃત્ત થવાથી આત્મપરિણામોમાં કંઇક મધુરતાની સિદ્ધિ થાય છે. આત્મપરિણામ કોમળ બને છે. આ જ કારણથી જિનેશ્વર પરમાત્મા પ્રત્યે સંશુદ્ધ એવું કુશલચિત્તાદિ અવશ્ય આવે છે. તથાભવ્યત્વનો પરિપાક થવાની ક્રિયા દ્વારા જ આ ઉત્તમ પરિણામ આવે છે મિથ્યાત્વની કટુતા મંદ થવી અને પરિણામની મધુરતા (કોમળતા) થવી એ કંઈ જેવી તેવી સિદ્ધિ નથી, આ મહાન્ સિદ્ધિ છે. એકવાર દષ્ટિ બદલાય એટલે પરમાત્મા, તેમની વાણી, અને તત્કથિત ભાવો ગમવા જ માંડે છે. માટે મિથ્યાત્વની કટુતાની નિવૃત્તિ અને પરિણામોની મધુરતાની સિદ્ધિ એ પરમાર્થપદની પ્રાપ્તિના ઊધ્વરોહણનું પ્રથમ સોપાન છે. હવે આ જીવની દિનચર્યા-વાણી-વર્તન બધું જ બદલાઈ જાય છે. પરમાત્માની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે એમ મનમાં ઠસી જાય છે. તેથી પ્રભુની ભક્તિ અતિશય ગમી જાય છે. અને પ્રભુની ભક્તિ સેવા-ઉપાસના એ જ જીવનનો સાર છે એમ પરિણામમાં મધુરતા આવે છે. પૂજ્યશ્રી આનંદઘનજી મહારાજશ્રીએ કહ્યું છે કેચરમાવર્ત હો ચરમકરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક | દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચનપાર્ક શ્રી આનંદઘનજી .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org