________________
૯૬
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૭
જ દષ્ટિ ખૂલી જાય છે. આ દૃષ્ટિ ખૂલી તે ખૂલી, બસ વધુને વધુ દેખવા જ માંડે છે. માત્રા વધતી જ જાય છે. યાવત્ અનંત દર્શન પ્રગટ થાય છે. આ તમામ દૃષ્ટિ ભયમુક્ત હોવાથી (યોગની-આત્મવિકાસની) દૃષ્ટિ કહેવાય છે દૃષ્ટિ-અંધપણાનો દોષ (ઘણા ભયોવાળો હોવાથી) અતિશય આકરો છે. માટે જ અલ્પ યા અધિક પ્રમાણમાં પણ જે દૃષ્ટિ ખૂલે તેને જ દૃષ્ટિ કહેવાય છે.
જો કે “બોધ” ને જ દૃષ્ટિ કહેવાય એમ કહ્યું છે, તો પણ તેની આગળ “સશ્રદ્ધા સંગત” એવું વિશેષણ કહ્યું છે. તેથી જેમના હૈયામાં સમ્યગૂ શાસ્ત્રોનો બોધ આવિર્ભત થયો છે તેવા સમજાવનારા સદ્દગુરુની વાણીમાં તથા આપ્ત પુરુષ પ્રણીત શાસ્ત્રોમાં પરમશ્રદ્ધા પૂર્વકનો જે બોધ થાય તે બોધ જ દૃષ્ટિ કહેવાય છે. સમ્યગુ શાસ્ત્ર અને સમજાવનાર સદ્ગુરુ વિના સ્વચ્છંદપણે પોતાના માનેલા અભિપ્રાયને મજબૂત કરવાના પ્રયોજનભૂત પાઠોના આધારો લઈને આ જીવ અનંતસંસારમાં બહુ જ રઝળ્યો છે. સ્વચ્છેદ મતિકલ્પનાનો ત્યાગ અને સત્ શાસ્ત્રની શ્રદ્ધા એ જ યોગદષ્ટિનું પ્રવેશ દ્વાર છે. ત્યાંથી જ દષ્ટિ અંશતઃ ખૂલે છે.
પ્રબ - આવા સત્શ્રદ્ધાવાળા બોધનું અર્થાત્ દષ્ટિનું ફળ શું ? આવી દૃષ્ટિ (આવો બોધ) આવવાથી જીવને શું ફળ પ્રાપ્ત થાય ?
ઉત્તર :- પત્નત પતામહ-આ દષ્ટિને ફળથી સમજાવે છે. આ બોધ અસત્ પ્રવૃત્તિનો વ્યાઘાત કરનાર હોવાથી સત્ પ્રવૃત્તિના પદને આપનારો છે. તથા શ્રદ્ધતિથીતેવા પ્રકારના સમ્યગુ શાસ્ત્રોની અતિશય શ્રદ્ધાળુતા હોવાના કારણે જ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિનો વ્યાઘાત થાય છે. દીવા વિના ઘરમાં જ્યારે અંધકાર હોય છે. ત્યારે આ જીવ કોઇપણ વસ્તુને દેખવા કે લેવા-મૂકવાની પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ ખોટી પણ થઈ જાય છે. આ વાત અનુભવસિદ્ધ છે. એ જ ન્યાયે મોહ અને અજ્ઞાનરૂપી અંધકારથી ભરપૂર ભરેલા આ સંસારમાં સમ્યગશાસ્ત્ર અને આમ પુરુષોની વાણી આ બે વસ્તુ દીપકસમાન છે. તેના વિના સર્વે પણ પ્રવૃત્તિ “અસત્” થઈ જાય છે. તે સમ્યગશાસ્ત્ર અને આતપુરુષોની વાણી તથા તેમની શ્રદ્ધા રૂપ દીપક પ્રાપ્ત થયે છતે “અસ” પ્રવૃત્તિ અટકી જાય છે. થંભી જાય છે. ચાલી જાય છે. જાણે કે તે અસત્યવૃત્તિને પોતાને આઘાત લાગ્યો હોય શું? તેમ તમ્મર ખાઈને પડી જાય છે. આ પ્રમાણે સમ્યગૂ શાસ્ત્રાદિના શ્રદ્ધાયુક્ત બોધથી અસ–વૃત્તિ અટકી જવાના કારણે જ તે બોધ સમ્યગૂ પ્રવૃત્તિના પદને (સ્થાનને) આપનાર બને છે. શાસ્ત્રથી અવિરુદ્ધ એવી પ્રવૃત્તિ કરાવનારા સ્થાનને આપે છે.
સમ્યગૂ શાસ્ત્રોના શ્રદ્ધાયુક્ત બોધથી આ જીવમાં એકવાર અસ–વૃત્તિ અટકે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org