________________
ગાથા : ૧૮
યોગદૃષ્ટિ સમુચ્ચય સ–વૃત્તિરૂપ યોગની પ્રાપ્તિ તો આપોઆપ ખેંચાતી જ આવે છે, લોહચુંબક જેમ લોહને ખેંચે છે તેમ આ બોધ સમ્પ્રવૃત્તિરૂપ યોગને ખેંચી લાવે છે. માવદ =ખેંચી લાવનાર, દૂર હોય તેને નજીક કરનાર આ બોધ છે. તેને જ શાસ્ત્રોમાં વેદ્યસંવેદ્યપદ (સમ્યકત્વ) કહ્યું છે. અને અસત્ શાસ્ત્રોની શ્રદ્ધા (અથવા તેના જ કારણે સમ્યમ્ શાસ્ત્રોની અશ્રદ્ધા તે) અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. આ બોધ જ અવેદ્યસંવેદ્ય પદનો ત્યાગ કરાવવા દ્વારા વેદ્યસંવેદ્યપદને પ્રાપ્ત કરાવનાર બને છે. એમ જાણવું. જેમાં વેદ્ય એટલે વેદવા યોગ્ય-જાણવા યોગ્ય સાચી દૃષ્ટિનું સંવૈદ્યસંવેદન છે= અનુભવ છે જેમાં તેને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. અર્થાત્ સાચી દૃષ્ટિનો અનુભવ તે વેદ્યસંવેદ્યપદ અને તેનાથી જે વિપરીત તે અવેદ્યસંવેદ્યપદ કહેવાય છે. આ વેદ્યસંવેદ્યપદની (સમ્યકત્વની) પ્રાપ્તિ જો કે સ્થિરાદિ પાછળની ચાર દૃષ્ટિઓમાં છે એટલે તે સ્થિરાદિ પાછળની ચારે દૃષ્ટિઓમાં જ વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થાય છે છતાં પણ બોધનું આ પ્રમાણે સામાન્યલક્ષણ હોવાથી મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિઓના કાલે થનારો પણ આ બોધ વેદ્યસંવેદ્યપદ રૂપ છે એમ કહેવામાં કંઈ દોષ નથી. સારાંશ કે વેદ્યસંવેદ્યપદ વાસ્તવિકપણે સ્થિરાદિદષ્ટિકાવે છે, અને યોગાત્મક બોધ તો મિત્રાદિ પ્રથમની ચાર દૃષ્ટિથી પણ શરૂ થાય છે કે જ્યાં હજુ મિથ્યાત્વાવસ્થા છે. તો પણ તે મિથ્યાત્વાવસ્થા દિન-પ્રતિદિન મંદ થતી જતી હોવાથી, મિથ્યાત્વની મંદતાના કારણે વેદ્યસંવેદ્યપદની ભૂમિકા બંધાતી જતી હોવાથી અને સમ્યકત્વનું અવષ્ણકારણ બનવાની હોવાથી તે કાલે વર્તતા બોધને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને સામાન્યથી એટલે કે મિત્રાદિ દૃષ્ટિઓના કાલે વર્તતા તથા સ્થિરાદિ દૃષ્ટિના કાલે વર્તતા એમ સામાન્યપણે આઠે પ્રકારની દૃષ્ટિના કાળે વર્તતા એવા બોધનું આવું લક્ષણ કર્યું છે.
અથવા “સત્મવૃત્તિપદ” એટલે જે શૈલેશીપદવાળું ચૌદમા ગુણસ્થાનકવર્તી સર્વથા અનાશ્રુવાવસ્થારૂપ પદ છે. તે અહીં પરમાર્થથી લેવું. કારણ કે પરિપૂર્ણપણે આત્માનુભવદશા ત્યાં છે. કોઈપણ જાતના કર્મનો આશ્રવ ન હોવાથી શુદ્ધાત્મતત્ત્વની પરમાર્થથી રમણતારૂપ તે પદ છે. અને યોગની પ્રથમ દૃષ્ટિથી આવનારો આ બોધ પરંપરાએ આ પદની પ્રાપ્તિનું અવધ્ય કારણ હોવાથી “માવઃ" તે પદ પ્રાપ્ત કરાવનાર છે આવો અર્થ કરવામાં પણ કંઈ દોષ નથી. ll૧૭ एषा च परिस्थूरभेदादष्टधा, अन्यथा बहुभेदेत्यभिधातुमाह
આ દૃષ્ટિ સ્થૂલભેદથી આઠ ભેદવાળી છે. અન્યથા એટલે કે સૂક્ષ્મ-સૂક્ષ્મભેદથી બહુ જ ભેદવાળી છે તે સમજાવતાં કહે છે કે
इयं चावरणापायभेदादष्टविधा स्मृता । सामान्येन विशेषास्तु, भूयांसः सूक्ष्मभेदतः ॥१८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org