________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫
(५) स्थिरा तु भिन्नग्रन्थेरेव भवति, तद्बोधो रत्नप्रभासमानस्तद्भावाप्रतिपाती प्रवर्धमानो निरपायो नापरपरितापकृत् परितोषहेतुः प्रायेण प्रणिधानादियोनिरिति ।
(E) कान्तायां तु ताराभासमान एषः, अतः स्थित एव प्रकृत्या निरतिचारमात्रानुष्ठानं शुद्धोपयोगानुसारि विशिष्टाप्रमादसचिवं विनियोगप्रधानगम्भीरोदाराशयमिति ।
સ્થિરા નામની પાંચમી દૃષ્ટિ રાગ-દ્વેષની ગ્રંથિ જેણે ભેદી છે. એવા સમ્યગ્દષ્ટિ મહાત્માને હોય છે. તે દૃષ્ટિકાળે બોધ (જ્ઞાન પ્રકાશ) રત્નની પ્રભા સમાન હોય છે. આ દૃષ્ટિકાળે થયેલો બોધ તે ભાવથી અપ્રતિપાતી (ન પડવાના) સ્વભાવવાળો, દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો, કોઈપણ જાતના અપાય (પતનાદિના ભય) વિનાનો, અન્યને પરિતાપ ન કરનારો, નિર્દોષ અને સહજ આનંદનું કારણ, તથા પ્રાયઃ પ્રણિધાન-પ્રવૃત્તિ આદિ આશયોના બીજભૂત હોય છે.
ભાવાર્થ એવો છે કે અનાદિની રૂઢ-ગુપ્ત-અને ઘનીભૂત રાગ-દ્વેષની ગાંઠ જેણે ભેદી છે. પુલભાવોની મમતા જેણે ત્યજી દીધી છે. દેહાદિથી આત્મા જેણે ભિન્ન જાણ્યો છે. એવા અધ્યાત્મી, મુમુક્ષુ, પરમાર્થ વેદી આત્મજ્ઞાનીને આ સ્થિરાદષ્ટિ હોય છે પુદ્ગલદ્રવ્ય માત્રથી અને અન્ય સર્વજીવ માત્રથી હું ભિન્ન દ્રવ્ય છું. એવા ભેદજ્ઞાનીઆત્માને આ દૃષ્ટિ પ્રગટે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
एगो हं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवमदीणमणसो, अप्पाणमणुसासइ ॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ संथारापोरिसि ॥ अहमिक्को खलु सुद्धो, दंसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिवि, अण्णं परमाणुमित्तंपि ॥ समयसार ॥
આ દૃષ્ટિમાં થયેલો બોધ રત્નની પ્રભા સમાન હોય છે. દીપકની પ્રભા તેલવાટ કોડીયું અને સાનુકૂળપવન આદિ પરહેતુક અને મહાવાયુથી પરાભવનીય છે. જ્યારે રત્નની પ્રભા સ્વહેતુક અને અપરાભવનીય છે તથા દીપ્રાદષ્ટિમાં બોધ (જ્ઞાન) મંદ એવા પણ મિથ્યાત્વના ઉદયવાળો હોવાથી અસ્થિર-(ડગમગ) અને ચંચળ હોય છે. અને મોહનો ઉદય હોવાથી પરાભવનીય પણ હોય છે. જ્યારે સ્થિરા દૃષ્ટિમાં થનારો બોધ મિથ્યાત્વમોહનીયના ઉપશમ અને ક્ષયોપશમ વડે જન્ય હોવાથી સ્થિર, અને અપરાભવનીય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org