________________
ગાથા : ૨૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૦૩ આશયવિશેષમાં વિકાર ન હોવાથી સાપાય નથી, પરંતુ નિરપાય જ છે, એમ સિદ્ધ કર્યું. ત્યાં એક પ્રશ્ન થાય છે કે જે જીવોને મુક્તિપદની પ્રાપ્તિ હજુ દૂર છે અને સ્થિરાદિ દૃષ્ટિ આવી છે. તે જીવો મુક્તિ પામતાં સુધીમાં દેવના અને મનુષ્યના અનેક ભવો તો કરે જ છે. તે વખતે સંસારસુખની પ્રાપ્તિ પણ થાય જ છે. તો તે કાલે સ્થિરાદિ દૃષ્ટિવાળો મનુષ્યભવનો જીવ દેવલોકમાં જાય ત્યારે ચારિત્રભાવમાંથી અવિરત બને જ છે. તથા દુઃખ ઉપરના દ્વેષને જેમ અપાય કહેવાય, તેમ દેવભવમાં આવેલા સુખનો રાગ એ પણ અપાય જ છે. તો ચારિત્રનો વ્યાઘાત થવાથી તથા સુખના રાગાત્મક અપાય આવવાથી સ્થિરાદિ સદ્દષ્ટિઓની પણ પ્રતિપાતિતા અને સાહાયતા સંભવી શકે છે. આમ હોવા છતાં તમે તે દૃષ્ટિઓને અપ્રતિપાત અને નિરપાય જ કેમ સમજાવો છો ?
ઉત્તર = સ્થિરાદિ દૃષ્ટિઓ આવ્યા પછી દિન-પ્રતિદિન મુક્તિ તરફનું પ્રયાણ અભગ્ન અને અખંડિતપણે અવિરત ચાલુ જ રહે છે. માત્ર પૂર્વબદ્ધ કર્મોનો ઉદય ભોગવવાનો શેષ રહ્યો હોય તો તે ભોગવી સમાપ્ત કરવા માટે જ પ્રાપ્ત થતા આ દેવ અને મનુષ્યના ભવો કેવા છે? ખરેખર તે ભવો અન્ય ગ્રામાન્તરગમનમાં રાત્રિસમયે વિશ્રામરૂપે નિદ્રા લેવા તુલ્ય છે. આ વાત એક દૃષ્ટાન્તથી સમજીએ.
કોઈ એક પુરુષ પોતાના ગામથી કાન્યકુબ્ધ નામના દેશ તરફ જવા માટે ઘરથી નીકળ્યો છે. પોતાનું ગામ અને કાન્યકુબ્ધ દેશ વચ્ચે ઘણું અંતર હોવાથી વચ્ચે ચાર-પાંચ (અથવા જેવું અંતર હોય તેને અનુસાર હીનાધિક) વિશ્રામ કરે છે. રાત્રે સ્થિર વસવાટ પણ કરે છે. શયનક્રિયા પણ કરી, સવારે ઉઠી શારીરિક પરિશ્રમ દૂર થવાથી, અને ચાલવાની પ્રસન્નતા વધવાથી વેગપૂર્વક નવું પ્રયાણ પણ કાન્યકુબ્ધ તરફ ચાલુ કરે છે. એમ સમય જતાં તે પુરુષ અવશ્ય કાન્યકુબ્ધ નગરે પહોંચે જ છે અહીં વચ્ચે વચ્ચે લીધેલા વિશ્રામો એ પ્રયાણના ભંજક ગણાતા નથી, પ્રયાણમાં પરિશ્રમ દૂર કરનાર અને ગતિના વેગને વધારનાર છે. તેથી વિશ્રામો એ પ્રયાણના ભંગરૂપ કહેવાતા નથી. તેવી રીતે અપ્રતિપાતી અને નિરપાય એવી સ્થિરાદિ દૃષ્ટિઓવાળા આત્માર્થપદ પ્રાપ્ત એવા આ મહાયોગી પુરુષો સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રગુણ જ્યારથી પામ્યા ત્યારથી જ તેમનું મુક્તિનગર તરફનું પ્રયાણ ચાલુ જ છે. દિન-પ્રતિદિન આ માર્ગ કપાય જ છે. માત્ર પૂર્વબદ્ધ કર્મોનો ઔદયિકભાવ જે શેષ હોય તેને ભોગવીને સમાપ્ત કરવા પૂરતો જ આ જીવ વચ્ચે વચ્ચે દેવ-મનુષ્યના ભવો કરે છે. તે ભવદ્વારા તેટલો તેટલો ઔદયિકભાવ ભોગવીને ખલાસ થતાં પુનઃ ચારિત્રમાર્ગ તુરત જ સ્વીકારવા દ્વારા મુક્તિનગર તરફનું પ્રયાણ ચાલુ જ રહે છે. એટલે મુક્તિનગર તરફનું પ્રયાણ ભાંગતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org