________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૦
અથવા બીજો અર્થ એવો પણ છે કે આવા જીવોમાં આવેલી સદ્દષ્ટિ નરકમાં જવા છતાં હણાતી નથી, પૂર્વબદ્ધ આયુષ્યકર્મના ઉદયની પરવશતાથી નરકગતિમાં જવું પડે છે, પરંતુ તેનામાં આવેલી સદ્દષ્ટિતા કદાપિ નાશ પામતી નથી. તે કારણથી આવેલો અપાય પણ અનપાય જ કહેવાય છે. જેમ વજ્રના તંદુલનો ગમે તેટલો પાક કરો તો પણ તે પાકે નહી, માત્ર તેને આગનો તાપ સહવો પડે, તેવી રીતે સદ્દષ્ટિ પામેલા આ મહાત્માઓને કાયિક દુઃખ સહન કરવા છતાં આશય (ચિત્ત)માં અલ્પ પણ વિકાર આવતો નથી, કાયાથી દુ:ખનો અનુભવ કરવા છતાં પણ જલમાં રહેલા કમલની જેમ મનથી અત્યન્ત નિર્લેપ, અપ્રતિપાતી અને નિરપાય જ આ મહાત્મા હોય છે. આવા સમતાવંત આત્મા મારાં પોતાનાં જ બાંધેલ કર્મો મારે જ ભોગવવાનાં છે એમ સમજી સદા આત્મભાવમાં મગ્નપણે વર્તે છે તેથી આત્મભાવનું પતન ન હોવાથી અપાયથી પર બની ‘ઉદાસીન'' ભાવમાં વર્તે છે તેથી તેનો અપાય પણ અનપાય જ છે. એ પ્રમાણે સૂત્રનો ઉપન્યાસ (ભાવાર્થ-સાર) છે. આ બાબતમાં યોગાચાર્યો જ પ્રમાણભૂત છે. તેઓ ઉપર મુજબ જે કહે છે તે જ યોગ્ય છે. આ રીતે ઇતર એવી સ્થિરાદિ દૃષ્ટિઓ પ્રતિપાત યુક્ત નથી અને તે કારણથી જ સાપાય પણ નથી એ વાત સ્થિર થઇ. ॥૧૯॥ રૂપિ=અહીં (બીજું) પણ જાણવા જેવું જે છે તે કહે છે
૧૦૨
प्रयाणभङ्गाभावेन, निशि स्वापसमः पुनः । विघातो दिव्यभवतश्चरणस्योपजायते ॥२०॥
=
ગાથાર્થ દેવભવની પ્રાપ્તિથી થયેલો ચારિત્રનો વિઘાત એ મુક્તિપ્રયાણનો ભંગ ન થવાના કારણે રસ્તો કાપતાં રાત્રિ આવે ત્યાં વિશ્રામ લેવા તુલ્ય (નિદ્રાતુલ્ય) છે. રા
ટીકા-‘“પ્રયાળમŞામાવેન'' કૃતિ વાન્ય જ્ઞાતિામનેડનવાતપ્રયાળ મનેનાપિ, ‘નિશિ’રાત્રૌ। “સ્વાપમમ: પુન: ’-સ્વાપતુત્યસ્તુ । જિમિત્યાદ‘‘વિદ્યાત: ’' प्रतिबन्धः । दिव्यभवतः - देवजन्मनः सकाशात् ‘‘ઘરળય’’-ચારિત્રસ્ય । ‘“કપનાવત’– તથાવિધી-ચિમાવો શેન। તમાવે તુ પુનસ્તમૈવ પ્રવૃત્તિ: । स्वापविगमेऽनवरतप्रयाणे च प्रवृत्त- कान्यकुब्जगन्तृगमनप्रवृत्तिवत् ॥२०॥
પ્રશ્ન:- મિત્રાદિ ચાર દૃષ્ટિ પ્રતિપાતવાળી પણ સંભવી શકે છે. અને તેથી નરકપાતાદિ દુર્ગતિહેતુતા હોવાથી સાપાય પણ છે. તેવી સ્થિરાદિ ચાર દૃષ્ટિઓ નથી. એમ જે કહ્યું, અને શ્રેણિકમહારાજાના ઉદાહરણમાં સદ્દષ્ટિનો અવિધાત હોવાથી કાયિકદુ:ખ હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org