________________
૧૦૬
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૦ (૨) યમનામનું યોગાંગ = આઠ અંગમાંથી યમ નામનું પ્રથમ અંગ અહીં હોય છે. યમ એટલે અહિંસાદિ પાંચ વ્રત. તથા તેના ઈચ્છાદિ ચાર પ્રતિભેદોને પણ યમ કહેવાય છે. (જુઓ આ જ ગ્રંથમાં ગાથા ૨૧૪થી ૨૧૮) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ એ પાંચ યમ છે. તેની તરતમતા પ્રમાણે ઇચ્છા, પ્રવૃત્તિ સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર દરેક યમના પ્રતિભેદો છે. આ યમો એટલે વ્રતો અણુથી અને સર્વથા એમ બન્ને રીતે પણ હોઈ શકે છે. તેને અણુવ્રત અને મહાવ્રત કહેવાય છે. આ વ્રતો લેવાથી જીવોની હિંસા વગેરે પાપોથી અટકી જવાય છે. તેથી ચિત્તમાં યોગની યોગ્યતા વધારે વધારે પ્રગટે છે. સંકુલેશ દૂર થાય છે. તેના દ્વારા યોગદશા મેળવી શકાય છે. એટલે અહિંસાદિ વ્રતોથી ચિત્તની સંકલેશવૃત્તિનો અભાવ થવા દ્વારા યોગપ્રાપ્તિની નજીક પહોંચાય છે. આ પ્રમાણે અહિંસાદિ વ્રતો યોગ પ્રાપ્તિનું કારણ હોવાથી યોગના અંગ તરીકે કહેલ છે. (અહિંસાદિને સમજવા માટે હિંસાદિના અર્થો જાણવા તત્ત્વાર્થસૂત્ર જોવું.)
પાપનો ભય લાગવાથી અહિંસાદિ વ્રતો લેવાની ભાવના થવી તે ઈચ્છા, વ્રતો સ્વીકારવાં તે પ્રવૃત્તિ, વ્રતો સ્વીકાર્યા પછી આવતા ઉપસર્ગ-પરિષહાદિમાં સ્થિર રહેવું તે ધૈર્ય, અને તેમાં પારંગત થઈ નિર્દોષપણે પાળવું તે સિદ્ધિ.
આ પ્રમાણે જેમ અહિંસા પાળવાની ઇચ્છા, અહિંસામાં પ્રવૃત્તિ, અહિંસામાં સ્થિરતા અને અહિંસાની સિદ્ધિ એમ ચાર ભેદ થાય છે તેમ સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહના પણ ચાર ચાર ભેદો જાણવા, તે સર્વે યોગપ્રાપ્તિના પ્રથમ અંગ સ્વરૂપ છે.
(૩) ખેદ દોષનો ત્યાગ= દેવનું કાર્ય, આદિ શબ્દથી ગુરુજીનું કાર્ય, અને તેમાં લખેલા આદિ શબ્દથી ધર્મનું કાર્ય આ ત્રણે પ્રકારનાં કાર્યો કરવામાં આ મિત્રા દૃષ્ટિવાળો જીવ ખેદ ન પામનાર, થાક ન લગાડનાર હોય છે. આ દૃષ્ટિમાં દેવ-ગુરુ અને ધર્મનો એવો રંગ લાગી જાય છે. કે તેઓનાં તથા તથા –તેવા તેવા પ્રકારનાં તિમિર્ ૩ નૉ-સેવાભક્તિ-વૈયાવચ્ચાદિ આ કાર્ય પ્રાપ્ત થયે છતે તથા પરિતોષાત્ – તે તે કાર્યો કરવાના આનંદથી એવો ખુશ ખુશ થઇ જાય છે કે ન રહેતોત્ર-તે જીવ અહીં અલ્પ પણ ખેદ પામતો નથી, થાતો નથી, મ િતુ-પરંતુ પ્રાપ્ત થયેલા આવા કાર્યો કરવાના અદમ્ય ઉત્સાહથી, અપૂર્વ વર્ષોલ્લાસથી અને હૈયાના અત્યંત ઉછરંગથી તેમાં રચ્યો પચ્યો રહે છે. થાકતો નથી. પ્રવૃત્તિવ-પ્રવૃત્તિ કર્યા જ કરે છે. જેમ ભવાભિનંદી જીવો શિરે-ત્યાદ્રિ-તોપમાપિમાથું ભારે થવું, માથું દુઃખવા આવવું ઇત્યાદિ કારણે શરીર અસ્વસ્થ હોય તો પણ ભોગકાર્યોની પ્રીતિવિશેષ હોવાથી ઘણા ઉત્સાહથી ભોગકાર્યમાં પ્રવર્તે છે તેમ આ જીવ પણ શરીર અસ્વસ્થ હોવા છતાં પણ દેવ-ગુરુ-અને ધર્મના કાર્યોમાં વિના ખેદે પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org