________________
ગાથા : ૧૯ યોગદષ્ટિ સમુચ્ચય
૯૯ (છઠ્ઠાણવડીયા) રૂપે વર્ણવેલા છે. ઓછામાં ઓછી યોગદષ્ટિથી (મંદ એવી મિત્રાદષ્ટિથી) આરંભીને વધુમાં વધુ યોગદષ્ટિ (પરાદષ્ટિ) સુધીમાં વર્તતા જીવોની દૃષ્ટિઓ (૧) અનંતભાગ અધિક, (૨) અસંખ્યાતભાગ અધિક, (૩) સંખ્યાતભાગ અધિક, (૪) સંખ્યાતગુણ અધિક, (૫) અસંખ્યાતગુણ અધિક અને (૬) અનંતગુણ અધિક એમ છ સ્થાનોથી યુક્ત છે. અને તે સ્થાનોમાં પણ એકેકના બહુ ભેદ છે. એમ પૂર્વાચાર્યોએ આ દૃષ્ટિઓના (કર્મના ક્ષયોપશમાદિના) સૂક્ષ્મ રીતે અતિબહુ ભેદો કહ્યા છે. તે સર્વે ભેદોનો પરિસ્થૂલ નીતિથી એટલે કે સામાન્યપણે આઠમાં સમાવેશ કર્યો છે. ||૧૮ इह च दृष्टिसमुच्चयेઅહીં યોગની દૃષ્ટિઓના સમુચ્ચયના વર્ણનમાં
प्रतिपातयुताश्चाद्याश्चतस्रो नोत्तरास्तथा ।
सापाया अपि चैतास्ताः प्रतिपातेन नेतराः ॥१९॥ ગાથાર્થ = પ્રથમની ચાર દૃષ્ટિઓ પ્રતિપાતથી (પડવાના સ્વભાવથી) યુક્ત છે. તેવી પાછળની ચાર દૃષ્ટિઓ (પ્રતિપાતયુક્ત) નથી. તથા પ્રતિપાતના કારણે જ તે આ પ્રથમની ચાર દૃષ્ટિઓ અપાયવાળી છે. તેવી ઇતર ચાર દૃષ્ટિઓ (અપાયવાળી) નથી. II૧૯
ટીકા - “તિપતિયુત્તા'' અંશતઃ | “મશ્રિતત્રો રો મિત્રવિરૂપા, "एताः अपि च" प्रतिपातयुता अपि तथाकर्मवैचित्र्यात् । न तु प्रतिपातयुता एव। ताभ्यस्तदुत्तरभावादिति । "नोत्तरास्तथा" न स्थिराद्यास्तेन प्रकारेण प्रतिપાતયુતા: | યત વં “સાપયા પિ''તુતિદેતુવેર | ““uતાતા'' થતા ઇવ થમિલ્યાદ-“પ્રતિપાતન''- શેન “નેતર'' ન સ્થિરાદા સાપાયા પ્રતિ |
વિવેચન :- મિત્રા-તારા-બલા અને દીપ્રા આ પ્રથમની ચારદૃષ્ટિઓ પ્રતિપાતયુક્ત એટલે આવેલી ચાલી પણ જાય એવા પ્રકારના ભ્રંશથી ઉપેત (યુક્ત) હોય છે. આવેલી આ ચારદૃષ્ટિઓ ચાલી જ જાય એવો નિયમ નથી. પરંતુ ચાલી પણ જાય એવા વિકલ્પવાળી છે. એમ આપ શબ્દમાંથી અર્થ સમજવો, પૂર્વબદ્ધકર્મોના ઉદયની વિચિત્રતાના કારણે કદાચ પડી પણ જાય, ચાલી પણ જાય, એવું બનવાનો સંભવ છે. મિત્રાદિ દૃષ્ટિમાં આવેલાં ધર્મબીજ જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ઉદયની તીવ્રતાના કારણે પડી પણ જાય છે પરંતુ પ્રતિપાત યુક્ત જ હોય એટલે કે પડી જ જાય એવો નિયમ નથી. કારણ કે તે પ્રથમની ચાર દૃષ્ટિઓ પ્રાપ્ત કર્યા પછી શીધ્ર જ-(કાલવિલંબ અને પ્રતિપાત કર્યા વિના પણ) તેના પછીની શેષ ચાર દૃષ્ટિઓને આ આત્મા પામી પણ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org