________________
૧Oજ
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૦
તથા કાન્યકુબ્ધ તરફ ગમન કરતા પુરુષની અવસરે અવસરે વિશ્રામારૂપે લેવાતી નિદ્રા પણ સુખે જાગૃત થવાય તેવી અલ્પ, અને વહેલા ઉઠીને થાક ઉતારવા દ્વારા પ્રમાણમાં હેતુ બને તેવી હોય છે. પરંતુ નિશ્ચિત અને ગાઢ નિદ્રા હોતી નથી. તેવી રીતે આ મહાયોગીને પણ અવસરે અવસરે મળેલા દેવાદિ ભવો વધુ દૈવિક સુખવાળા હોવા છતાં પણ વધારે વધારે અલિપ્ત રાખે તેવા જ મળે છે અને તેવી રીતે જ તે ઔદયિકભાવ પૂર્ણ કરે છે કે જેથી થાક ઉતારવાની જેમ ભોગકાલ પૂર્ણ થયે મુક્તિ-પ્રયાણ વેગથી વૃદ્ધિ પામે. માટે દેવ-મનુષ્યના ભવોની પ્રાપ્તિ એ મુક્તિ-પ્રયાણની અભંજક છે. આ પ્રમાણે સ્થિરાદિ દષ્ટિ અપ્રતિપાતી અને નિરપાય જ છે. એ વાત યથાર્થ જ છે. કહ્યું છે કે
દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુક્તિપ્રયાણ ન ભાંજે રે ! રયણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે વીરો
(શ્રી યોગદૃષ્ટિ સઝાય, ઉપા. યશોવિજયજી) ટીકાનો અર્થ -કાન્યકુબ્ધ તરફ નિરંતર પ્રયાણો દ્વારા ગમન કરવા છતાં પણ જેમ (થાક દૂર કરવા માટે) રાત્રિમાં નિદ્રા લેવાય છે. તેની તુલ્ય દેવજન્મ સંબંધી તેવા પ્રકારના ઔદયિકભાવના વશથી ચારિત્રનો વિઘાત (પ્રતિબંધ) છે. એમ સમજવું. તમારે તુ નિદ્રા ગયે છતે વળી તે ગમનની જ પ્રવૃત્તિ જેમ થાય છે. તેમ તે ઔદયિકભાવનો અભાવ થયે છતે પુનઃ તે ચારિત્રમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. વિસામો લેવા છતાં પણ અંતે કાન્યકુબ્ધનગર તરફ પ્રયાણ ચાલુ જ રહે છે અને અંતે તે નગર આવે જ છે તેમ દેવભવો કરવા છતાં પણ પ્રયાણ ચાલુ હોવાથી અંતે પૂર્ણપણે વિકાસ પામેલ આત્માવસ્થાના અનુભવરૂપ મુક્તિનગરની પ્રાપ્તિ થાય જ છે. ll૨૦ll.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org