________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૯
સ્થિરા-કાન્તા-પ્રભા-અને પરા એમ પાછળની ચાર દૃષ્ટિઓ તેવી નથી, અર્થાત્ પૂર્વની દૃષ્ટિઓની જેમ પ્રતિપાત યુક્ત નથી, આવેલી જવાવાળી નથી. જો કે સમ્યક્ત્વ દેશવિરતિ આદિ ગુણસ્થાનકથી ઉપશાન્તમોહગુણસ્થાનક સુધી ચડેલા આત્માઓ ‘ત્યાંથી’ પડીને પહેલા ગુણઠાણે પણ આવી જાય છે. એટલે સ્થિરા-કાન્તાદિ દૃષ્ટિઓ પણ પ્રતિપાતવાળી ભાસે છે. પરંતુ પહેલા ગુણઠાણે જવા છતાં તેનો વાસ્તવિક પ્રતિપાત ગણાતો નથી, કારણકે અંતઃકોડાકોડી સાગરોપમથી અધિક સ્થિતિબંધ તે જીવ કરતો નથી, તથા વધુમાં વધુ દેશોન અર્ધપુદ્ગલપરાવર્તમાં અવશ્ય પુનઃ ઉપર આવી જ જાય છે. માટે તે પ્રતિપાત પ્રતિપાત કહેવાતો નથી. પ્રથમની ચાર દૃષ્ટિઓમાં આવેલો જીવ હજુ મિથ્યાત્વી જ હોવાથી પુનઃ ગાઢ મિથ્યાત્વી પણ એવો થઇ જાય છે કે તે જીવ પુનઃ ચારે પાછો મંદમિથ્યાત્વી થાય ? તેનો કંઇ જ નિયમ નથી, અનંતાનંત સંસારમાં રઝળે એવું પણ બને, તેથી સંસારની પરિમિતતાનું કંઇ જ પ્રમાણ નક્કી ન હોવાથી આ દૃષ્ટિઓ પ્રતિપાતવાળી છે. જ્યારે સ્થિરાદિ દૃષ્ટિઓ તેવા પ્રતિપાતવાળી (અપરિમિત સંસારવાળી) નથી.
૧૦૦
‘“યત વં’-જે કારણથી મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓ ઉપર સમજાવ્યું તે પ્રમાણે પ્રતિપાતવાળી હોવાથી ‘‘સાપાયા અપિ’'=ભયોથી ભરેલી પણ છે ક્યારે પુનઃ ગાઢ મિથ્યાત્વી થઇ જાય તે કંઇ નક્કી ન કહી શકાય. આ કારણથી ‘“તાસ્તા’’-‘‘તા વ્’' આ તે પ્રથમની ચાર જ દૃષ્ટિઓ એવી છે કે જે આવવા છતાં પણ ‘‘પ્રતિપાતેન=ભ્રંશેન'' તેનો પ્રતિપાત (ભ્રંશ) થવાથી આ જીવ પુનઃ ગાઢ મિથ્યાત્વી પણ થાય છે. ભારે કર્યો પણ બાંધે છે અને નરક, નિગોદ આદિ દુર્ગતિમાં પણ જાય છે. આ પ્રમાણે પ્રથમની ચાર દૃષ્ટિઓ આવવા છતાં પણ પ્રતિપાત દ્વારા તીવ્ર મિથ્યાત્વવડે દુર્ગતિની પ્રાપ્તિની હેતુતા જીવમાં હોવાથી આ દૃષ્ટિઓ ભયયુક્ત (સાપાય) પણ છે. નૈતરા ન સ્થિરાધા: સાપાયા કૃતિ-તેવા ભયવાળી સ્થિરાદિ ઇતર દૃષ્ટિઓ નથી. કારણ કે તે દૃષ્ટિઓ આવ્યા પછી તેવો (તીવ્ર મિથ્યાત્વ આવે એવો) પ્રતિપાત થતો જ નથી. અને તેથી દુર્ગતિપ્રાપ્તિની હેતુતા પણ જીવમાં નથી. માટે આ દૃષ્ટિઓ આવા ભયોથી મુક્ત છે.
અહીં એક ખુલાસો કરવો આવશ્યક લાગે છે કે ટીકામાં તુતિòતુત્વન એવું જે પદ છે તે દૃષ્ટિઓમાં કારણ તરીકે ન જોડવું. એટલે કે તે મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓ દુર્ગતિનો હેતુ હોવાથી તે સાપાય પણ છે. આવો અર્થ ન કરવો. કારણ કે આ મિત્રાદિ ચાર દૃષ્ટિઓ પણ યોગની દૃષ્ટિઓ છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમભાવવાળી અને મોહનીયકર્મની પણ મંદતાવાળી છે. તેવી યોગની દૃષ્ટિઓ દુર્ગતિનો હેતુ કેમ બને? અર્થાત્ ન બને, પરંતુ આ ચારયોગની દૃષ્ટિઓ જીવમાં આવવા છતાં પણ મોહનીયકર્મના વિપાકોદયના સામર્થ્યથી થનારા પ્રતિપાતકાલે જીવમાં આવનારી દુર્ગતિ-હેતુતા હજુ સર્વથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org