________________
૮૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬
इयं च सकलयोगिदर्शनसाधारणेति यथाविधानां यथा भवति तथाविधानां तथाभिधातुमाह
આ અષ્ટવિધદૃષ્ટિ સકલયોગિઓના દર્શનમાં સાધારણ છે. એટલે જેવા પ્રકારના યોગિઓને જેવી જેવી દૃષ્ટિ હોઈ શકે છે તેવા તેવા પ્રકારના યોગિઓને તેવી તેવી દૃષ્ટિ છે એમ જણાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે
यमादियोगयुक्तानां, खेदादिपरिहारतः ।
अद्वेषादिगुणस्थानं, क्रमेणैषा सतां मता ॥१६॥ ગાથાર્થ = ખેદ આદિ દોષોના પરિહારથી યમ આદિ યોગના અંગોથી યુક્ત એવા આત્માઓને અદ્વેષ આદિ ગુણમય એવી આ દૃષ્ટિ અનુક્રમે હોય છે. એમ સજ્જનોને સંમત છે. ll૧દો
ટીમ -મારિયુવતીનાંતિ દ ય િયો ફિક્વીન્ યો ૩વ્યો यथोक्तं - "यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि" (पातञ्जलयोगसूत्र २-२९) । तदेवं खेदादिपरिहारतः=यमादियोगप्रत्यनीकाशयपरिहारेण । एतेऽपि चाष्टावेव । तथा-"खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः युक्तानि हि चित्तानि प्रपञ्चतो वर्जयेन्मतिमान् ॥१॥" तदेतत्परिहारेणापि क्रमेणैषाष्टधेति । एवमद्वेषादि-गुणस्थानमिति यत एतान्यप्यष्टावेव । यथोक्तं"अद्वेषो जिज्ञासा शुश्रूषा श्रवण-बोधमीमांसाः, परिशुद्धा प्रतिपत्तिः પ્રવૃત્તિનBત્મિ (રદ ) તત્ત્વ ? ' vā aષા સgિ | સોં= मुनीनां भगवत्पतञ्जलि-भदन्तभास्कर-बन्धुभगवद्दत्तादीनां योगिनामित्यर्थः “मता" इष्टा । एतत्साकल्यं च प्रतिदृष्टि दर्शयिष्यामः ॥१६॥
વિવેચન :-“યમ” વગેરે આઠ પ્રકારનાં યોગનાં અંગો છે. “ખેદ” વગેરે આઠ પ્રકારના ચિત્તના દોષો છે જે યોગપ્રાપ્તિમાં પ્રતિબંધક છે. તેથી હેય છે, અર્થાત્ ત્યજવા જેવા છે. અને “અષ” આદિ આઠ પ્રકારના ગુણો છે જે ઉપાદેય છે, એટલે કે પ્રાપ્ત કરવા લાયક છે. દૃષ્ટિઓ આઠ, યમાદિ યોગનાં અંગો આઠ, ખેદાદિ હેય દોષો આઠ, અને અષાદિ ઉપાદેયગુણો પણ આઠ છે. જેથી એકેક દૃષ્ટિમાં એકેક યોગનું અંગ પ્રાપ્ત થાય છે. એક એક દોષ દૂર થાય છે અને એકેક ગુણ પ્રાપ્ત થાય છે. અને આઠ દૃષ્ટિમાં બોધ (જ્ઞાન) તૃણના અગ્નિકણસમાન, ગોમય, કાષ્ઠ આદિના અગ્નિસમાન છે ઇત્યાદિ પૂર્વે સમજાવ્યું જ છે. તેથી સામાન્યપણે ચિત્ર આ પ્રમાણે બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org